એશને મધર ઇન્ડિયા કક્ષાની ભૂમિકા આપી : ઓમંગ કુમાર

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ મેકર , પ્રિયંકા ચોપરા અભિનીત ફિલ્મ  “મેરી કોમ” ના દિગ્દર્શક અને આગામી પ્રદર્શિત થનાર ફિલ્મ  “સરબજીત”ના દિગ્દર્શક સાથે અંધેરી લીંક રોડ સ્થિત એમની ઓફીસમાં ન્યુઝ ઓનલાઈને ગોઠડી માંડી હતી. ગેમ શો ના એન્કર તરીકે, પ્રોડક્શન ડીઝાઈનર અને સેટ ડીઝાઇનર તરીકે વિખ્યાત અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલીના સહાયક દિગ્દર્શક તરીકે કામ કરનાર film maker  ઓમંગ કુમાર તેમની આગામી એશ્વર્યા રાય બચ્ચન, રણદીપ હુડ્ડા અને દર્શન કુમાર ને ભોલી પંજાબન ફેમ રીચા ચઢા અભિનીત  ફિલ્મ “સરબજીત” આગામી સપ્તાહે ભારત ભરમાં અને ઓવરસીઝમાં પ્રદર્શિત થશે, આ ફિલ્મને લઇ તેઓ ઘણા ઉત્સાહિત છે.

 

૧) ફિલ્મ “સરબજીત” બનાવવા પાછળની પ્રેરણા ક્યાંથી મળી?

જ ) ઓમંગ કુમાર :  દલજીત કોરને ઓનલાઈન જોઈ  અને સાંભળ્યા હતા, એમનો હાર નહિ માનવાનો અભિગમ મને ખુબ જ સ્પર્શી ગયો. પોતાના સગા નાના  ભાઈનો ૧૮ વર્ષનો વિરહ સહન કરનારી બહેન. માનસિક પીડા અને સતત ન્યાય માટે ઝઝૂમવાનો અવિરત પ્રયાસ. મને પ્રેરણા મળી કે આ સંવેદનશીલ વિષય વસ્તુ ઉપર બાયોપિક બનાવવી જ જોઈએ. ૧૮ વર્ષની ક્રૂર જેલ યાતના , પત્ની અને બહેનનું આક્રંદ, જેલમાં પશુનું જીવન જીવતા સરબજીતની મનોવેદના અને પરિવારનો વિરહ. આ ફિલ્મમાં ઈન્ટરવલ પહેલા તમામ કલરફૂલ શેડ્સ દેખાડવામાં આવ્યા છે, ત્યાર બાદ તમામ ડાર્ક શેડ્સ જોવા મળશે. ફિલ્મ માટે ભરપુર રીસર્ચ કર્યું હતું, ઓડિયો ટેપ્સ અને ફોટોગ્રાફ્સનો પણ અભ્યાસ કર્યો હતો. પાકિસ્તાની લેખક અવૈશીના પુસ્તક માંથી પણ અમને મદદ મળી હતી.  આખી ફિલ્મની સ્ક્રીપ્ટ માનવીય યાતનાઓના ઉતાર-ચઢાવને દેખાડતી યાત્રા સમાન છે.

૨ )  દલબીર કૌરના પાત્રમાં એશની પસંદગી કેમ? તબ્બુ કે માધુરી જેવી અન્ય અભિનેત્રીની પસંદગી ના થઇ?

  ૨ ) ઓમંગ કુમાર : ફક્ત ૧૦ મીનીટના નરેશનમાં એશ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગઈ. એશ દિગ્દર્શકની અભિનેત્રી છે.  સંજય લીલા ભણસાલીની નંદીની હોય કે મણી રત્નમની સુજાતા. રેઈનકોટ જેવી આર્ટ ફિલ્મ હોય  કે જોધા અકબર જેવી કોમર્શીયલ ફિલ્મ, એશ દરેક ભૂમિકાને અનુરૂપ થવા માટે પોતાનું સો ટકા યોગદાન આપે છે. ૧૮ વર્ષની યુવતીનું પાત્ર હોય કે ૮૦ વર્ષની વૃદ્ધ મહિલાની ભૂમિકા હોય એશ દરેક ભૂમિકાને ન્યાય આપવા કટિબદ્ધ હોય છે. મારા મતે ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં નરગીસ દત્તે ભૂમિકા ભજવીને જે પ્રસિદ્ધિ મેળવી હતી, એવી  પ્રસિદ્ધિ ફિલ્મ “સરબજીત” ના માધ્યમથી એશના ખોળામાં આવશે. કારણ કે એશને મધર ઇન્ડિયા જેવી  સમકક્ષ ભૂમિકા ફિલ્મ’સરબજીત’ માં મળી છે. મારે મિસ વર્લ્ડ નહિ, પણ દલબીર કૌરને જોવી હતી, એટલે એશ્વર્યાના મેક અપ અને લુક માટે ઘણી મેહનત કરી હતી. ગ્રે હેર વાળી એશ જયારે સેટ ઉપર આવી, ત્યારે કોઈ એને ઓળખી શક્યું ના હતું.

૩) દિગ્દર્શક તરીકે એશની નબળાઈ નજરે ચડી ?

જ ૩) ઓમંગ કુમાર : ના ખુબ પ્રોફેશનલ મહિલા છે. ૪૨ વર્ષની વયે પરિપક્વ અભિનેત્રી બની ગઈ છે. દલબીર કૌરની ભૂમિકા ભજવવા માટે એ પોતે સ્વ.સરબજીતના પરિવારને મળી હતી. એમની બહેન સાથે ચર્ચા કરી હતી. એશની દીકરી આરાધ્યા લોકેશન ઉપર આવતી પણ ફક્ત વેનીટીમાં જ રહેતી હતી. આરાધ્યાને વેનિટીની બહાર સુદ્ધા એશ કાઢતી નહોતી. શૂટ દરમ્યાન લન્ચ બ્રેકમાં પણ આરાધ્યા સાથે સમય વિતાવવાને બદલે સીન અંગે ચર્ચા કરતી હતી. સિક્વન્સ શૂટ દરમ્યાન શોટ ઓકે થાય તોયે  પણ દિગ્દર્શક સાથે માર્ગદર્શન લેતા અચકાતી નથી.

૪) ન્યુઝ ઓનલાઈન : સાંભળવામાં આવ્યું છે કે સલમાન ફિલ્મ “સરબજીત”ને પ્રમોટ કરશે? કેટલું તથ્ય ?સલમાન ગર્લફ્રેન્ડ  લુલીયા સાથે સમય ગાળવાને બદલે ફિલ્મનું પ્રમોશન કરશે?

જ ૪ ) ઓમંગ કુમાર : તથ્ય કઈ બાબતનું, ખુલાસા ક્યાં સબ્જેક્ટને લગતા આપવા પડશે? મીડિયા કાઈ પણ નાહકના સ્કૂપ ઉપજાવી કાઢે છે.  મારે આ બાબતે કોઈ પણ પ્રકારની પ્રતિકિયા આપવી નથી. મારા મતે આ સવાલ સલમાનને પુછો. મને લાગે છે કે સંતોષકારક જવાબ તમને સલમાન તરફથી મળશે. હું મારી ટીમના આર્ટીસ્ટ રણવીર કે એશ્વર્યાની પર્સનલ લાઈફ અંગે ટીપ્પણી કરું એવો દિગ્દર્શક નથી.

૫ ) ન્યુઝ ઓનલાઇન : રણદીપ હુડા અને રીચા, દર્શન કુમારની પસંદગી ક્યાં આધારે થઇ ?

જ ૫ ઓમંગ કુમાર )  રણદીપની ફિલ્મ “ હાઈ વે” મને પસંદ પડી હતી. એનું ડેડીકેશન કાબિલે તારીફ છે. હરિયાણાના જાટનું પાત્ર હોય કે દાણચોર ચાર્લ્સ શોભરાજની ભૂમિકા હોય, દરેક ભૂમિકામાં ફીટ થઇ જશે. ફિલ્મ “સરબજીત” માટે ગંધાતી ઓરડીમાં રણદીપ બંધ રહ્યો હતો અને પોતાના હાથ પણ દોરીથી બાંધીને રાખ્યા હતા. રણદીપને એક કેદીની યાતનાનો સ્વયં અનુભવ કરવો હતો. સ્વયં અનુભવ પછી એણે સરબજીતની ભૂમિકા ભજવી છે. આ એક પડકારજનક ભૂમિકા હતી. રીચાની પસંદગીનું કારણ એની બોલતી આંખો. દુઃખ , પીડા કે ઉમંગ, હર્ષ  જેવા દરેક ભાવો સરળતાથી ભજવી જાણે છે. રીચાની ફિલ્મ “મશાન” મને પસંદ પડી હતી. દર્શન વર્ષોથી દિલ્હીમાં થીયેટર કરતો રહ્યો છે, વળી “મેરી કોમ”માં એના કામથી હું સંતુષ્ટ હતો. મને દર્શનની અભિનય ક્ષમતા ઉપર ભરોસો હતો.

વાઘા બોર્ડર સિવાય અન્ય લોકેશન માટે સેટ ઉભા કરવામાં આવ્યા હતા?

પાકિસ્તાનમાં ફિલ્મ “સરબજીત” પ્રદર્શિત થશે કે કેમ?

જ ૬ ઓમંગ કુમાર ) હાં, પાકિસ્તાનમાં જઈને શૂટ કરવું શક્ય  હોવાથી ગલી કે જેલના દ્રશ્યો માટે અમે સેટ બનાવ્યા હતા. હું પોતે સેટ ડીઝાઇનર રહી ચુક્યો છું એટલે દરેક ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખ્યું છે. મારી પત્ની વનિતા  ફિલ્મ “ મેરી કોમ “ની પ્રોડક્શન ડીઝાઇનર હતી. “સરબજીત” માટે પણ પ્રોડક્શન ડીઝાઇનની તમામ જવાબદારી વનિતાએ એના ખભે ઉપાડી હતી. મારી પત્ની મારી સૌથી મોટી આલોચક છે. રફ કટ જોઈ તુરંત ટીપ્પણી આપશે કે મારી ક્યાં કચાશ રહી ગઈ છે. મારી માતા અને પત્ની વનિતાનો અમુલ્ય સહયોગ રહ્યો છે મારી કારકિર્દીને આગળ ધપાવવામાં. ૨૩ વર્ષના લગ્ન જીવનમાં સંતાન સુખથી વંચિત છીએ પણ અમને એ બાબતનો કોઈ અફસોસ નથી. ફિલ્મ “સરબજીત” પાકિસ્તાનમાં પ્રદર્શિત થાય એવા તમામ પ્રયત્ન અમે કરી રહ્યા છે. સેન્સર બોર્ડને પણ અમારી ફિલ્મના દ્રશ્યો સામે વાંધો નથી. અમે બાયોપિક સાથે કોઈ પણ પ્રકારના ચેડા કર્યા નથી. એક પીડિત બહેનની નજરથી “સરબજીત” ની આખી સફરને  ફિલ્મના માધ્યમથી  દર્શકો સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ ફિલ્મ એક રોલર કોસ્ટર રાઈડ જેવી ફિલ્મ છે.

સ ૭ ન્યુઝ ઓનલાઈન )  ઓમંગ જી “એ” લીસ્ટેડ આર્ટીસ્ટ સાથે જ ફિલ્મ ભવિષ્યમાં બનાવશો ?

જ ૭ ઓમંગ કુમાર) : એ લીસ્ટેડ કે ન્યુ કમર આર્ટીસ્ટ ને જ કાસ્ટ કરવા, એવા કોઈ પણ પ્રકારના ક્રાયટેરિયા રાખ્યા નથી. મને પટકથા મજબુત જોઈએ. સ્ક્રિપ્ટ તગડી હોવી જોઈએ. ફિલ્મ “સરબજીત”બાદ હું એક સાઈકોથ્રીલર ફિલ્મ બનાવી રહ્યો છું. એ સિવાય અન્ય ૩ ફિલ્મનો નિર્માતા પણ બની રહ્યો છું. આગામી સાઈકોથ્રીલર ફિલ્મમાં મહિલાને કેન્દ્રબિંદુમાં રાખી સ્ક્રીપ્ટ લખવામાં નથી આવી. મેલ ઓરીએન્ટેડ સબ્જેક્ટ છે.

કાન્સમાં આખી ફિલ્મને કેવો આવકાર મળ્યો છે?

જ ૮  ઓમંગ કુમાર) : ખુબ જ ભવ્ય આવકાર મળ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની ફિલ્મ છે, એમ અન્ય  ફિલ્મ મેકર દ્વારા પ્રતિક્રિયા મળી છે. સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો અહી પ્રદર્શિત થાય છે. એશ છેલ્લા કેટલાય વર્ષોથી અહી મેહમાન બને છે. એની લોકપ્રિયતામાં કોઈ પણ પ્રકારની ઓટ આવી નથી. રીચા અને એશને ખુબ જ સારો આવકાર મળ્યો છે.

 

ફિલ્મ “ સરબજીત”ના માધ્યમ દ્વારા કયો સંદેશો દેશવાસીઓને મળશે?

જ ૯ ઓમંગ કુમાર ) : આ ફિલ્મ એક ડીપ્રેસીવ ડોક્યુમેન્ટ્રી જેવી નથી. જયારે તમામ આશાઓ પર પાણી ફરી વળે છે, તોયે છેલ્લી જંગ લડવા સુધી દલબીર કૌર તત્પર રહે છે. એણે પોતાના ભાઈને પાકિસ્તાનના અરેરાટી ઉપજાવનારા કાળા કારાવાસમાંથી પોતાના ભાઈને જીવતો છોડાવવો છે. અંત સુધી ફાઈટીંગ સ્પીરીટ કાબિલે તારીફ છે. એક એવી મહિલા જે આખી જિંદગી પોતાના ભાઈની જેલ -મુક્તિ માટે ફાઈટ આપી રહી છે.

ફિલ્મ “ સરબજીત” માટે ઓમંગ કુમારને ઘણી આશા છે. એશની ફિલ્મ “જઝબા” બોકસ ઓફીસ ઉપર પીટાઈ ગઈ છે. એશની ડામાડોળ કારકિર્દી માટે બાયોપિક “સરબજીત” ઓક્સીજન પૂરું પાડનાર સાબિત થાય છે કે નહિ એ તો આવનારો સમય જ કહેશે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close