એશ્વર્યા રાય ગ્લોબલ ઇન્ડિયન આઇકોન અને ફેશન આઇકોન ઘોષિત

બચ્ચન વહુ એશની ઝોળીમાં બે પુરસ્કાર 
 ગ્લોબલ ઇન્ડિયન આઇકોન અને ફેશન આઇકોન ઘોષિત 


સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની વહુ રાણી એશ્વર્યા રાય બચ્ચનને બગાસું ખાતા મોઢામાં પતાશું પડ્યું છે.  બચ્ચન પરિવારની વહુ અને ભૂતપૂર્વ વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાનો જાદુ આજે પણ છવાયેલો છે. કામણગારી એશને ખાનગી ચેનલ ટાઈમ્સ નાઉ -આઈ.સી.આઈ.સી બેંક એન.આર.આઈ પુરસ્કાર અને હેલો ફેમ પુરસ્કાર દ્વારા ગ્લોબલ ઇન્ડિયન આઇકોન અને ગ્લેમર આઇકોન પુરસ્કાર દ્વારા નવાજવામાં આવી હતી. આજે વિશ્વમાં સૌથી વધુ ગ્લેમરસ ભારતીય મહિલાઓમાં જેમની ગણના થાય છે, એ તમામ મહિલાઓમાં એશ્વર્યા રાયએ પોતાનું મજબુત સ્થાન બનાવી લીધું છે. લટકામાં એશ્વર્યાને મોસ્ટ વેલ ડ્રેસ પર્સનાલીટી નો ટેગ પણ મીડિયા દ્વારા આપવામાં આવ્યો હતો. એશ્વર્યાના ચાહકોને તેની આગામી ફિલ્મ 'સરબજીત'ની પ્રતીક્ષા છે. આ ફિલ્મમાં સરબજીતની બહેન દલબીર કૌરની ભૂમિકા એશ્વર્યા ભજવી રહી છે. આ સિવાય તેની આગામી ફિલ્મ 
કરન જોહર દિગ્દર્શિત ફિલ્મ ' એ દિલ હે મુશ્કિલ' માં પાકિસ્તાની હાર્ટ થ્રોબ ફવાદ ખાન, રણબીર કપૂર અને અનુષ્કા શર્મા સાથે કામ કરી રહી છે.     

Cricket Score

WhatsApp Registraltion

Close