સલ્લુ : સો ચૂહે ખા કર બિલ્લી હજ કો ચલી

સલમાન અને લુલિયા વંતુરના નિકાહ થશે, એવી ખબર મીડિયા દ્વારા ઉડાવામાં આવી છેનિકાહની ખોટી ખબરના  આરોપ સલમાનના ભાઈ સોહેલ અને અરબાઝ મીડિયા ઉપર લગાડી રહ્યા છે. સલમાન કહે છે કે લગ્ન કરવા જઈશ, ત્યારે ટ્વીટર ઉપર જણાવી દઈશ. સલમાન પાર્ટીમાં કે લગ્ન પ્રસંગે કુટુંબના સભ્યની જેમ પ્રેમિકા લુલીયાને લઈ ફરતો હોય છે. વળી હાલમાં સલ્લુ  હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ માટે પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં પ્રેમિકા લુલીયા અને માતા સલમાં ખાન સાથે રહેવા ગયો હતો.
 ટીવી ચેનલની પત્રકાર સાથે લુલીયા અને સલમાનના નિકાહ મુદ્દે સોહેલ ખાન ભડકી ગયો અને જાહેરમાં બાપડી મહિલા પત્રકાર સાથે ગેર વર્તણુક કરી હતી. સોહેલ નો કોમેન્ટ્સ કહી નીકળી શકતો હતો. પણ તેણે નિર્દોષ મહિલા પત્રકાર ઉપર અપશબ્દો બોલી  ગુસ્સો ઠાલવી દીધો.
 સોહેલ, અરબાઝ અને સલમાન તેમના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે. કારણ વિના સલમાન ક્યારેક પત્રકાર પરિષદમાં પત્રકારોને અપમાનજનક શબ્દો બોલતો હોય છે. નાની નાની બાબતોમાં ભડકી જઈ સલ્લુ બુમ અને કેમેરા પણ તોડી નાખતો હોય છે. મૂડી સલ્લુ મિજાજી ખુદા છે. સલ્લુની નબળી  બાબત બંને ભાઈઓ સોહેલ અને અરબાઝ સારી પેઠે જાણે છે.  મહિલા પત્રકારે સોહેલ ખાન પઠાણને શાંતિથી સલમાનના નિકાહ અંગે સવાલ  પૂછ્યો હતો. સામે સલીમ ખાન પઠાણ સાહેબે ટીખળના સ્વરમાં જવાબ આપ્યો હતો કે, સલમાન ખાનના લગ્ન ચાલીસ વર્ષ પહેલા થયા હતા અને તેને આમીર ખાન નામે સંતાન છે. ત્યાં સોહેલ આવી અને ઉશ્કેરાટમાં ભડકી ગયો અને મહિલા પત્રકારને ફ.., ભો ...અપશબ્દો ભરેલી ગાળો ભાંડી..તમારા પેરેન્ટ્સ નથી, મારા પિતા સીનીયર સીટીઝન છે.. જેવા શબ્દો કહ્યા ..કેમેરા મેનને કેમેરો બંધ કરવા કહ્યું ..
      સોહેલના આવા વર્તન સામે ૨૦૧૬ આઈફા એવોર્ડસ પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ભાઈના બચાવમાં ઉતરી આવ્યો અને બોલ્યો કે મારા ભાઈએ કાઈ ખોટું નથી કર્યું. મારા પિતા, માતા કે હેલન આંટીને કનડગત કરનારને અમે માફ નહિ કરીએ. બાપડી રીપોર્ટરે ક્યાં કોઈને કનડગત કર્યા હત?. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે , કે વાંક ૧૦૦ ટકા સોહેલનો છે.

સલ્લુના કેસમાં કે, "ઉલટા ચોર કોટવાલ કો ડાટે" એવી સ્થિતિ છે. વાંક સોહેલનો અને સલમાન મીડિયા સામે દાદાગીરી બતાવી રહ્યો છે. જી હાં, સલમાન ખાનને અહી સ્પષ્ટતા કરવી છે કે, બોલીવુડ રિપોર્ટર તમને લગ્ન કે ફિલ્મ અંગેના જ સવાલ પૂછશે. શું બોલીવુડ રિપોર્ટર  સલ્લુ તને સ્ટોક માર્કેટ કે રીયલ એસ્ટેસ સેક્ટર, આર.બી.આઇના રીવર્સ રેપો રેટ કે ઈકોનોમી અંગેના  સવાલો પૂછેલો આઈક્યું સુપર સ્ટાર હવે નક્કી કરશે કે મીડિયાએ તેને કેવા સવાલ પૂછવા જોઈએ?

સલમાન મીડિયાના ખરાબ વર્તનની વાત કરતો હોય, તો અમે જણાવીએ કે, સલમાન ખાનની એક્સ માશુકા એશ્વર્યા રાય "લા મેર" એપાર્ટમેન્ટમાં કદાચ  માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરની પાડોશણ હતી.  સચિન અને એશ ફ્લેટમાં ઉપર કે નીચેના માળે રહેતા હતા.ત્યારે દારૂના નશામાં ચુર સલમાન અડધી રાત્રે આવી જોર જોરથી એશ્વર્યાના ઘરના બારણા ઠોકતો હતો. રાત્રે ૨-૩ વાગ્યે ચિકાર દારુ પીને એશના ઘરની બહાર ખરાબ ગાળો ભાંડતો હતો. અડધી રાત્રે એશના ઘરમાં જઈ મારઝૂડ કરનાર સલમાનને પોતાનું ખરાબ અમાનવીય વર્તન યાદ છે? "લા મેર " એપાર્ટમેન્ટના પાડોશીઓ સલમાનના ન્યુસન્સ સામે કંટાળીને ફરિયાદ  સુદ્ધા કરી હતી. એશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાય દારૂડિયા સલમાનના સકંજામાંથી દીકરીને છોડાવવા માંગતા હતા. તાત્કાલિક એમણે દીકરી એશને બીજે શિફ્ટ કરી દીધી. એશ અને વિવેક ઓબેરોય એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે સલમાને ફોન ઉપર વિવેક ઓબેરોયને ગાળો ભાંડી અને અને વિવેકના પાળેલા કુતરા જેનું નામ સન શાઈન હતું એને સન સેન્ડ કરવાની ધમકી આપી હતી. સલમાને પોતાનો ગુસ્સો સુદ્ધા વિવેક ઓબેરોયના પાલતું જાનવર ઉપર કાઢ્યો હતો. વિવેકને જાનથી મારવાની ધમકી આપી હતી. વિવેકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી સલમાન સામે ગંભીર આરોપ મુક્યા હતા.  ભૂતપૂર્વ પાકિસ્તાની અભિનેત્રી સોમી અલી અને સંગીતા બિજલાણી જેવી માશુકાઓ પણ સીઝ્યોફ્રેનીક સલમાન ખાનનો ઢોર માર ખાઈ ચુકી છે. એક પાર્ટીમાં સલમાન ખાને ફિલ્મ મેકર સુભાષ ઘાઈને હલકા સ્તરના અપશબ્દો કહ્યા હતા. ત્યાર બાદ સલમાનને સુભાષ ઘાઈની માફી પણ માંગી હતી. સલમાન ખાન હાલમાં ભલે અભિનેત્રી બિપાશા બસુનો મિત્ર છે. બિપાશા અને અભિનેતા કરણ સિહ ગ્રોવરના લગ્નમાં હાજરી આપવા ગયો હોય. ભૂતકાળમાં બિપાશા અને સલમાન ખાનના વેર પ્રકરણ અંગે  ક્યાં કોઈ અજાણ્યું છે. બિપાશા જયારે ફિલ્મ દિગ્દર્શક અબ્બાસ-મસ્તાનની ફિલ્મમાં કામ કરતી હતી, ત્યારે બિપાશા લુક  અંગે વાંધાજનક ટીપ્પણી સલમાને કર્યા હોવાના અહેવાલ પણ પ્રગટ થયા હતા. બિપાશાએ જાહેરમાં  એશ્વર્યા સાથે સલમાન ખાનની મારઝૂડ અંગે વ્યંગ કરતા કહ્યું હતું કે, મારો બોયફ્રેન્ડ સુપર સ્ટાર હોય કે ગમે તે હોય, પણ હું એટલી નિર્બળ  નથી કે પ્રેમીને મારઝૂડ કરવાના કે અપશબ્દો બોલવાના કે અપમાન કરવાના અધિકાર આપી દઉં. 


એશ્વર્યા શાહરૂખના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં કામ કરી રહી હતી. ત્યારે સેટ ઉપર પહોચી અને  ચિક્કાર દારુ ઢીચીને સલમાન ખાને ધમાલ શરુ કરી. એશ સલમાને કંટ્રોલ કરવા જાય, એ પહેલા સલ્લુએ એશની ક્ર્રુ મેમ્બર સામે ધોલાઈ શરુ કરી દીધી અને ગાળો ભાંડવા માંડ્યો. આખરે શાહરૂખ અને નિર્માતા અભિનેત્રી જુહી ચાવલાએ કંટાળીને એશને પ્રોજેક્ટમાંથી હટાવીને એને સ્થાને રાની મુખરજીને સાઈન કરી લીધી હતી. સલમાનની માશુકા હોવાને લીધે એશને નિર્માતા સાઈન કરતા ખચકાતા હતા.  નિર્માતાઓને ડર હતો કે સલ્લુ સેટ ઉપર આવી ધમાલ કરશે તો?

મુંબઈના વિખ્યાત ઓલીવ બાર એન્ડ ડિસ્કો થેકમાં સલમાન ખાને નશાની હાલતમાં અભિનેતા રણબીર કપૂરને લાફો ઝીકી દીધો હતો. અભિનેત્રી અક્ષયની પત્ની ટ્વિન્કલ ખન્નાના ડ્રેસ અંગે આપત્તિ જનક ટીપ્પણી કરી હતી.  સલમાન પોતાની બે-લગામ હરકતોને લીધે કાયદાના હાથે ચડી , જેલ વાસ પણ ભોગવી ચુક્યો છે. પ્રાણી કાળીયારનો શિકાર હોય કે રસ્તે ઉઘતા શ્રમિકોને પૂરપાટે ગાડી દોડાવી, કચડી નાખવાનો મુદ્દો હોય. સલમાન ખાન પોતાની ગંભીર ભૂલોમાંથી પણ બોધ લઇ સુધરવાનું નામ નથી લેતો. સલમાનનો અડીયલ મિજાજ અને અતરંગી વર્તનને લીધે ડઝન માશુકાઓ બદલાઈ છે અને અંગત જીવનમાં શાહરૂખ જેવા મિત્ર સાથે પણ સંબંધો વણસ્યા હતા.

ડીયર સલમાન, સોહેલ અને અરબાઝ તમારા વર્તનથી આખી દુનિયા ક્યાં અજાણી છે. વળી તમે મીડિયા વાળાને ખોટા સાબિત કરો છો તો ફિલ્મ પ્રમોશન માટે મીડિયાનો ઉપયોગ શું કામ કરો છો? મીડિયાની મદદ વગર સ્વબળે કેમ ફિલ્મને બોક્સ ઓફીસ ઉપર લઇ જાઓ. જો મીડિયાને સવાલ પૂછવાની સ્વતંત્રતા ના હોય ? તો ફિલ્મ પ્રમોશનમાં પણ મીડિયાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સલમાનને મુંબઈ અને જોધપુર હાઈકોર્ટ તરફથી કારાવાસની સજા ફટકારવામાં આવી, ત્યારે ખાન બ્રધર્સ મીડિયાની સામે હાથ જોડી કેમ ઉભા રહી ગયા હતા? સલમાન બીઈગ હ્યુમન એન.જી.ઓ ચલાવે કે ધર્માદાના કાર્યો કરે પણ એની હરકતો જો નહિ સુધારે તો કુદરત માફ નહિ કરે. કારણ જયારે તમે ફિલ્મ સ્ટાર બની જનતાનું પ્રતિનિધિત્વ કરો, ત્યારે ઠાવકાઈ રાખી અને બીજાને સન્માન આપતા નહિ શીખો, તો યાદ રાખો કે દર શુક્રવારે અહી સિતારા બદલાય છે. સલ્લુના કિસ્સામાં એટલું જ કહેવાય કે, "સો ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી" માય ડીયર સલ્લુ બીઈગ હ્યુમન કમ  દેખાડાવીર સલમાને પોતાનું આત્મ નિરીક્ષણ કરવાની જરૂર વર્તાય છે. સલમાનને પ્રશંષાની સ્તુતિ કરતા ચાપલૂસ ટોળાથી, દુર આયનો દેખાડતા હિતેચ્છુઓની વધુ જરૂર છે.

Cricket Score

WhatsApp Registraltion

Close