રોક સ્ટાર ટોમી સિહ ઉર્ફ શાહિદનો હટકે લુક

ફિલ્મ દિગ્દર્શક અભિષેક ચૌબેની ફિલ્મ 'ઉડતા પંજાબ' નો પહેલો લુક બહાર પડ્યો છે. અત્યારથી ફિલ્મની ચર્ચા શરુ થઇ ગઈ છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર પંજાબી રોક સ્ટાર ટોમી સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે. છેલ્લા એક દસકથી પંજાબી ગીતોનું ચલણ બોલીવુડમાં વધ્યું છે. પંજાબી રોકસ્ટારની ભૂમિકાને ન્યાય આપવા માટે શાહિદ કપૂરે બોડી લેન્ગવેજ, પહેરવેશ ઉપર આકરી મહેનત કરી છે. શાહિદ ફિલ્મમાં પંજાબી ગીતો ગાતો અને પંજાબી બોલી બોલતો જોવા મળશે  ફિલ્મમાં શાહિદ સાથે તેની એક્સ ગર્લ ફ્રેન્ડ કરીના કપૂર પણ કામ કરી રહી છે. અન્ય કલાકારોમાં આલિયા ભટ્ટ , દલજીત દોશાંજ જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં મનોરંજન સાથે નશાના બંધાણી બનતા યુવાનોની કથા પણ આવરી લેવામાં આવી છે. ફિલ્મ આગામી 17 જુનના રોજ ભારત ભરમાં પ્રદર્શિત થઇ રહી છે. શાહિદ-કરીનાની ફિલ્મ 'જબ વી મેટ'વાળી કેમેસ્ટ્રી દર્શકોના મનમાં વસી છે, એટલે ફિલ્મ'ઉડતા પંજાબ' માં  દર્શકો શાહિદ-કરીનાને જોવા માટે ઉત્સુક છે.

Cricket Score

WhatsApp Registraltion

Close