કોમેડી કરવી એક્શન કરતા ટફ : હાઉસફુલ બોય અક્ષય

જુહુ સન એન્ડ સેન્ડ હોટલ સ્થિત એન્કર રૂમમાં ખિલાડી અક્ષય કુમાર સાથે ન્યુઝ ઓનલાઈને વાતોની ગોઠડી માંડી હતી. અક્ષય અબુ ધાબીથી ૪ દિવસનું ફિલ્મ "ઢીશુમ"નું શૂટ ફીનીશ કરી આવ્યો હતો. એક દમ ફ્રેશ લાગી રહ્યો હતો.  "ગે"નો નાનકડો કેમિયો અક્ષય ફિલ્મ "ઢીશુમ"માં કરી રહ્યો છે.  ખેલાડી કમ માચો મેન  અક્કીનો  "ગે" અવતાર  ભજવી ,  નવું એક્સ્પરીમેન્ટ એક્ટ દર્શકોને આપવા માંગે છે.


ન્યુઝ ઓનલાઈન સ - ૧)   તમને નથી લાગતું કે હોલીવુડ આપણા બોલીવુડનું માર્કેટ ઉપર કબજો કરી રહ્યું છે? ફિલ્મ "સરબજીત"માં એ ગ્રેડ સ્ટાર કાસ્ટ હોવા છતાય હોલીવુડ ફિલ્મ "એક્સ મેન" તગડો બીઝનેસ કરી રહી છે?

અક્ષય જ -૧ )   જુઓ હું મહેનત સાથે લક ફેકટરમાં વિશ્વાસ રાખું છું. કેટલાય એવા પ્રોજેક્ટ છે એમાં મે તનતોડ મહેનત કરી હતી ,પરંતુ એ તમામ ફિલ્મોએ બોક્સ ઓફીસ ઉપર નબળો દેખાવ કર્યો અને ફિલ્મ ક્રિટીક્સ દ્વારા મારી ખુબ ટીકા કરવામાં આવી હતી. આપણે ત્યાં બે અગત્યની  બાબત છે, જે વિશે બોલીવુડે ધ્યાન આપવાની જરૂર છે. ૧ કન્ટેન્ટમાં આપણે માર ખાઈ રહ્યા છે. હોલીવુડની ફિલ્મોના બજેટ હજાર કરોડને આંબતા હોય  છે. આપણે ત્યાં ફિલ્મ બજેટની મર્યાદા હોય છે. ટેકનીકલી હોલીવુડ ફિલ્મો સ્ટ્રોંગ હોય છે. ત્યાં વિડીયો એડીટીંગ થી લઇ પ્રોડક્શન ડીઝાઇન સુધી એકદમ ચીવટપૂર્વક કામ કરવામાં આવે છે. ફિલ્મ "એક્સ મેન" દર્શકોને પસંદ પડી રહી છે.  હોલીવુડ ની ફિલ્મ હોય કે પ્રાદેશિક ફિલ્મ હોય  કન્ટેન્ટ નબળો હોય તો બોક્સ ઓફીસ ઉપર પટકાઈ જાય છે.

વૈવિધ્ય નથી મળતું ઓડીયન્સને એટલે રૂટીન કન્ટેન્ટવાળી ફિલ્મો જોવા હવે આપણા દર્શકો ટેવાયા નથી. આપણે ત્યાં ફિલ્મની પટકથા અને સ્ક્રીપ્ટ લખનાર રાઈટરને ક્રેડીટ મળતી નથી.  સાચું કહું તો મારું પર્સનલી માનવું છે કે  ક્રેડીટના હકદાર ફિલ્મ રાઈટર હોય છે. સ્ટંટ મેન કે ફાઈટ માસ્ટર જોખમી સિક્વન્સ માટે સ્ટંટ કરવા જાય ત્યારે એમને ગંભીર ઈજા થતી હોય છે , ક્યારેક ગમખ્વાર અકસ્માતમાં એમનું મૃત્યુ થઇ જાય તો એમના માટે જીવન વીમા સુરક્ષા કવચ જેવી  સુવિધા કે  સવલતોનો પણ અભાવ હોય છે.

--------------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------------

સ -૨ ) ફિલ્મ "હાઉસફુલ -૩" સીક્વલમાં અક્કીનું કેવું કોમેડી રૂપ જોવા મળશે?સિકવલમાં કામ કરી કંટાળો નથી આવતો?
જ -૨ અક્ષય કુમાર ) : આ ફિલ્મ મારી સ્પ્લીટ પર્સનાલીટી જોવા મળશે. હું ફૂટબોલ પ્લેયર બન્યો છું. ક્યારેક એકદમ ગંભીર તો ક્યારેક બાળક જેવો. મને બોરિયત નથી લાગતું, સીક્વલમાં કામ કરવું. કારણ ઓડીયન્સને સિક્વલ્સનો કન્ટેન્ટ ગમતો હોય અને બોક્સ ઓફીસ ઉપર કલેક્શન મળે, તો નિર્માતા શું કામ રિસ્ક ના લે? મને એક્શન કરતાય કોમેડી કરવી ખુબ કપરી લાગે છે.  કોમેડી બહુ મોટો પડકાર છે. દર્શકો બહુ ઓછા અભિનેતાના કોમેડી એક્ટને સ્વીકારતા હોય છે. આજકાલ કોમેડી રીયાલીટી શો ચેનલ્સ ઉપર રન થાય છે, પણ ટી.આર.પીના અભાવે શો બંધ થઇ જાય છે. બીબાઢાળ કોમેડી ફિલ્મો કે લાફ્ટર શો જોઈ ઓડીયન્સ પાકી જાય છે અને કોમેડી  ફિલ્મ કે લાફ્ટર  શો લાંબી ઇનીગ્ન્સ ખેલી શકતા નથી.

-------------------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------------

સ - ૩ ) હેરાફેરી -૩ ના સિકવલમાં તારી અને સુનીલની બાદબાકી થઇ ગઈ? સૌથી વધુ બીઝનેસ પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને તમારા  લીધે બોક્સ ઉપર ફિલ્મને મળ્યો હતો? ગપશપ ચાલી રહી છે કે નિર્માતા ફિરોઝ ભાઈ સાથે ફિલ્મ પ્રોફિટ શેરીંગના મુદ્દે તારી કચકચ થઇ એટલે બાદબાકી થઇ?

જ -૩ અક્ષય કુમાર ) ના મારી કોઈ પણ પ્રકારની કચકચ થઇ નથી. હેરાફેરી -૩ માટે સ્ટાર કાસ્ટની પસંદગી એ નિર્માતા અને નિર્દેશકનો અંતિમ નિર્ણય હોય છે. તમારે જે ચોખવટ કરવી હોય એ ફિરોઝભાઈ સાથે કરી શકો છો. હું આ બાબતે વધુ બોલવા તૈયાર નથી.
-----------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------

સ -૪ ) સાઉથની ફિલ્મ માટે તારો ડેવીલ અવતાર ? વળી અપકમિંગ ફિલ્મ "રુસ્તમ"ની બોક્સ ઓફીસ ટક્કર નિર્દેશક આશુતોષ ગોવારીકરની ફિલ્મ "મોહેજો દડો" સાથે થશે? ફિલ્મના બીઝનેસને નુકસાન થવાની આશંકા છે?
જ -૪ અક્ષય કુમાર  ) જુઓ ફરી ફરીને હું એક જ વાત કરીશ કે લક ફેક્ટર હોય છે. મારી ભૂતકાળની ફિલ્મો પ્રેસ શોમાં જોઈ ક્રિટીક્સ કહેતા કે અફલાતુન ફિલ્મ છે. ૪ સ્ટાર કે ૫ સ્ટાર મળશે પરંતુ બીજે દિવસે ક્રિટીક્સ ફિલ્મ વિશે નકારાત્મક ટીપ્પણી આપતા પણ જોયા છે. મારે મન ઓડીયન્સ રાજા છે, ક્રિટીક્સ કરતા પણ ઓડીયન્સનું સર્ટીફીકેટ મહત્વનું છે. "મોહેંજો -દડો " હોય કે અન્ય ફિલ્મ સાથે બોક્સ ઓફીસની ટક્કર હોય હું ટેન્શન લેતો નથી. સાઉથ હોય કે બોલીવુડ હોય નકારાત્મક ભૂમિકા અગાઉ પણ ભજવી છે. એક્સ્પરીમેન્ટ કરતો રહું છું.

----------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------

સ -૫ ) હાઉસ ફૂલ -૩ની અભિનેત્રી જેક્વેલીન અને લીઝા હેયડન બાખડી પડી છે? ગપશપ ચાલે છે કે  લીઝાને એમ લાગી રહ્યું છે કે જેકને વધુ મહત્વ આપવામાં આવ્યું છે?
જ -૫ અક્ષય કુમાર ) આ ગપશપ મને પાયાવિહોણી લાગે છે. લીઝા અને જેક બંને પ્રોફેશનલ અભિનેત્રી છે. એમને સમસ્યા હશે તો તેઓ નિર્માતા સાથે કે નિર્દેશક સાથે ખુલાસા કરી લેશે એટલી પ્રેક્ટીકલ છે. એમની વચ્ચે કેટ ફાઈટ કે કોલ્ડ વોરની વાતો મીડિયા ઉડાવી રહી છે.
-------------------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------------
સ-૬ ) "માસ્ટર શેફ" અથવા "ખતરો કે ખેલાડી " જેવા શોનું એન્કરીંગ કર્યું. કોમેડી ,ફેમીલી ,એક્શન, સસ્પેન્સ થ્રીલર જેવી  દરેક જોનરની  ફિલ્મોમાં કામ કર્યું છે. હવે કો'ક પડકારજનક ભૂમિકા ભજવવી છે?

જ -૬ અક્ષય કુમાર ) હું ફક્ત એટલું જ કહીશ કે મને એક્શન, રોમેન્સ કે સસ્પેન્સ થ્રીલર ફિલ્મોમાં ભૂમિકા ભજવવી કપરી નથી લાગતી પણ કોમેડિયન બની એક્ટ કરવું કઠીન કામ લાગે છે. જોહની વોકર , જોની લીવર કે મહેબુબ સાહેબ , કાદરભાઈ કે પરેશ રાવલ, કપિલ શર્મા , ક્રિષ્ના , ભારતી કે સુનીલ ગ્રોવર  જેટલી સહજતાથી કોમેડી એક્ટ કરી શકે એટલી સહજતાથી એક્ટ કરતા મને ફાવતું નથી. મારે ખુબ મહેનત કરવી પડે છે.

-----------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------

સ - ૭ ) ટીના તારી સૌથી મોટી ક્રિટિક છે? તારી ફિલ્મો જોતી નથી કે શું?
જ -૭ અક્ષય કુમાર ) હા, ટીના કોઈ ફિલ્મના સ્ક્રીનીંગમાં પહોચી અને અચાનક કો'કે પૂછ્યું કે ભાભીજી કેસી લગી ફિલ્મ તો મોઢા ઉપર ચોપડાવી દે, કે "એકદમ ઘટિયા સ્ટોરી નરેશન થા." બકવાસ હે. બહુ બ્લન્ટ છે. મને ફિલ્મ પસંદના પડે તો હું ટીપ્પણી આપતો નથી. ટીના મારી ફિલ્મો બહુ ઓછી જુએ છે. હા એ મોટી આલોચક છે.

------------------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------------

સ - ૮ ) ૪૫-૫૦ વર્ષની ઉમરે પહોચેલ અભિનેતા અસુરક્ષિતતાની ભાવનાથી પીડાતો હોય છે, કારણ બોલીવુડમાં નવોદિત અભિનેતા અને અભિનેત્રીઓના રાફડા ફાટ્યા છે.તને ક્યારેક એવી ફીલિંગ્સ આવે છે?
જ -૮  અક્ષય કુમાર ) જુઓ, અમિતજી અને અનીલ કપૂર ૫૦ વટાવી ચુક્યા છે ક્યારનાય તોયે , હજી બોલીવુડમાં એમનો દબદબો અકબંધ છે. ૭૮ વર્ષની ઉમરે અમિતજી ફિલ્મોમાં અફલાતુન અભિનય આપી રહ્યા છે અને એમને ઢગલાબંધ ફિલ્મો પણ મળી રહી છે. સામે અનીલજી પણ હટકે ટેલી સીરીઝ સાથે નીતનવા પ્રોજેક્ટમાં કામ કરી દર્શકોની વાહવાહી મેળવી રહ્યા છે. મારું માનવું છે કે, દરેક બાબતનો એક કોટા નિશ્ચિત હોય છે. કેરિયર હોય કે રૂપિયા હોય..પુરુષાર્થ કરતા રહો અને આનંદમાં રહો. મને કોઈ પણ પ્રકારની ઇન્સીક્યોરીટી મનમાં આવતી નથી. ઇન્સીક્યોર થવા કરતા હું મારા કામ ઉપર ધ્યાન આપું એ વધુ મહત્વનું છે.

છેલ્લે અક્કી આગામી પ્રદર્શિત થનારી ફિલ્મ "હાઉસફુલ -૩"  અને "રુસ્તમ"ને લઇ આશાવાદી છે. બોક્સ ઓફીસ ઉપર આ ફિલ્મો દેખાવ કેવો કરે છે એતો આવનારો સમય જ નક્કી કરશે

Cricket Score

WhatsApp Registraltion

Close