ચરોતર બોય સાજીદની 'બાગી'ને લાગ્યું ગ્રહણચરોતર બોય અને ગુજરાતી મૂળના  ફિલ્મ નિર્માતા અને નિર્દેશક, અભિનેત્રી સ્વ. દિવ્ય ભારતીના પતિ સાજીદ નડિયાદવાળાની ફિલ્મને રજૂઆત પૂર્વે ગ્રહણ લાગી ગયું છે, એમ કહીએ તો ખોટું નહિ. ફિલ્મ દિગ્દર્શક શબ્બીર ખાન દિગ્દર્શિત ફિલ્મ  અને ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ 'બાગી' પ્રદર્શિત થાય, એ પહેલા જ વિવાદોમાં સપડાઈ ગઈ છે. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘બાગી’નું શૂટિંગ પુરૂં થયું છે. બોમ્બે હાઇકોર્ટમાં સિખ્યા એન્ટરટેઈનમેન્ટ અને બીજી બે કંપનીઓએ આ પ્રોજેક્ટ પર કેસ દાખલ કર્યો છે. હોલિવૂડ ફિલ્મ ‘ધ રેડ’ ની રીમેકના નિર્માણ અધિકાર સિખ્યા પાસે છે. ‘ધ રેડ’ અને ‘બાગી’માં ઘણી સમાનતાઓ છે. જવાબમાં નિર્માતા સાજીદ નડિયાદવાલાએ ફિલ્મની સ્ક્રિપ્ટ અને કોપી ન્યાયાલયમાં જમા કરાવી છે. પ્રસાર માધ્યમો સમક્ષ  ખુલાસો કરતા  ફિલ્મ દિગ્દર્શક શબ્બીર ખાને જણાવ્યું છે કે,'આવી એક્શન તો આપણે ડાય હાર્ડ સીરિઝના સમયથી જોતાં આવ્યાં છીએ. આ લોકોની ફિલ્મ (ધ રેડ) પૂરી આર્મી પર આધારિત છે. જ્યારે મારી ફિલ્મના થોડા દ્રશ્યો એવાં છે. આથી તેને કોપી ન કહેવાય. હવે કોઇ કોપી કરતું પણ નથી. નિર્માણ સંસ્થામાં નિયમ-કાનૂન જાણનાર લોકો કામ કરે છે.”
ફિલ્મ મેકર   શબ્બીરનું કહેવું છે કે અમે નિર્દોષ છીએ 
શબ્બીર ખાને જણાવ્યું કે,”પહેલા કોપી થતી હતી તો કોઇને ખબર પડતી ન હતી પરંતુ હવે એવું રહ્યું નથી હવે કોપી થાય તો બધાને ખબર પડે છે. અમે નિર્દોષ છીએ. સાજીદજીએ કહ્યું કે આ ફિલ્મકારોનું શોષણ છે. અમે મહેનત કરીને ફિલ્મ બનાવીએ છીએ અને સત્ય જાણ્યા વગર જ તેને નકલ કહી દે છે. અમે સમય સાથે અમારી વાત સાબિત કરીશું. કોઇ એક વ્યક્તિને લાગ્યું અને તેણે કોર્ટમાં કેસ કર્યો. પરંતુ  પ્રિન્ટ અને બ્રોડકાસ્ટ મીડિયામાં  શા માટે જણાવવામાં આવ્યું? જો તમે ઇમાનદાર હો તો તમારે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઇતી હતી. તેમનામાં કોઇ અપ્રમાણિકતા  છે એટલે જ તેઓ વિવાદનો મધપુડો  છેડી  રહ્યા છે.

શું શબ્બીરનો  પ્રમોશન સ્ટંટ છે? 
 જવાબમાં દિગ્દર્શક  શબ્બીરે પ્રસાર માધ્યમોને જણાવ્યું કે,”અમારી હાલત તો એવી છે કે મેચ હારી જાઓ તો લોકો કહે છે ફિક્સિંગ છે.” તેઓનું કહેવું છે કે, કેસ કરતા પહેલા કોઇએ તેમનો સંપર્ક કરીને ગેરમાન્યતા દૂર કરવાનો પ્રયાસ કર્યો ન હતો. તેમણે કહ્યું કે,”ન તો મને કોઇ ફોન આવ્યો કે ન મેસેજ. હું બે મહિનાથી મુંબઇમાં જ છું અને પોસ્ટ પ્રોડક્શન કરી રહ્યો છું. આ ઇન્ડસ્ટ્રી એટલી નાની છે કે સૌ કોઇ એકબીજાને ઓળખે છે. જો મારો સંપર્ક કર્યો હોત તો પૂરી ફિલ્મ બતાવી હોત અને ગેરસમજ ચોક્કસ દુર કરી હોત. 

Cricket Score

WhatsApp Registraltion

Close