શિખર ધવન અને વિરાટ કોહલી છે સૌથી સ્ટાઈલીશ ખેલાડી – રોશેલ રાવ

મુંબઈ – બિગ બોસ-9માં લોકપ્રિય થયા પછી રોશેલ રાવ ફરી એક વાર ટીવી પર પાછી ફરી છે.આ વખતે તે બેવડી ભૂમિકામાં છે.તે આઈપીએલ એકસ્ટ્રા ઈનિંગ્સમાં જોવા મળી રહી છે.અને ટૂંક સમયમાં તે કોમેડી કરતી જોવા મળશે.આની પહેલા તે 2013માં એકસ્ટ્રા ઈનિંગ્સ કરી ચૂકી છે.રોશેલ રાવ સાથે થયેલી વાતચીતના કેટલાંક અંશ –

 

ક્રિકેટ શો કરવો કેટલો અલગ અનુભવ છે ?

રિયાલિટી શોથી એકદમ અલગ.હું પહેલાં પણ એકસ્ટ્રા ઈનિંગ્સ કરી ચૂકી છે.ક્રિકેટ મારો પહેલો પ્રેમ છે અને તેના દ્વારા હું બતાવી રહી છું કે લડવા,ઝઘડવા અને રોવા સિવાય પણ જીવન છે.

 

આ આઈપીએલમાં એવા કયા ખેલાડી છે જે તમને સારા લાગે છે ?

કૃણાલ પંડ્યા અને ડેવિડ વોર્નરને જોવામાં મજા આવી રહી છે.તે સારી ગેમ રમી રહ્યા છે.

 

આઈપીએલમાં સૌથી સ્ટાઈલીશ ખેલાડી કોને માનો છો ?

વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો ફાક ડુ પ્લેસીસ અને ભારતીય ખેલાડીઓમાં શિખર ધવન અને વિરાટ કોહલીનું નામ લઈ શકાય છે.

 

બિગ બોસે તમારી લાઈફને કેવી રીતે બદલી છે ?

આજે મારી પાસે સમય નથી.મારી પાસે એકસ્ટ્રા ઈનિંગ્સ અને કપિલ શર્મા શો પણ છે.હવે તમે સમજી શકો છો કે કેવી રીતે મારું જીવન બદલાઈ ગયું છે.

 

કોમેડી કરવી કેટલી મુશ્કેલ છે ?

ક્રિકેટ એન્કરિંગ એકદમ અલગ વસ્તુ છે.પરંતુ હસાવવા અલગ વાત છે.કોમેડી કરતા સમયે તમારે સંપૂર્ણ રીતે ફ્રી રહેવાનું હોય છે.તમે કેમેરાની સામે છો.આ વિચારવાનું હોતું નથી.

 

બોલિવુડ વિશે શું વિચાર્યું છે ?

બોલિવુડ મારે હંમેશાથી કરવાનું છે.હાલમાં મારું સંપૂર્ણ શિડ્યુલ ફુલ છે.ઘણુ કામ મળી રહ્યુ છે.રોલ મળશે તો જરુર કરીશ.

Cricket Score

WhatsApp Registraltion

Close