‘કી એન્ડ કા’ ના હાઉસ હસબન્ડ અર્જુનનું થોડું અંગત અંગત

વર્ષ ૧૯૯૫-૯૬ ની વાત છે. જુહુની એક જાણીતી સ્કુલમાં છટ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો ૧૦ વર્ષ ટાબરિયો સ્કુલ જતા ખચકાય છે. સ્કુલમાં કલાસમેટ પાપા અને તેમની હાઈપ્રોફાઈલ બોલીવુડ ડીવા વિશે જાત જાતના સવાલો પૂછે છે ? શું જવાબ આપું ? નાનીમા સત્તી શૌરી પાસે કોઈ જવાબ મળતા નહોતા. માં મોના માનસિક તાણ અને ડીપ્રેશનના વમણમાં ફસાઈ ચુકી હતી. નાનકડો કિશોર વયનો મેદસ્વી છોકરો વિચારતો કે પાપા રોજ મારી અને બહેન અન્શુલા  સાથે ટેબલ ઉપર નાસ્તો કરી અને બાય કહી સેટ ઉપર જાય છે. પણ આ શું રોજ પાપા કેમ અમારી સાથે નથી રહેતા? મારા  પાપા પેલી હાઈ-પ્રોફાઈલ હિરોઈનના  ઘરે  કેમ રહે છે? પાપા અને એમની ગર્લ ફ્રેન્ડને લગતા  સવાલો મને કેમ સ્કુલમાં પૂછવામાં આવે છે? નાનીમા કેમ મીડિયાને બોલાવી અને પેલી હિરોઈનને ગાળો ભાંડે છે? નાનીમા કેમ કહે છે કે પેલી હિરોઈનને મારી મોમની હાય લાગશે ? દાદા સુરીન્દર કપૂર પણ ગમગીન રહે છે ? નાની બહેન અન્શુલાને કેમ નાનીમા સાચવે છે ? ધીરે ધીરે આ કિશોર વયનો બાળક ધોરણ ૧૦ માં પહોચ્યા બાદ તમામ હકીકતથી વાકેફ થાય છે.  પોતાના નિર્માતા અને નિર્દેશક પિતા સાથે  ખુબ જ આક્રમક બની ઝઘડો કરે છે. પિતાને સવાલ કરે છે કે, મારી માતા સાથે અન્યાય કેમ થયો?  એના નિર્માતા પિતા દીકરાનો ગુસ્સો સમજે છે અને શાંતિથી તમામ સવાલના જવાબ આપે છે. દીકરો પિતાને પૂછે છે કે, પાપા તમે તમારી પ્રેમિકા સાથે સુખી છો? રોજ સવારે ઉઠી તમારા ચહેરા ઉપર સ્મિત આવે છે ? નિર્માતા પિતાએ હા પાડી. બસ દીકરાએ સ્વીકારી લીધો કુદરતનો નિર્ણય. માતા, બહેન અને નાની સાથે  તેણે એકલા રહેતા શીખી લીધું હતું.

માં માનસિક રીતે ભાંગી પડી હતી અને જાણે હતાશામાં જ રહેવાનું તેણે સ્વીકાર્યું હોય એમ દીકરાને લાગતું હતું. ૧૦ ધોરણ બાદ અભ્યાસ પડતો મૂકી  માંને કહ્યું કે મારે આગળ અભ્યાસ કરવો નથી મારે ફિલ્મ મેકિંગનો કોર્સ કરવો છે. માં દીકરાની જીદ સાંભળી,  ક્રોધે ભરાઈ ને ના પાડે છે. અભ્યાસમાં ધ્યાન આપવાનું કહે છે. આ મેદસ્વી  જાડિયો દીકરો ના પાડે છે. ૪ વર્ષ ફક્ત જીમમાં વિતાવાનું નક્કી કરે છે. આખો દિવસ એક્ટર સલમાન ખાનને ઘેર પડ્યો રહે છે. ચાર વર્ષમાં જાડિયો યુવક સુડોળ કાયા ધરાવતો યુવક બની જાય છે.  આ યુવકને એક જ ચસ્કો છે, ફિલ્મ દિગ્દર્શક બનવાનો. નિર્દેશક નીખીલ આડવાણી સાથે સહાયક નિર્દેશક તરીકે ફિલ્મ ‘કલ હોના હો’ અને ‘સલામે ઈશ્ક’માં કામ કરે છે.  વર્ષ ૨૦૧૨માં દિગ્દર્શક હબીબ ફેઝલ ની  ફિલ્મ ‘ઈશકઝાદે’માં પરિણીતી ચોપરા સાથે  ફર્સ્ટ દેબ્યું કરે છે. ‘ઈશકઝાદે’થી ‘કી એન્ડ કા’ સુધીની અર્જુનની ફિલ્મી સફર સારી રહી છે.  ફિલ્મ દિગ્દર્શનની જગ્યાએ યુવક બની જાય છે ફિલ્મ હીરો.  જી હા, હીરો બીજો કોઈ નહિ પણ નિર્માતા નિર્દેશક બોની કપૂર સગો અને અભિનેત્રી શ્રીદેવી કપૂરનો સાવકો દીકરો અર્જુન કપૂર છે. બોની અને તેની પ્રથમ પત્ની મોના કપૂરના છુટા પડ્યા બાદ અર્જુને પોતાની માતા અને બહેનને સાંભળ્યા હતા. જીવલેણ બીમારી કેન્સર બાદ મોના કપુરનું અવસાન થતા નાની બહેન  અંશુલાનું ધ્યાન પણ અર્જુન રાખી રહ્યો છે. અર્જુને તેની સાવકી માતા શ્રીદેવીને સ્વીકારી નથી એ હકીકત છે. અર્જુને ન્યૂઝ ઓનલાઈન સાથે વાતચીત દરમ્યાન પણ આર્ટીસ્ટ શ્રીદેવીજી કહ્યું, પણ તે શ્રીને મોમ કહેતા ખચકાતો હતો.  

      અર્જુન ફિલ્મો ને લીધે નહિ પણ તેની પ્રેમિકાઓના લાંબા લીસ્ટને કારણે વધુ વગોવાયો છે. પહેલા સલમાન ખાનની દત્તક બહેન અર્પિતા ખાન શર્મા સાથે તે ડેટ કરતો હતો. ત્યાર બાદ તેનું નામ શોર્ટ ગનની દીકરી સોનાક્ષી સિન્હા સાથે જોડાયું હતું. સોનાક્ષી સાથે તે છાનો માનો મીડિયાથી દુર રહી પ્રેમાલાપ કરતો હતો. સોનાક્ષી બાદ સલમાન ખાનની ભાભી મલાયકા અરોરા ખાન સાથે અર્જુનનું નામ જોડાયું છે. કહેવાય છે કે, મલાયકા અને અરબાઝના છુટા છેડાનું કારણ  અર્જુન કપૂર છે. આ બાબતે અર્જુને ચુપ્પી સાધી છે. હાલમાં દિગ્દર્શક આર.બાલ્કીની ફિલ્મ ‘કી એન્ડ કા’માં કરીના કપૂર સાથે ફિલ્મના પ્રમોશનમાંથી સમય કાઢી અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી આથીયા સાથે પિતરાઈ બહેન સોનમ કપૂરના એક્સ બોય ફ્રેન્ડ પુનીત મલ્હોત્રાની પાર્ટીમાં તે જોવા મળ્યો હતો. સોનમ અને પુનીત એકબીજાને ડેટ કરતા હતા.

 અર્જુન કપૂર એક વાર ફરી પોતાનાં અફેર્સને લઈને ચર્ચામાં છે, વખતે તે સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી સાથે ડેટિંગ કરવાના સમાચારમાં ચમક્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ અર્જુન અને અથિયા હાલમાં એક સાથે પુનિત મલહોત્રાની પાર્ટીમાં પહોંચ્યાં, પરંતુ મીડિયા કેમેરાની સામે આવવાનો ઇનકાર કરી દીધો, જોકે આ પાર્ટીમાં અર્જુનની એક્સ ગર્લફ્રેન્ડ સોનાક્ષી સિંહા જોવા મળી, પરંતુ તે આ બંનેને નજરઅંદાજ કરતી જોવા મળી હતી. ફિલ્મ 'તેવર'થી બંને વચ્ચે અંતર ઘટયું હતું. આ પાર્ટીનો એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે, જોકે અર્જુન અને અથિયા કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં નથી, પરંતુ બંનેના ઘણા કોમન ફ્રેન્ડ્સ છે જેને કારણે બંને પાર્ટીમાં એકસાથે જોવા મળે છે. જ્યારે સોનમ કપૂરના એક્સ બોય ફ્રેન્ડ પુનિત મલહોત્રા બંનેના દોસ્ત છે.

 

 

હાઉસ હસબન્ડ બનવા માટે કેમ તૈયાર નહોતો?

અર્જુને : આર.બાલ્કીએ જયારે પટકથાનું નરેશન કર્યું ત્યારે મને થોડું રીક્સ લાગ્યું કે, પબ્લિક મને રસોડામાં કામ કરતા અને બૈરીના પગ દબાવતા ભારતીય પતિના પાત્ર તરીકે સ્વીકારશે? એક્શન ફિલ્મો કરીને કંટાળ્યો હતો. રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરવી હતી અને આર.બાલ્કીજીની ઓફર આવી અને હા પાડી.

 

૧) ન્યુઝ ઓનલાઈન : ફિલ્મમાં યો યો હની સિંહનું ગીત છે?

અર્જુન : હા, તમને નવાઈ લાગે કે યો.યો હની સિહ અને ઇલિયા રાજા , પ્રીતમ અને મિત બ્રધર્સને ભેગા કર્યા છે. હા  એક્સ્પરીમેન્ટ કર્યું છે.  યો.યો હની સિહ અને ઇલિયા રાજાનું કોમ્બીનેશન અહી જોવા મળશે.

૨) હાઉસ હસબંડ તરીકે ટ્રેનીગ કેવી રહી ?

અર્જુન : આમલેટ બનાવતા શીખી ગયો . પરાઠાનો લોટ બાંધતા શીખી ગયો. શાકભાજી સમારતાં શીખી ગયો. ઘરમાં આજ સુધી રેડી મેડ જમવાનું મળ્યું હતું. જાતે જાતે બનાવેલ પરાઠો આરોગવાની મજા પડી. વેલણ અને કઢાઈ સાથે કામ લેતા શીખી ગયો છું.

૩ )ડો. સ્વરૂપ સંપટ રાવલ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ?

અર્જુન : સેટ ઉપર પહેલી વાર મળ્યા ત્યારે લાગ્યું નહિ કે, ફર્સ્ટ ટાઈમ કોઈ સીનીયર આર્ટીસ્ટ સાથે કામ કરી રહ્યો છું. લાંબા સમયથી ફિલ્મ અને ટેલીવિઝનથી તેઓ દુર હતા. તેમની અભિનય કળા લાજવાબ છે. બેબો અને મને સેટ ઉપર એમની સાથે મજા આવી હતી.

) બેબો કહે છે કે સેફુંને છોડી તારી સાથે લગ્ન કરવા તૈયાર છે?

અર્જુન : ટીખળના સ્વરમાં હસતા હસતા ...તૈયાર બધા છે, પણ લગ્ન કરવા આગળ કોઈ કેમ આવતું નથી. બેબો તૈયાર છે એમ ને ..ચાલો આ જે.ડબ.લ્યું મેરિયેટના બેન્કવેટમાં હું લગ્ન કરવા તૈયાર છું. ચાલો નીચે બેન્કવેટ છે ..મારે કોઈ ટેન્શન નથી..છોકરી ક્યાં છે? આ મેલા ઘેલા કપડામાં હું લગ્ન કરવા તૈયાર છું. લગ્નનો ખર્ચ નિર્માતા અનીલ નાયડુ અને રાકેશ ઝુનઝુનવાલા ઉપાડશે.

૫) લગ્ન કયારે કરીશ ?

અર્જુન : હાલમાં લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. મારા મતે જયારે તમને સંતાન મેળવવાની લાલસા હોય, ત્યારે લગ્ન કરવા જોઈએ. જયારે સંતાનની જરૂર પડશે, ત્યારે લગ્ન કરીશ. મારો અંગત મત છે.

૬) ખતરો કે ખેલાડી સીઝન ટુ માટે ફરી જોવા મળીશ ?

અર્જુન : એક સીઝન માં હોસ્ટ કરી કંટાળ્યો છું. નોન ફિક્શન રીયાલીટી શો હોસ્ટ કરી બોર ફિલ કરી રહ્યો છું. હાલમાં ફરી એક વાર કામ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

૭ ) હાફ ગર્લફ્રેન્ડ માટે કઈક કહેવું છે?

અર્જુન : ભોજપુરી શીખ્યો છું. બિહારી એસેન્ટ સાથે હિન્દી બોલીશ. માધવ ઝા નામના બિહારી યુવકની ભૂમિકા ભજવી રહ્યો છું. પ્રેમમાં પડેલ વ્યક્તિ અશક્ય બાબતને શક્ય બનાવે છે, આ ફિલ્મમાં જોવા મળશે. ચેતન ભગતની નોવેલ આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે પહેલી વાર કામ કરી રહ્યો છું. આશા છે કે ‘કી એન્ડ કા’ અને ‘હાફ ગર્લ ફ્રેન્ડ’ પણ ‘ટુ સ્ટેટ્સ’ની જેમ બોક્સ ઓફીસ ઉપર સફળ રહે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close