Film Maker

ટોનીને યાદ આવે છે,' નવરંગપુરા'

માણેકચોકની પાવ ભાજી

ફિલ્મ 'અઝર' ના દિગ્દર્શક ટોની ડિસોઝા સાથે. મૂળ અમદાવાદના નવરંગપુરા વાસી. ફિલ્મ અભિનેતા આમીર ખાનના પિતરાઈ ભાઈ મન્સુર ખાન (ફિલ્મ 'કયામત સે લેકર કયામત તક' , 'જો જીતા વહી સિકંદર', ) ના આસિસ્ટન્ટ ડીરેકટર તરીકે કામ કરનાર ટોની ડિસોઝાએ અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'બ્લુ'નું દિગ્દર્શન કર્યું હતું.
ન્યુઝ ઓનલાઈન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનના જીવનમાં તમામ રંગોને રૂપેરી પરદે મારે ઉતારવા હતા. કોમર્શીયલ ફિલ્મોની ઓડીયન્સને ધ્યાનમાં લઇ ડાયલોગ્સ અને સ્ક્રીન પ્લેમાં પણ ઘણી મહેનત કરી છે. ઇમરાન હાશ્મીની ઓન સ્ક્રીન સીરીયલ કિસર તરીકેની ઈમેજ છે. ઈમરાને પોતાની ઈમેજથી અલગ ક્રિકેટરના કિરદારને નિભાવ્યો છે. બોલિંગ અને બેટિંગ કરવાની ટેકનીકલ સ્કીલનો અભ્યાસ કર્યો છે. પત્ની અને સુપર સ્ટાર સલમાન ખાનની એક્સ ગર્લ ફ્રેન્ડ, ફિલ્મ એક્ટ્રેસ માશુકા વચ્ચે અટવાયેલો શખ્સ , મેચ ફિક્સિંગ મુદ્દે દેશવાસીઓની નફરત ,દેશદ્રોહી હોવાનો કલંક, કાનૂની દાવપેચ
તમામ શેડ્સને મારી સ્ક્રિપ્ટમાં આવરી લીધા છે. હું મારી ફિલ્મની પ્રશંષા નહિ કરું, ઓડીયન્સ રાજા છે. મારે માટે મારી ઓડીયન્સને મનોરંજન મળવું જોઈએ.

૧) ન્યુઝ ઓનલાઈન : અમદાવાદ યાદ આવે છે

ટોની ડિસોઝા : નવરંગપુરા યાદ આવે , મારું ઘર છે ત્યાં. હોમ ટાઉનને ક્યાંથી ભૂલી શકાય ? માણેક ચોકની પાવ ભાજી પણ યાદ આવે છે.

૨) 'ઓયે ઓયે...ઓયે ..ઓયે .. ઓવા ' સંગીતા બીજલાણીની સફળ ફિલ્મ 'ત્રિદેવ'ના ગીતના મુખડાનો ઉપયોગ ફિલ્મના ટ્રેલરમાં કરવામાં આવ્યો છે.

ટોની ડિસોઝા : હા, ૯૦ના દાયકામાં સંગીતકાર વીજુ શાહના સફળ સંગીતકાર તરીકેની ફિલ્મ 'ત્રિદેવ'. વીજુ શાહના કમ્પોઝ કરેલ ગીતો સફળ રહ્યા હતા. ફિલ્મને બોક્સ ઓફીસ ઉપર સફળતા મળી હતી. ૯૦ના દાયકામાં સલમાન ખાન ની એક્સ ગર્લ ફ્રેન્ડ સંગીતા બિજલાણીને નવા નવા ફિલ્મ પ્રોજેક્ટ મળી રહ્યા હતા. પેજ થ્રી ઉપર છવાયેલી હતી.. સ્ટારથી છેડો ફાડી ક્રિકેટરની માશુકા બનવું..સંબધોના ઉતાર ચઢાવ ફિલ્મમાં વણી લેવામાં આવ્યા છે.

૩) ન્યુઝ ઓનલાઈન : અભિનેત્રી અને સલમાન ખાનની એક્સ ગર્લ ફ્રેન્ડ સંગીતા બિજલાણીની ભૂમિકા માટે નરગીસ ફખરીની પસંદગીનું કારણ?

 ટોની ડિસુઝા : નરગીસની ફિલ્મ 'રોક સ્ટાર' જોઈ હતી. એટલે મને લાગ્યું કે નરગીસમાં સ્ટાર અપીલ છે. સંગીતા બિજલાણીની ભૂમિકા માટે નરગીસ એક દમ ફીટ છે.  નરગીસ હિન્દી એટલું સારું બોલી શકતી નથી. હિન્દી સંવાદો બોલવામાં એને તકલીફ પડતી હતી. હાલમાં હિન્દી ટ્યુટર પાસે હિન્દી શીખી રહી છે. નરગીસ અભિનયની બારીકાઇ જાણે છે. અભિનેત્રી પ્રાચી દેસાઈએ અઝરભાઈની પ્રથમ પત્ની સાથે મુલાકાત કરી હતી અને અઝરભાઈના લગ્ન સંબધ અને અંગત જીવનમાં આવેલ ઝંઝાવાત વિશે જાણી ભૂમિકાને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.

ઓન સ્ક્રીન 'અઝહર' દર્શકોને રીઝવે છે કે નહિ એ તો  આવનારો સમય જ કહેશે.Cricket Score

WhatsApp Registraltion

Close