સલ્લુ મોમ સલમાં ને ગર્લફ્રેન્ડ લુલીયા સાથે પનવેલમાં

જી હાં, સુપર સ્ટાર સલમાન ખાનની ભૂતપૂર્વ પ્રેમિકાઓનું લીસ્ટ લાંબુ છે. સોમી અલી, સંગીતા બિજલાણી, એશ્વર્યા રાય, કેટરીના કેફ જેવી કેટલીય અભિનેત્રીઓ સલમાન ખાનની માશુકાઓના લીસ્ટમાં શામેલ થઇ અને બ્રેક-અપ કરી છુટી પણ પડી ગઈ છે. ૫૦ વર્ષની વયે વાંઢા સુપર સ્ટારને તેની માતા સલમા ખાને જાણે કાન પકડીને કહ્યું હોય કે, "બેટા પ્રેમ લીલા ઉપર લગામ રાખ, લગ્ન કરી ઠરીઠામ થઇ જા" સલમાને માતાની વાત માની અને ઓફીશીયલ મીડિયા સામે ઘોષણા પણ કરી કે લુલીયા મારી પ્રેમિકા છે.
   હાલમાં ગપશપ એવી ચાલી રહી છે કે,  સલ્લુ મિયા નિકાહ  પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવવા માટે મુંબઈ નજીક પનવેલ સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં માતા સલમા અને ગર્લફ્રેન્ડ લુલીયા સાથે પહોચી ગયો છે. ફાર્મ હાઉસમાં જ સલમાન હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવશે. નજીકના સુત્રોના જણાવ્યા અનુસાર હેર ટ્રાન્સપ્લાન્ટ માટે અમેરિકાથી તબીબી ટીમ  આવી છે. અમેરિકન તબીબની ટીમ  પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે પહોચી ગઈ છે. સલમાન પાસે હાલમાં અમેરિકા નીકળવાનો સમયના હોવાથી એણે ફાર્મ હાઉસમાં ટ્રીટમેન્ટ લેવાનું નક્કી કર્યું છે.
 જેટલો સમય ટ્રીટમેન્ટ ચાલશે એટલા સમયગાળા દરમ્યાન સલમાન બહાર નહિ નીકળે અને નવા પ્રોજેક્ટ પણ સ્વીકારવાનો નથી.
  વાહ સલ્લુમિયાં તમને લગ્ન પહેલા માથાના વાળ ઉગાડવાની ચિન્તા થઇ ગઈ છે, એમ લાગી રહ્યું છે.
   નિકાહ બાદ લુલીયા તમારા માથાના કેટલા વાળ  બચવા દેશે? એ તો આવનારો સમય જ કહેશે.

Cricket Score

WhatsApp Registraltion

Close