વીતેલા જમાનાની અભિનેત્રી મુમતાઝના દિયર રામ માધવાણી

જાણીતા એડ ફિલ્મ મેકર અને ફિલ્મ દિગ્દર્શક રામ માધવાણી સાથે વાતો કરવાની મજા પડી. મહાલક્ષ્મી ફેમસ સ્ટુડીઓ સ્થિત રામની ઓફીસમાં ઈન્ટરવ્યું કર્યો. મૂળ કાઠીયાવાડના પોરબંદરના લુહાણા જ્ઞાતિના રામનો પરિવાર આફ્રિકા વ્યવસાય અર્થે વસ્યો હતો. વીતેલા જમાના ની અભિનેત્રી મુમતાઝ ના પતિ મયુર માધવાણી રામના પિત્રાઈ ભાઈ થાય છે. અભિનેત્રી મુમતાઝ રામના ભાભી છે .આફ્રિકાથી ભારત આવ્યા બાદ સોલાપુરમાં શુગર મિલ અને ટેક્સટાઈલના બીઝનેસમાં ઝંપલાવ્યુ હતું. રામે ૭ વર્ષની વયે પિતાની છત્ર છાયા ગુમાવી હતી. પિતાના અવસાન બાદ માતાએ બીઝનેસ અને દીકરા રામ સહીત બાકીના બે દીકરાઓની જવાબદારી સંભાળી હતી. રામને ક્રિએટીવ બાબતોમાં રસ હોવાથી તેમના ભાઈઓએ અમેરિકા સ્થિત ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરવા માટે આર્થિક મદદ પૂરી પાડી હતી. રામ ભલે ગુજરાતી સારું બોલી નથી શકતા પણ તેઓ ગુજરાર્તી ભાષા શીખવા આતુર છે. રામના જીવનમાં અમુલ્ય યોગદાન તેમના માતા , પત્ની ,સસરા અને ભાઈઓનું રહ્યું છે. હાલમાં રામ પ્રભાદેવી ખાતે રહે છે. ફિલ્મ 'નીરજા ' બાદ રામ માધવાણી એરટેલ માટે વિજ્ઞાપન બનાવી રહ્યા છે. આમીર ખાનના આગ્રહથી ફિલ્મ 'તારે ઝમીન પર ' માટે એક ગીતનું ફિલ્માંકન રામ માધવાણીએ કર્યું હતું. હેપ્પી ડેંટ માટે સર્વ શ્રેષ્ઠ વિજ્ઞાપનનો પુરસ્કાર રામની ઝોળીમાં આવ્યો હતો. ન્યુયોર્ક સ્થિત બીગ બી ની તમામ ફિલ્મો ને આવરી લઇ એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. આ ડોક્યુમેન્ટ્રી જોઈ બીગ બી અને જયાજી ખુશ થયા હતા.

'નીરજા' ફિલ્મની પટકથા લખનારે ફિલ્મ 'મેરી કોમ'ની પટકથા લખી હતી. રામની પત્ની સાથે સ્વ.નીરજા ભનોતની સહેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી. રામે અને તેમના પત્નીએ સ્વ.નીરજા ભનોતની સહેલી સાથે મુલાકાત કરી અને તેમના જીવન વિશે વાતો જાણી. ત્યાર બાદ સ્વ. નીરજાની માતા અને ભાઈઓ સાથે મુલાકાત કરી હતી. ફોટોગ્રાફર અતુલ કસ્બેકર સાથે ત્વરિત નિર્ણય લઇ અને ફિલ્મની સ્ક્રીપ્ટ રેડી કરવા નક્કી કર્યું. ફિલ્મમાં સ્વ.નીરજાના પાત્ર માટે સોનમ રામની પહેલી પસંદગી રહી હતી. તેમણે સોનમની દેલ્હી સિક્સ અને રાન્ઝ્ના ફિલ્મ જોઈ હતી એટલે સોનમને કાસ્ટ કરી હતી. શબાના તેમને નીરજાની માતાના પાત્ર માટે એકદમ ફીટ લાગ્યા હતા. 

રામના મતે કોઈ પણ મહિલા કે યુવતીએ સેલ્ફ રીસ્પેક્ટ સાથે બાંધછોડ કરવી જોઈએ નહિ. ગુજરાતમાં 'નીરજા' ને ટેક્સ ફ્રી કરવા બદલ મુખ્ય મંત્રી આનંદી બેન પટેલનો આભાર માન્યો હતો. તેમણે ગુજરાતની મહિલા ઉદ્યોગ સાહસિકોને બિરદાવી હતી. તેમના મતે ગુજરાતમાં સૌથી વધુ વુમન એન્ટરપ્રિનીયર છે અને તેમના થકી લાખો લોકોને રોજગારી મળી રહી છે. સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બીજું શું હોય શકે? મહિલા દિન નિમિતે સ્ત્રી શક્તિને પ્રણામ.

Cricket Score

WhatsApp Registraltion

Close