"રેઇન કોટ" બાદ એશ્વર્યા ફરી નોખા અંદાજમાં

"સરબજીત"માં એશ્વર્યાનો હટકે અવતાર 

ફિલ્મ દિગ્દર્શક મણી રત્નમની તામિલ ફિલ્મ 'ઈરૂવર'થી રૂપેરી પરદે  આગમન કરનાર ભૂતપૂર્વ વિશ્વ સુંદરી એશ્વર્યાએ સંજય લીલા ભણસાલી, સુભાષ ઘાઈ, આદિત્ય ચોપડા, આશુતોષ ગોવારીકર, જે.પી દત્તા,  રીતુ પર્ણો ઘોષ, સંજય ગુપ્તા , મહિલા દિગ્દર્શક ગુરીન્દર ચઢાં સહીત અનેક જાણીતા ફિલ્મ મેકર સાથે કામ કર્યું છે. રાહુલ રવેલ દિગ્દર્શિત ફિલ્મ ' ઓર પ્યાર હો ગયા' બોક્સ ઓફીસ ઉપર પીટાઈ ગઈ હતી. આર.કે બેનરની ફિલ્મ અને રિશી કપૂર દિગ્દર્શિત ફિલ્મ 'આ અબ લોટ ચલે' અને સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'ની સફળતાએ એશ્વર્યા રાયને બોલીવુડમાં પોતાનું સ્થાન મજબુત કરવામાં સફળતા મળી હતી. સુજોય ઘોષની ફિલ્મમાં પણ એશ કામ કરી રહી છે.

        સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની વહુરાણી અને અભિનેતા અભિષેક બચ્ચનની પત્ની  અને બેબી આરાધ્યાની મોમ   5 વર્ષના વિરામ બાદ  સંજય ગુપ્તાની ફિલ્મ 'જઝબા' દ્વારા રૂપેરી પરદે કમબેક કર્યું ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર પીટાઈ ગઈ. હાલમાં એશ્વર્યાની આગામી ફિલ્મ 'સરબજીત' અને 'એ દિલ હે મુશ્કિલ' કાગડોળે દર્શકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં ઉમંગ કુમારની ફિલ્મ 'સરબજીત' માટે એશ્વર્યા રોમાંચિત અને ઉત્સાહિત છે.  અજય દેવગણ સાથે 
 દિગ્દર્શક રીતુ પર્ણો ઘોષની ફિલ્મ 'રેઇનકોટ'માં એશ્વર્યાએ ઝીરો મેક અપ લુક રાખ્યો હતો. ફિલ્મ 'રેઇનકોટ' બાદ બીજી ફિલ્મ 'સરબજીત' હશે જેમાં એશ્વર્યા  મેક અપ વિના જોવા મળશે  ઈરફાન ખાન સાથે ફિલ્મ 'જઝબા'માં મહિલા વકીલની ભૂમિકા ભજવ્યા બાદ ફિલ્મ 'સરબજીત'માં સરબજીતની બહેન દલબીર કૌરની ભૂમિકા ભજવતી જોવા મળશે એશ્વર્યા રાયને દલબીર કૌરની ભૂમિકામાં ઢાળવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક ઓમંગ કુમારે ઘણી મહેનત કરી છે. દિગ્દર્શક ઓમંગ કુમારના મતે વાઘા બોર્ડર અને ઇન્ડિયા ગેટ સ્થિત એશના પ્રશંષકો તેને વિના મેક ઓળખી શક્યા નહોતા ફિલ્મ 'સરબજીત' માં દલજીત કૌર નામની ચુલબુલી છોકરીની રંગીન જિંદગી કેવી રીતે રંગ વિહીન સંજોગોને લીધે બની જાય છે એ જોવા મળશે.  

Cricket Score

WhatsApp Registraltion

Close