'સુલતાન' અને 'ફેન' માનવતાના મુલ્યો ભૂલી ગયા?

બીઈગ હ્યુમન બનવાનું કેમ ભૂલી ગયો સુલતાન?

‘ફેન’ તેના અંતિમ શ્વાસ લેતા ફેનને અવગણી રહ્યો છે

બજરંગી ભાઈજાન અને ફેન એટલા વ્યસ્ત થઇ ગયા

 કે મૃત્યુ તરફ ભણી રહેલ એક નાનકડી બાળકીને મળવાનો સમય નથી

 

કાંદીવલી (વેસ્ટ )માં  રહેતા પત્રકાર  મિસીસ મેહતાની  એક નાની બાળકી. “ટે સેક્સ” નામના જીવલેણ રોગ સામે બાથ ભીડી રહી છે. આ બીમારીના ભારતમાં ગણ્યા ગાઠયા પેશન્ટ માત્ર ૧-૨ છે અને એક દર્દી હાલ બ્રિટનમાં છે. બાળકોને થઇ રહેલ આ બીમારીનું ૧૦૦ ટકા નિદાન શક્ય નથી. બાળક ધીરે ધીરે મૃત્યુ ભણી આગળ ધપે છે. આ બીમારીમાં શરીરના અંગો અને અન્ય અવયવ ધીરે ધીરે કામ કરતા બંધ થઇ જાય છે.

બાળકી કેટલા કલાક , કેટલા મહિના કે કેટલા વર્ષ જીવશે ? કઈ કહી શકાય નહિ? બાળકી ને બચાવવા માટે તેની પત્રકાર માતાએ જર્નાલીઝમ કરિયરને તિલાંજલિ આપી દીધી. મિડલ કલાસ પત્રકાર માતાએ તમામ પુંજી દીકરીની સારવાર હેઠળ ખર્ચ કરી નાખી છે.

મિસીસ મહેતાની  જિંદગીનું લક્ષ્ય રહ્યું છે, ફક્ત બાળકી સારવાર દ્વારા ફરી સ્વસ્થ થાય અને ઘરના પ્રાંગણમાં મારી ઢીગલી અન્ય બાળકો જેવું નોર્મલ જીવન માણે. બાળકીના આ જીવલેણ રોગની સારવાર માટે તબીબોનું કહેવું છે કે ૧૦૦ ટકા રોગ માંથી મુક્તિ શક્ય નથી. બાળકી પથારીમાં બાળકી એક શબની જેમ પડી છે અને મૃત્યુ સામેની જંગમાં ફાઈટ આપી રહી છે. બાળકીની માતા મીસીસ મહેતા પણ આવી વિકટ પરિસ્થિતમાં ભાંગી પડવાને બદલે, હિમ્મતથી વાસ્તવિકતાને સ્વીકારી દીકરીના મોક્ષ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

નાનકડી બાળકી જયારે ૩-૪ વર્ષની હતી ત્યારે સલમાન અને શાહરૂખના ગીતો ઉપર ડાન્સ કરી અને મસ્તીમાં ઝૂમતી હતી. રડતી હોય ત્યારે સલમાન કે શાહરૂખના ગીતો વાગે એટલે ખુશીથી ગીતો ઉપર થીરકવા માંડતી હતી. માસુમ બાળકીને  ક્યાં ખબર હતી કે જે સ્ટારના ગીતો ઉપર થીરકી રહી છે, એ સ્ટાર તેની અંતિમ ક્ષણોમાં દરકિનાર કરશે. હાં, મોટા ગજાના સ્ટાર હોય તો તેમનું અતિ વ્યસ્ત શીડ્યુલ હોય છે. તેઓ પોતાના કુટુંબના સભ્યોને સમય આપી શકતા નથી. કેટલાય ઓફીશીયલ કમીટમેન્ટ હોય, એન્ડોર્સમેન્ટ કે અન્ય અસાઇમેન્ટ  હોય સમજી શકાય છે. પણ પાર્ટીમાં એક દિવસ નહિ મહાલો અને ફક્ત કોઈ બીમાર વ્યક્તિને ૧૫ મિનીટ આપો, એમાં ક્યાં તમારા મહેલના મિનારાની ઈટ ખરી પડવાની છે?

બિમાર  બાળકીની માતાની ઈચ્છા હતી કે દીકરીની અંતિમ ક્ષણોમાં એના ચહેરા ઉપર સ્મિત આવે એવી યાદગાર ગીફ્ટ મળે. કાયમ માટે બંધ થતી આંખો પોતાના માનીતા સ્ટારને જોઈ બંધ થાય.

  ન્યુઝ ઓનલાઈને સલમાન ખાનની મેનેજર હિરલનો સંપર્ક કર્યો અને વોસ અપ ઉપર બીમાર બાળકીની બીમારી અને નાજુક હાલત વિશે તમામ માહિતી આપી ફોટા સહીત પણ સામે નો રિસ્પોન્સ. શાહરૂખની પી.આર મેનેજર ટીમને અંતિમ શ્વાસ લઇ રહેલ બીમાર બાળકી માટે ન્યુઝ ઓનલાઈને છેલ્લા ૩-૪ મહિનાથી  ઘણી ભલામણ કરી કે ફક્ત એક.આર.કે મૃત્યુના મુખમાં જઈ રહેલ બાળકીને ૧૫ મિનીટ આપી શકે તો? પી.આર ટીમ દ્વારા ફક્ત વાયદાના ઉપહાર મળ્યા. વાયદા અને ફક્ત વાયદા. આજે શાહ સર દુબઈ છે. કાલે ગોવા જઈ રહ્યા છે. રઈસના શુટિંગમાં બીઝી છે, મહેબુબ સ્ટુડીયોમાં સની લીયોની સાથે આઈટમ ગીતના શૂટમાં વ્યસ્ત છે.

સલમાન ખાન ઓન સ્ક્રીન ‘બજરંગી ભાઈજાન’ બની નાનકડી મુન્નીને પાકિસ્તાન મૂકી આવે છે, પણ કાંદીવલીની અંતિમ શ્વાસ લઇ રહેલ માસુમ  મુન્ની માટે સમય નથી. સવાલ અહી એ ઉભો થાય છે કે, તમે ઘેર ભવ્ય પાર્ટીનું આયોજન કરો છો, ત્યાં આખા ગામના આર્ટીસ્ટ અને કોર્પોરેટ્સ નિમંત્રણ આપો છો . તમારા અતિ વ્યસ્ત શેડ્યુલમાં  ફાર્મ હાઉસ ઉપર નિત નવી ગર્લફ્રેન્ડ સાથે રતી ક્રીડા માટે સમય ફાળવી શકો છો. હા, પણ કોઈ મરતી બાળકી માટે તમારા પી.આર મેનેજર અતિ વ્યસ્ત શેડ્યુલનું બહાનું બતાવે છે, એ કેટલુ વ્યાજબી છે.

સલમાન બીઈગ હ્યુમન એનજીઓ ચલાવે કે સ્ટોર ચલાવે? કેન્સર પેશન્ટ માટે દાન આપે એવા પી.આર ફોટા અવાર નવાર વર્તમાન પત્રોમાં આવતા હોય છે. અહી ફિલ્મ સ્ટાર વિશે નકારાત્મક ટીપ્પણીની વાત નથી, પરંતુ એમના ઉદ્ધત મેનેજર અને છીછરી કક્ષાની  વર્તણુક ધરાવતા પી.આર મેનેજરોએ પોતાનો અભિગમ બદલાવાની જરૂર છે. ફિલ્મ અભિનેતા કે અભિનેત્રી સમાજ માટે કઈક યોગદાન આપવા તત્પર રહેતા હોય છે, ક્યારેક ફિલ્મ સ્ટાર કેન્સર કે એઇડ્સના પેશન્ટ માટે પણ કેમ્પીયાનમાં ભાગ લેતા હોય છે. અમુક સંજોગોમાં  ઓફ સ્ક્રીન તદ્દન ઉલટું ચિત્ર જોવા મળતું હોય છે. કેટલાય આર્ટીસ્ટ માનવતા અને સમાજ માટે સંવેદનના આવરણ હેઠળ પી.આર કરાવતા હોય છે, પણ માનવીય સંવેદના શૂન્ય હોય છે. તાજેતરમાં બાળકીના કેસમાં જોવા મળ્યું છે.

પણ મોટા સ્ટારના ઉદ્ધત અને મુર્ખ પી.આર મેનેજરોએ સમજવાની જરૂર છે કે, બજરંગી ભાઈજાન સુલતાન કે કિંગ ખાન શાહરૂખ ‘ફેન’ થકી જ તેમનું અસ્તિત્વ છે. મીડિયા અને પ્રેક્ષકો તેમને દરકિનાર કરવાનું શરુ કરશે, તો પડતીના દિવસ શરુ થતા વાર નહિ લાગે..દર શુકવારે બોક્સ ઓફીસ ઉપર  અહી નિયતિના ચક્ર બદલાતા હોય છે.

 ઘણી વાર ફિલ્મ સ્ટાર પણ તેમના પી.આર મેનેજરોના ઉદ્ધત વર્તણુકથી અજાણ હોય છે. એમને ખબર નથી હોતી કે, સ્ટારના નામ હેઠળ આ પી.આર મેનેજર મોટા ભા બનીને ફરતા હોય છે. ફિલ્મ રીલીઝ થવાની હોય, ત્યારે મીડિયા સામે ઘુટણમાં પડી અને  હાથ હલાવતા આવતા હોય છે. ફિલ્મ સ્ટારના પી.આર મેનેજર ફિલ્મ રીલીઝ થવાની હોય ત્યારે  ગરજના સોદામાં હરહમેશ આગળ હોય છે.

‘ચા કરતા કીટલી ગરમ’ એમ આર્ટીસ્ટના મેનેજરોના ખોખલા એટીટ્યુડ , ઉદ્ધત વર્તન મીડિયા અને ફેન્સ  સાથે કેટલુ વ્યાજબી છે? બજરંગી ભાઈજાન અને એસ.આર.કેના મેનેજરોના ઉદ્ધત અમાનવીય વર્તન સામે તમે સંમત છો કે નહિ તમારા પ્રતિભાવ અમને મોકલાવો. જે ફેન્સ મલ્ટીપ્લેક્ષમાં ૫૦૦ રૂપિયાની ટીકીટ ખર્ચી ફિલ્મો જોતો હોય, જેના થકી સ્ટાર ડમ અને પ્રસિદ્ધિ મળતી હોય એવા મીડિયા અને ‘ફેન્સ’ ને દરકિનાર કરવું કેટલી હદે વ્યાજબી છે? આ નાનકડી બીમાર બાળકીની માતા મિસિસ મહેતા સાથે તમારે સંપર્ક કરવો હોય તો તેમનો નંબર આપી રહ્યા છે. બાળકીને આ બીમારી સાથે ઝઝૂમવાની ઈશ્વર તાકાત આપે એવી પ્રાર્થના.

પત્રકારો પણ પી.આર નહિ, પણ જનતાના પ્રતિનિધિ બની અને  ફિલ્મ સ્ટારને, એમની સમાજ પ્રત્યેની જવાબદારી પ્રત્યે જાગૃત કરી ને આંખો ઉઘાડે તો બહુ છે? જર્નાલીઝમ એકસેલન્સ અવોર્ડસ  મેળવવા કરતા માનવતા લક્ષી  પત્રકારત્વના મુલ્યો  ભૂલવા જોઈએ નહિ.

વાંચકોને વિનંતી કે ટ્વીટર અને ફેસબુકના માધ્યમથી ન્યુઝ ઓનલાઈનના માનવતા લક્ષી 'ફેન'અભિયાન હેઠળ પોતાની પ્રતિક્રિયા આપે કે સુપર સ્ટાર અને તેમના પી.આર મેનેજરનું આવું અયોગ્ય વલણ કેટલું વ્યાજબી છે.

બીમાર બાળકીની માતાનો સંપર્ક કરવો હોય તો

મિસિસ મહેતા

09820006625

Cricket Score

WhatsApp Registraltion

Close