'દે તાલી'ના હીરોએ ખોલ્યા ફિલ્મના સિક્રેટ્સ

1) તમારી ફિલ્મી કરિયરની શરૂઆત કઈ રીતે થઈ ?
-
વેલ, આઈ વીલ નોટ ગીવ યુ અ ટીપીકલ ફિલ્મી આન્સર લાઈક મારે એક્ટર નહોતું બનવું, મેં તો સ્વપ્ને પણ નહોતું વિચાર્યું, હું તો ડોક્ટર, એન્જીનિયર, પાઈલોટ બનવા માગતો હતો એન્ડ બ્લા બ્લા એન્ડ લોટ્સ ઓફ બ્લા ! ( હસી પડે છે.) સો, યેસ બોસ બાળપણથી અભિનયનો કિડો મારી અંદર સળવળતો હતો. મારે અભિનેતા જ બનવું હતું. એટલે હું ક્લીઅર હતો કે મારે શું કરવું છે.હા માત્ર કિસ્મતના દમ પર અભિનેતા બન્યો એવું નથી તો માત્ર મહેનતના દમ પર અભિનેતા બન્યો એવું પણ નથી. એક ઈચ્છા હતી પરદા પર કાંઈક અલગરીતે..ટોળાથી અલગરીતે પોતાને જોવાની. એ ઈચ્છા વારંવાર થતી રહે છે અને એ ઈચ્છા સંતોષવા કામ કરતો રહું છું. વડીલોના આશીર્વાદ, ગમતી વ્યક્તિનો સાથ અને મારી મહેનતની સાથોસાથ બહુ બધા લોકોની ગુડવીશ એન્ડ લૂક હીઅર આઈ એમ (સ્માઈલ). એક એક્ટર માટે બહું અગત્યનું હોય છે એની ડેબ્યુ ફિલ્મ. 2011 માં મિ. અવતારથી મારી કરિયરની શરૂઆત થઈ. કિરણ આચાર્ય મારા ફર્સ્ટ કો સ્ટાર અને ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીને પણ આ એકદમ ફ્રેશ, હટકે, ચાર્મિંગ એન્ડ અફકોર્સ દ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થીંગ્સ કે પરદા પર અપીલીંગ પર્ફોર્મન્સ આપતી જોડી. ( ફોન ચેક કરી સ્માઈલ સાથે કિરણ આચાર્ય સાથેનો મિ. અવતાર ફિલ્મનો ફોટોસ બતાવે છે). મિ. અવતારમાં અમારી જોડી લોકોને પસંદ આવી પણ સાથોસાથ મારા ફિઝીકની નોંધ લેવાઈ અને મને લોકોએ જે રીતે અપ્રિશિએટ કર્યો એ માટે આજે પણ બ્લેસ્ડ છું.

2)
આપે અત્યાર સુધી કેટલી ફિલ્મ કરી ?તમારા દિલની નજીક કઈ ફિલ્મ કહી શકાય ?
-
આમ તો અઘરો સવાલ છે આ ( ખડખડાટ હસી પડે છે)મિ. અવતાર, રેડ, એક શૂરવીર, અસમંજસ, 16 ફાઈટ અગેઈન્સ્ટ રેગિંગ સહિતની ઘણી ફિલ્મમાં કામ કર્યું. યેસ જોક અ પાર્ટ ઈટ્સ રીયલી ટફ કે કોઈ એક ફિલ્મનું હું નામ આપી શકું કેમકે એઝ એન એક્ટર મારી દરેક ફિલ્મ મારા માટે બહું જ સ્પેશિયલ હોય છે. દરેક ફિલ્મમાંથી હું નવું નવું કંઈકને કંઈક સતત શિખતો રહું છું. હું માનું છું કે જ્યારે એક અભિનેતા કે અભિનેત્રીને એવું લાગે કે હવે કશું શીખવાની જરૂર નથી...હું સર્વજ્ઞાતા છું એ તબક્કાથી એની અભિનય કારકીર્દીની પડતી શરૂ થઈ જાય છે. દરેક ફિલ્મ મારા માટે સ્પેશિયલ છે કેમકે મારી મર્યાદાઓની પૂર્તિ દરેક ફિલ્મે કરી છે. દરેક ફિલ્મ સાથે એક એક્ટર તરીકે મારો વિકાસ થયો છે.

3)
શા માટે દે તાલી ફિલ્મ પસંદ કરી ?
-
આ સવાલ મારો ફેવરીટ રહેશે લાઈફટાઈમ ( હસી પડે છે)  વેલ, મને પોતાને એક એક્ટકર તરીકે કોઈ એક ચોક્કસ જોનર, બેનર કે ઈમેજમાં બંધાઈ રહેવું નથી ગમતું. લોકોને એવું ન લાગવું જોઈએ કે સંજય મૌર્ય એટલે માત્ર અને માત્ર એક્શન થ્રિલર હિરો. મને બધી જ પ્રકારના રોલ કરવા છે જેથી કરીને મારા અભિનયને વધુ સારી ધાર નીકળશે. હું એવું દ્રઢપણે માનું છું કે એક્શન ફિલ્મ કરવી સહેલી છે પણ કોમેડી ફિલ્મ કરવી એ પડકાર છે. એક્શન ફિલ્મમાં તમારી પાસે બોડી શો ઓફનો અવકાશ રહેશે..ગ્રાફીક્સ અને કેમેરા સ્માર્ટનેસની સાથોસાથ સ્ટંટની પૂરી સ્પેસ હોય છે જ્યારે કોમેડી ફિલ્મમાં તમારા ચહેરા પર તમે જેટલા આપી શકો એટલા એક્સપ્રેશન અને ફોકસ ડિફોકસ કરતો કેમરો...તમારા અભિનય અને કેમેરાની વચ્ચે કોમેડી ફિલ્મમાં કોઈ બોડી ડબલ, સ્ટંટમેન, ગ્રાફીક્સ કે ગ્રીક ગોડ જેવી બોડી નથી આવતી. રાજપાલ યાદવ જેવો અભિનય જ્હોન અબ્રાહમ  કદાય કોમેડીમાં કમાલ ન બતાવી શકે. મારે આ ચેલેન્જ સ્વીકારવી હતી સો મને ઓફર થઈ કે તરત કશું પણ લાંબુ વિચાર્યા વિના મેં હા પાડી દીધી. બીજું ફિલ્મ સ્વીકારવાનું સૌથી મોટું કારણ ફિલ્મની વાર્તા છે. ફર્સ્ટ સીનથી લઈને લાસ્ટ સીન સુધી હું પેટ પકડીને હસતો રહ્યો છું. ઓનેસ્ટલી આજકાલ ફિલ્મ કોમેડી હોવી અને ફેમીલી એન્ટરટેઈનમેન્ટવાળી  હોવી એ કદાચ બે અલગ વાત થઈ ગઈ છે પણ આ ફિલ્મ ફુલ્લી ફેમીલી કોમેડી ફિલ્મ છે  સો આઈમ રીયલી એક્સાઈટેડ અબાઉટ દે તાલી. આ પહેલી ફિલ્મ છે જેમાં બોડી બતાવવાનો સ્કોપ નથી પણ અભિનય બતાવવાનો સ્કોપ છે.

4)
આ ફિલ્મ જ્યારે તમને મળી ત્યારે તમારા પહેલા રિએક્શન શું હતા  ?
મને જ્યારે આ રોલની ઓફર થઈ ત્યારે હું અચરજમાં પડી ગયો હતો કે મારી સાથે મજાક થઈ રહી છે કે આ વાસ્તવિકતા છે ? કેમકે મેં આજ સુધી ક્યારેય કોમેડી ફિલ્મ નહોતી કરી. પણ જ્યારે મને ખાત્રી થઈ કે કિરણે મને સાચ્ચે જ આ રોલ માટે પસંદ કર્યો છે ત્યારે મારી ખુશી બેવડાઈ ગઈ એ વાતે કે મને કોમેડી ફિલ્મ મળી અને બીજું કે કિરણને મારી પર એટલો વિશ્વાસ છે કે યેસ, સંજય કેન ડુ ઈટ ( થોડી શરમ સાથે સ્માઈલ)  એક અભિનેત્રી તરીકે મેં કિરણને બહું ઓબ્ઝર્વ કરી છે એ પોતાના કામને લઈને બહું સમર્પીત છે અને એમ છતા એણે મને આ ફિલ્મ ઓફર કરી તો કંઈક તો હશે મારામાં ( જોરજોરથી હસી પડે છે.) સો યેસ, આઈમ રીયલી હેપ્પી ટુ ગેટ ધીસ ઓપર્ચ્યુનીટી એન્ડ બી અ પાર્ટ ઓફ દે તાલ્લી

5)
દે તાલી ફિલ્મમાં તમારા કિરદાર વિશે જણાવો
-
અનધર ઈન્ટ્રસ્ટીંગ ક્વેશન. આ ફિલ્મમાં મુન્ના નામના એક એવા માણસનું કિરદાર નિભાવી રહ્યો છું જેનું સપનું દુબઈ જવાનું છે. મુન્ના પાસે બહું બધા સ્વપ્નાઓ છે. એને રાતોરાત માલામાલ થઈ જાઉં છે. મુન્નો હંમેશા પૈસા કમાવવાના શોર્ટકટ વિચારતો હોય છે. મુન્નાનો બેસ્ટ ફ્રેન્ડ છે બકો. મુન્ના પર જ્યારે જ્યારે કોઈ આફત આવે ત્યારે ત્યારે એ બધી મુશ્કેલીઓનો ટોપલો બકા પર ઠાલવી દેતો હોય છે. આખી ફિલ્મમાં બધાને બેવકુફ બનાવવાનું કામ મુન્નો કર્યા કરે છે. આ મારા ફેવરીટ કિરદારોમાંનું એક છે. આ રોલ મારા માટે ખરેખર બહું ટફ હતો. એમ કહીશ કે આ ફિલ્મમાં મને બોડી નહી અભિનય બતાવવાની તક મળી છે. 

6)
આ રોલ માટે તમારી કોઈ ખાસ પ્રિપેરેશન ?
-
દે તાલીની મજેદાર સ્ક્રીપ્ટ વાંચી પછી શૂટીંગ શરૂ થવામાં એક મહિનાનો સમય હતો. મારી પાસે એક મહિનો હતો પ્રિપેરેશન માટે. મુન્નાનું કેરેક્ટર ડેવલપ કરવા માટે મેં અક્ષય કુમારની ફિલ્મ હેરાફેરી જોવાનું નક્કી કર્યું. મેં આ ફિલ્મ 10 વાર જોઈ અને અક્ષય કુમારના કિરદારને નોટીસ કર્યો. મેં નક્કી કર્યું કે હું અક્ષય કુમારને કોપી નહીં કરું પણ મારી પોતાની અલગ સ્ટાઈલ ડેવલપ કરીશ. આપણા સૌની લાઈફમાં જો કે મુન્ના જેવા લોકો આવ્યા જ હોય છે. મેં સૌ નંગને યાદ કર્યા ( હસી પડે છે) હું માનું છું કે અભિનય માટે, એક્સપ્રેશન માટે આપણી આજુબાજુના સમાજમાંથી આપણને જેટલું મટીરીયલ મળે એટલું મટીરીયલ એક્ટીંગની કોઈ મહાશાળામાંથી નથી મળતું. સતત એક મહિના સુધી મેં મારા ઝીણામાં ઝીણા એક્સપ્રેશન પર કામ કર્યું. મને મારા એક્સપ્રેશન માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી. આખી આ પ્રોસેસ બહું જ બ્યુટિફૂલ અને યાદગાર રહી મારા માટે... આઈ ડોન્ટ નો અબાઉટ પ્રોડ્યુસર કે એના માટે આ પ્રોસેસ કેવી રહી હશે.....( ખડખડાટ હસી પડે છે )

7)
ફિલ્મનો એવો કયો પ્લસ પોઈન્ટ તમને લાગે છે કે જે દર્શકોને થીએટર સુધી ખેંચી લાવશે ?
-
પ્લસ પોઈન્ટ..... અનફોર્ચ્યુનેટલી આ ફિલ્મ માટે 'મારી બોડી અને કિરણ સાથેની કેમેસ્ટ્રી' એવો જવાબ નહીં આપી શકું ( ફની રોતલ ફેસ બનાવે છે અને હસી પડે છે) બટ યેસ, ઈટ્સ અવર ફોર્ચ્યુનેટ કે હું જવાબ આપીશ કે ફિલ્મનો એવો પ્લસ પોઈન્ટ કે જે દર્શકોને થીએટર સુધી ખેંચી લાવશે એ છે ફિલ્મની વાર્તા.યેસ, આ વખતે સ્ટોરી ઈઝ રીયલ હીરો ઈન ધીસ ફિલ્મ

8)
તમારો ડ્રીમ વિશે તમે કશું વિચાર્યું છે ?
-
એક જ છે મારો ડ્રીમ. ( બીગ સ્માઈલ આપે છે) એ ફિલ્મ પણ આવી રહી છે...ટૂંક સમયમાં. અત્યારે એના વિશે કશું કહેવું વહેલું કહેવાશે એટલે અત્યારે તો એટલું જ કહીશ કે સર, જસ્ટ વેઈટ એન્ડ વોચ

9)
તમારા આઈડિયલ કોણ છે ?
-
સબકા ભાઈજાન સલમાન ખાન. 

10)
શૂટીંગ સાથે જોડાયેલી ખાસ યાદ ?
-
સૌથી ટફ હતું આ ફિલ્મનું શૂટીંગ. કેમકે કોઈ શોટ્સ ઓકે થતો જ નહોતો. હા એટલે કોઈ ગેરસમજ ન કરતા...એક્ટર્સ નબળા હતા કે ડિરેક્ટર ક્લીઅર નહોતા એવું નહોતું પણ અહીં તો શોટ્સ એટલે ઓકે નહોતા થતા કે સેટ પર બધા હસાહસ કરતા હતા. બધા સીન એટલા ફની હતા કે શૂટ દરમિયાન બધા પેટ પકડીને હસ્યા જ કરતા હતા. માંડ માંડ શોટ ઓકે થવા જાય અને કોઈકને કોઈ હસી પડે. ખરેખર લાઈફટાઈમ આ મેમરીસ મને ફૂલગુલાબી રાખશે.

11)
ફિલ્મના રાઈટર કિશોર સચદેવ વિશે શું કહેશો ?
-
હી ઈઝ ધ હીરો. 500 જેટલા નાટક લખી ચુકેલા એ માણસ પાસે ગજબની સેન્સ ઓફ હ્યુમર છે. કિશોરજીએ દિલથી ફિલ્મ લખી છે. એક્ચ્યુઅલી એમણે એન્જોય કરી છે આ ફિલ્મ. આજકાલ કોમેડીના નામે જે કાંઈ વેચાઈ રહ્યું છે, લખાઈ રહ્યું છે એ બધા લોકોને કિશોરજીની કલમનો તકાજો છે. કિશોરજીએ સંપૂર્ણ પારિવારીક અને પ્યોર કોમેડી ફિલ્મ લખી છે. બે મિત્રોની વાતમાં એમણે કોમેડીની સાથોસાથ ઈમોશન્સ જે રીતે ડિઝાઈન કર્યા છે એ ખરેખર કાબીલે તારીફ છે.

12)
ફિલ્મના ડિરેક્ટર વિશે જણાવો
-
સુચકજીએ આ ફિલ્મને બહું સારી રીતે ડિરેક્ટ કરી છે. એક ડિરેક્ટ એક્ટર પાસે બેસ્ટ કામ ત્યારે જ કઢાવી શકે જ્યારે એ પોતે એક્સપ્રેશનને બહું સારી રીતે ડિટેઈલીંગ સાથે જાણતા હોય..એક રીતે જોવા જઈએ તો ઈનડાયરેક્ટ ફોર્મમાં એમ કહી શકાય કે ડિરેક્ટર પોતે એક ઈન્ટર્નલ એક્ટર હોવા જોઈએ. કોમેડી પર સુચકજીનો બહું સારો કમાન્ડ છે. આ ફિલ્મ એક હટકે કોમેડી ફિલ્મ છે. સેટ પર જોકે સૌથી વધુ દયાજનક પરિસ્થિતિ એમની રહેતી હતી કેમકે હું, કિરણ અને વનરાજ કેરેક્ટરમાં એટલી હદે ઓતપ્રોત હતા કે અમારા તોફાન બંધ જ નહોતા થતા એવા સમયે અમારી પાસે એમણે એક્ટિંગ કઢાવી એ પણ અમને નવાઈ લાગે એવી. બહું ટફ હોય છે કોમેડી ફિલ્મ ડિરેક્ટ કરવી કેમકે એક એખ એક્સપ્રેશન અગત્યના હોય છે. એક્શન રિએક્શનમાં એમણે બેસ્ટ કામ કરાવ્યું. સો હી ઈઝ રીયલ કપ્તાન.

13)
તમારા કો સ્ટાર વિશે જણાવો
-
વનરાજ. અમારી ફિલ્મનો બકો. વનરાજની એ ડેબ્યુ ફિલ્મ છે. શરૂશરૂમાં એ મારી અને કિરણની હાજરીથી થોડો અચકાતો હતો. અમને જ્યારે આ વાત ફિલ થઈ એટલે અમે કહ્યં કે બોસ, જસ્ટ ચીલ...આ કોમેડી ફિલ્મ છે...ફેમિલિ ડ્રામા નહીં...અને એ સાહેબ હસ્યા અને જુઓ હજુ હસે છે. વનરાજ બહું મહેનતું છે અની પાસે કોમેડી ટાઈમીંગ બહું સારું છે. ફિલ્મ જોશો એટલે આ વાત સારીરીતે સમજાશે
 
આ ફિલ્મમાં અમારા બીજા કો સ્ટાર છે કિરણ આચાર્ય...( એક લાંબી સ્માઈલ) વેલ, શું કહું કિરણ માટે ? કયારેક એવું થાય કે શબ્દો ઓછા પડે છે. એક એક્ટ્રેસ તરીકે તો નો વન ઈઝ બેટર ધેન કિરણ આચાર્ય. કિરણ કિરદારમાં નખશીખ ઓતપ્રોત થઈ શકે છે. કેમેરો ઓન થાય અને કિરણનો જાદુ સીનમાં છવાઈ જાય. આ ફિલ્મમાં એનું પાત્ર એટલું મજેદાર છે કે દર્શકોને લાઈફટાઈમ યાદ રહેશે. 
14)
નિર્માતા વિશે શું કહેશો 
કિરણ આચાર્ય અને સંજય હીરપરા બંનેના સંયુક્ત પ્રોડક્શનની આ પહેલી ફિલ્મ છે. હું ખરા અર્થમાં એમનો આભારી છું કે એમણે મને આ ફિલ્મ ઓફર કરી. એક એક્ટ્રેસ તરીકે કિરણ લાજવાબ છે એ તો સૌ જાણે છે પણ એક પ્રોડ્યુસર તરીકે એની સ્માર્ટનેસ અને કાબેલિયત આ ફિલ્મથી એસ્ટાબ્લીશ થશે. કિરણે કહેવા ખાતર જ પ્રોડ્યુસરનું લેબલ લીધું નથી... ફિલ્મની દરેક બાબતો...ઝીણામાં ઝીણી બાબતો પર એણે ધ્યાન આપ્યું છે. એક એક્ટ્રેસ તરીકે એણે અનેક ફિલ્મમાં કામ કર્યું છે તો અલગ અલગ ઘણા પ્રોડક્શન હાઉસનો એને અનુભવ થયો છે એટલે એને જે જે તકલીફોનો સામનો કર્યો છે એમાંની એક પણ તકલીફ અમને લોકોને ન થાય એનું પૂરું ધ્યાન રાખ્યું છે. જો ટીમને ખુશ રાખવામાં આવે તો કામ બેસ્ટ મળશે જ એવું કિરણનું માનવું છે અને એ વાત આ ફિલ્મ સાથે સાબિત થઈ છે. સંજય હીરપરાએ પણ નિર્માતા તરીકે ફિલ્મમાં કોઈ કચાશ નથી છોડી.

Cricket Score

WhatsApp Registraltion

Close