મારો 'કા' સૈફ છે : કરીના

ફોર્ચુન હાઈટ્સ બેન્દ્રા હિલ રોડથી ટર્નર રોડ તરફ નીકળો ..આ બિલ્ડીંગ ક્રિકેટર અને પટોડી નવાબના અને અભિનેત્રી શર્મિલા ટાગોરના  અભિનેતા દીકરા સેફ અલી ખાન અને તેની બીજી પત્ની અને કપૂર ખાનદાનની કુડી કરીનાના નિવાસ્થાન તરીકે વધુ ફેમસ થયું છે. 
કરીના ફોર્મલ કાળા ટી શર્ટ અને ટ્રેક પેન્ટમાં હતી. તેલ વાળા કેશ સાથે  અંબોડો. 

સેફના ફ્લેટમાં મોકળાશથી કરીના સાથે ન્યુઝ ઓનલાઈનને વાતોની ગોઠડી માંડવાની મજા પડી.

૧) ન્યુઝ ઓનલાઈન :  ફિલ્મ 'બાદશાહો' સેફના હાથમાંથી સરી ગઈ?

જ) કરીના : ચિડાઈને ...સૈફ જયારે આવા પ્રોજેક્ટમાં રસ ધરાવતો નથી.  પ્રોજેક્ટ અંગે કોઈ વાત કો'ક સાથે નથી કરી. એને ઓફર આવી છે કે નહિ એની પણ જાણ નથી. અફવા કોણ ફેલાવે છે?


૨) ન્યુઝ ઓનલાઈન : હમણાં ડિવોર્સ અને બ્રેક અપની  મોસમ ચાલી રહી છે? મલાયકા અને અરબાઝ , સુશાંત અને અંકિતાનું બ્રેક અપ, તારા ભાઈ રણબીર અને કેટનું બ્રેક અપ  તથા તારી મોટી બહેનના ડિવોર્સ ? આ બાબતો તને તાણ આપે છે?

જ) કરીના : અંગત જીવનમાં ક્યારેક એવું થાય અમુક  પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી. મારી બહેને લગ્ન બાદ ગૃહસ્થી જીવનનો સ્વીકાર કર્યો, એને માટે દિલ્હી સ્થિત સાસરિયા અને બાળકો પહેલી પ્રાથમિકતા હતા. અંગત જીવનમાં ખુબ તણાવ હતો અને લોલો  સહન કરતી હતી. સંજય અને બેબો  બંનેએ છુટા પડવાનો નિર્ણય લીધો છે. એમનું અંગત જીવન અને તેમના નિર્ણય  છે.વળી હું મીડિયા સામે મારા પરિવારની અંગત બાબતોનું કે અન્ય અરબાઝ કે સુશાંત કે મારા કઝીન રણબીરની પર્સનલ બાબત વિશે ટીપ્પણી આપવા માંગતી નથી. 

૩) કંગના અને રિતિકની કાનુની કાર્યવાહી અંગે તારું શું માનવું છે? 
જ) કરીના : તાળી એક હાથથી વાગતી નથી. એનો બીજો અર્થ કાઢી, તમે ખોટી સ્ટોરી ના ચલાવશો કે, હું કંગનાના પક્ષમાં બોલી રહી છું. બંને પક્ષે ગેર સમજ થઇ હોઈ. મારે આ બાબતે વધુ સ્ટેટમેન્ટ આપી વિવાદ ઉભા કરવા નથી. પેરીસમાં શું બન્યું ? શું નહિ ? આ બાબતે કોઈ ટીપ્પણી આપવી હાલમાં યોગ્ય નથી. મારો દુગ્ગુને ટાર્ગેટ કરવાનો કોઈ ઈરાદો નથી.
કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અને બંને પક્ષે સમાધાન થાય એવી મારી ઈચ્છા છે.

૪) 'ઉડતા પંજાબ' વિશે કઈક કહેવું છે? તારો એક્સ મિત્ર પિતા બનવા જઈ રહ્યો છે?
જ) કરીના : શાહિદ  ઉમદા અભિનેતા છે અને આશા રાખું છું કે 'રંગુન'માં તેનો અભિનય દર્શકોને પસંદ પડશે. પિતા બનવાની ખુશી અનોખી હોય છે એને શુભકામના મારા તરફથી. ઉડતા પંજાબ વિશે હાલ ખાસ મારે ચર્ચા કરવી નથી.

૫) 'કી એન્ડ કા' તાત્કાલિક સ્ક્રીપ્ટ સ્વીકારવાનું કારણ? તને બ્લોક બસ્ટર હિરોઈન કેમ કહેવામાં આવે છે? 
જ) કરીના :  જે.પી દત્તા , અભિષેક ચૌબે થી માંડી સુરજ બડજાત્યા અને રાજકુમાર હીરાણી થી માંડી ગોવિંદ નિહલાની,કરણ જોહર, આદિત્ય ચોપરા  સુધીના દરેક દિગ્દર્શક સાથે ૧૬ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં કામ કર્યું છે. હું પોતાને દિગ્દર્શકની અભિનેત્રી માનું છું. મારે માટે સ્ક્રીપ્ટ મહત્વની હોય છે. બેનર જોઈ કામ કરનાર અભિનેત્રી હું નથી. 'કી એન્ડ કા' નો કોન્સેપ્ટ ગમ્યો. દરેક પુરુષ મહત્વકાંક્ષી કે કારકિર્દી લક્ષી નથી હોતા. અર્જુન એવા પતિની ભૂમિકા ભજવી રહ્યો છે જેને રૂટીન લાઈફ અને ઘર સંભાળવામાં રસ છે. એને કારકિર્દી કે પ્રોફેશનલ વ્યવસાયમાં રસ નથી. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિની ઘરેડ મુજબ પુરુષ કમાવા જાય અને સ્ત્રી ઘર, રસોઈ , બાળકો અને ઘરના સંચાલનની જવાબદારી સંભાળે. હાલમાં એવું નથી આજ કાલ ૮૦ ટકા મહિલાઓ નોકરી કે વ્યવસાય કરતી હોય છે. મારી ભૂમિકા તમને તમારી આસપાસ જોવા મળતી યુવતીઓ જેવી લાગશે. ફિલ્મ માટે  મનિષે ડીઝાઇન કરેલ ૩૨ કિલોનો લેહ્ન્ગો અત્યારથી ચર્ચામાં છે.

૬) અર્જુને લેડીસ હાઈ હિલ સેન્ડલ પહેર્યા છે?
જ) કરીના : હા છેલ્લા પાંચ વર્ષથી હું ફ્લેટ શુઝ કે મોજડી પહેરી રહી છું. હવે મારી હાઈ હિલ પહેરવાની હિંમત નથી થતી. અર્જુનને મારે સારા કોમ્પ્લીમેન્ટ આપવાની જરૂર છે. લેડીસ હાઈ હિલ સેન્ડલ પહેરી એણે ડાન્સ કર્યો છે. 

૭) નવોદિત અભિનેતા સાથે કામ કરવા માટે પહેલા તું ઘસીને ના પાડતી હતી? અચાનક ઇમરાન ખાન અને અર્જુન કપૂર જેવા અભિનેતા સાથે કામ કરવા તૈયાર?
જ) કરીના : હાપહેલા હું રાજી નહોતી થતી. મોટે  ભાગે ન્યુ કમર સાથે કામ કરવા જલ્દી હા નહોતી પાડતી. ઇમરાન અને અર્જુન સારા અભિનેતા છે. અર્જુનની ફિલ્મ 'ઈશ્ક્ઝાદે' જોઈ હતી. 'કી એન્ડ કા' સ્ક્રીપ્ટ જોઈ અને હું રાજી થઇ ગઈ. મારે માટે અભિનેતા કોણ છે ? એ મહત્વનું નહોતું, પટકથા મહત્વની હતી. વળી બાલ્કી સરની 'ચિની કમ',  'પા' , 'શમિતાભ' અને 'ઈંગ્લીશ વિગ્લી' મારી પ્રિય ફિલ્મો છે. મારે એમની સાથે કામ કરવું હતું. ફિલ્મ'પા' માં મને વિદ્યા બાલનનો અભિનય લાજવાબ લાગ્યો હતો. હું વિદ્યાની ફેન છું. 'કી એન્ડ કા' રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.

૮) તારા માટે એક દિવસ 'હાઉસ હસબંડ'ની ભૂમિકા ભજવવા સૈફ તૈયાર થાય?
જ) કરીના : શૂટમાં સેફ બહાર હોય છે અને ક્યાંક તો હું બહાર હોઉં છું. ઘરમાં ભેગા જયારે હોઈએ ત્યારે રીલેક્સ થવું વધારે ગમે છે. હા, સેફ બહુ કેરીંગ હસબંડ છે. એને ભૂમિકા ભજવવા ઓફ સ્ક્રીન કહીશ, તો ના નહિ પાડે. છેલ્લા ૨૦ વરસથી એ સતત અભિનયમાં સક્રિય છે એટલે એને પણ આરામની જરૂર છે.

૯) તું સારી કુક છે ? એવું સાંભળ્યું છે?
જ) કરીના : ચિન્ટુ ચાચું ( રિશી કપૂર ) અને હું અમારા આખા પરિવારમાં સૌથી વધુ ફૂડી છીએ.
મારી મોમ સિંધી પરિવારમાંથી આવે છે અને પિતા પેશાવરના  પંજાબી પરિવારમાંથી આવે છે. મારી માતાને મતે જે ગૃહિણી સારી સ્વાદિષ્ટ  તુવેરની દાળ, જેની સોડમ આવતા મોઢામાં પાણી આવી જાય, એ ના બનાવી શકતી હોય તો સમજો કે એને રસોઈ કળાનું જ્ઞાન નથી. મારી સ્કૂલિંગ દરમિયાન હોમ સાઈન્સ સબ્જેક્ટ હતો, એટલે મને રસોઈ બનાવતા આવડે છે.
હા, ઇટાલિયન ફૂડ મને ખુબ જ ભાવે છે. હાલ અમદાવાદમાં ગુજરાતી થાળી આરોગી હતી. 
હું શૂટ દરમ્યાન પંજાબ હોઉં, તો સ્પેશીયલ અમૃતસર જઈને કુલચાનો સ્વાદ માણું છું. ડાયેટની અને વર્ક આઉટની ચિંતા કરતી નથી. ભૂખ લાગે એટલે ફૂડ જોઈએ. સ્વીટ ડીશ ઓછી લઉં છું.

૧૦) તારી હેલ્ધી સ્કીનનો રાઝ?
જ) મને ૭ ગ્લાસ પાણી પીવા જોઈએ છે. કોસ્મેટીકમાં મેક અપ અને હેવી ફાઉન્ડેશનથી બચીને રહું છું. સેટ પર મેક અપ કમ્પલસરી એપ્લાય કરવો પડે. પાર્ટ ઓફ અવર જોબ. મારી વેનીટીમાં લેકમે કાજલ અને લિપસ્ટિક અચૂક જોવા મળશે. 

૧૧) શો મેન રાજકપૂરના પરિવારમાંથી આવે છે? પણ તું તારી ફિલ્મના સ્ક્રીનીંગમાં કેમ જતી નથી? તારી ફિલ્મો પણ જોતી નથી. તારા ઘરમાં બેસ્ટ ફિલ્મ ક્રિટિક બેઠા છે?
જ) કરીના : હા , મારી મોમ કે પાપા , બેબો કે રણબીર કે રીમા બુઆ ..બધા ૧ રેટિંગ કે ૪ રેટિંગ આપવા તૈયાર હોય છે. બધા મારા સીન કે અન્ય કોશ્યુંમને લઇ ફિલ્મ ક્રિટિક બની જાય છે. મારા ઘરમાં કોમલ નાહટા કે રાજીવ મસંદને ટપી જાય એવા ફિલ્મ ક્રિટિક બેઠા છે.

૧૨) ફિલ્મો સ્વીકારવામાં બહુ સમય લઇ રહી છે? એનું કારણ શું?
જ) કરીના : આમીર વર્ષમાં ૧ ફિલ્મ કરે અથવા અજય એક ફિલ્મ કરે તો એમને કોઈ નથી પૂછતું. મારે માટે સ્ક્રીપ્ટ મહત્વની છે. પહેલા ૧ વર્ષમાં ૪ ફિલ્મો કરતી હતી. હવે એવી કોઈ ઈચ્છા નથી. મને વારંવાર બાયોપિકમાં કામ કરશો કે નહિ? એ વિશે પૂછવામાં આવે છે? મને હાલમાં બાયોપિકમાં કામ કરવાની કોઈ ઈચ્છા નથી.

Cricket Score

WhatsApp Registraltion

Close