કંગનાનો ગુજ્જુ ગર્લ અવતાર

બોલીવુડ ક્વીન કંગના રનોત અને રિતિકની ફાઈટ જગજાહેર થઇ ગઈ છે. બંને કલાકારોએ એકબીજાને પછાડવામાં કોઈ કસર છોડી નથી. કંગના અને વિવાદોને જુના સંબંધ છે. કંગનાએ દિગ્દર્શક આનંદ.એલ.રાયની ફિલ્મ"તનુ વેડ્સ મનુ"માં હરિયાણી બોલીમાં સંવાદો બોલી દર્શકોનું મન મોહી લીધું હતું. હવે ક્વીન કંગના યુરોપની ટુર પતાવીને પોતાની નાની બહેન સાથે મુંબઈ આવી ગઈ છે. હાલ ઘરમાં બેસી કંગના ગુજરાતી નાટકો જોઈ રહી છે. જી હાં, ગુજરાતી એન.આર.આઈ પરિવારોની બોલચાલની ગુજરાતી ભાષાનો અભ્યાસ કંગના કરી રહી છે. યુ ટ્યુબ ઉપર ગુજરાતી એન.આર.આઈ વિડીયો કે ઓડિયો ક્લિપ્સની પણ મદદ લઇ રહી છે. "અલીગઢ" ફેમ ગુજરાતી ફિલ્મ  દિગ્દર્શક હંસલ મહેતાની  અપકમિંગ પ્રોજેક્ટ અમેરિકામાં શૂટ થશે. આ પ્રોજેક્ટનું નામ છે "સીમરન" આ ફિલ્મમાં એન.આર.આઈ ગુજરાતી યુવતી બનશે કંગના રનોત. એન.આર.આઈ લઢણમાં ગુજરાતી બોલશે ક્વીન કંગના.
ફિલ્મમાં કંગના બેન્ક રોબરી કરતી પણ જોવા મળશે. "ન્યુઝ ઓનલાઈન" સાથે ટેલીફોનીક વાતચીતમાં હંસલ ભાઈએ જણાવ્યું હતું કે, કદાચ આગામી  ૩વીક બાદ કદાચ અમે શૂટ શરુ કરીશું. હા કંગના મારી ફિલ્મનો પ્રોજેક્ટ કરી રહી છે અને ભૂમિકા ગુજરાતી યુવતીની છે. પણ પ્રોજેક્ટના શૂટ પહેલા હું તમામ અન્ય બાબતો વિશે વધુ માહિતી હાલમાં આપી શકું એમ નથી.
કંગના હરહમેશ નવા દિગ્દર્શકો સાથે ફિલ્મ કરવા ઉત્સાહિત હોય છે. કોઈ પણ ભૂમિકામાં ફીટ બેસવા માટે કંગના પોતાનું સો ટકા યોગદાન આપવા કમર કસતી હોય છે. પીસી અને દીપિકા, કેટરીના  તમે સાવધાન થઇ જાવ, હાલમાં તમારી પાસે નવા  ફિલ્મ પ્રોજેક્ટ્સ હાથમાં નથી અને ક્વીન કંગનાની ઝોળીમાં અવનવા  ફિલ્મ પ્રોજેક્ટ આવી રહ્યા છે.  બેસ્ટ ઓફ લક કંગના

Cricket Score

WhatsApp Registraltion

Close