એશ અને રીચા વિવાદ મુદ્દે ઓમંગ કુમારનું નિવેદન

હાલમાં હોલીવુડની ફિલ્મ "એક્સ મેન" સાથે મેરી કોમ ફેમ દિગ્દર્શક ઓમંગ કુમારની ફિલ્મ એશ્વર્યા રાય બચ્ચન, રણદીપ હુડ્ડા અને રીચા ચઢા અભિનીત "સરબજીત" રીલીઝ થઇ. ફિલ્મ "સરબજીત"ને લઇ ખુબ આશાવાન હતા, દિગ્દર્શક ઓમંગ કુમાર અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન. કમનસીબે હોલીવુડ ફિલ્મ "એક્સ મેન" કમાણીના વકરામાં ફિલ્મ "સરબજીત"ને પછાડીને આગળ વધી ગઈ છે. ફિલ્મ "સરબજીત" સાવ નુકસાનમાં નથી ગઈ, પણ ફિલ્મ "એક્સ મેન" સામે ટક્કર ઝીલવામાં પાછળ રહી ગઈ છે. હજી ફિલ્મના નબળા  વકરા સામે દિગ્દર્શક ઓમંગ કુમાર અને નિર્માતા જેકી ભાગનાણી અફસોસ વ્યક્ત કરે એ  પહેલા ફિલ્મની અભિનેત્રી રીચા ચઢાએ વિવાદનો મધપુડો સળગાવી દીધો છે. અભિનેત્રી રીચા ચઢા દ્વારા જાહેરમાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, ફિલ્મમાં તેના ઉપર ફિલ્માંકન કરવામાં આવેલ દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યા છે. આ નિવેદનથી એશ્વર્યા અને ફિલ્મ દિગ્દર્શક ઓમંગ કુમાર વ્યથિત થયા છે.  આ બાબતે એશ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગપશપ ચાલી રહી છે એ મુજબ રિચાને એમ લાગી રહ્યું હતું કે, એશના કિરદારને વધુ હાઈલાઇટ કરવામાં આવ્યો છે. રીચાની ભૂમિકા ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. આ બાબતે મીડિયા સામે ઓમંગ કુમાર તરફથી લેખિત નિવેદન પાઠવવામાં આવ્યું છે. રીચાના નિવેદન સામે  ન્યુઝ ઓનલાઈનને ફિલ્મ દિગ્દર્શક ઓમંગ કુમારની ઓફિસથી એક મેલ દ્વારા ચોખવટ આપતું લેખિત નિવેદન પાઠવવામાં આવ્યું છે.
--------------------------------------------------------------------------------------------------------

અહી ઓમંગ કુમારનું  નિવેદન ટાંકવામાં આવ્યું છે

Omung Kumar : No scenes of Richa's were cut in the film

Omung Kumar's biopic Sarbjit has garnered a good response in the audience, media and industry. The director who was very clear since the beginning of film about what exactly he needs from his star-cast has gone ahead and given a statement on the disappointment his actress Richa Chadha had mentioned. 

The director says, "It is completely untrue about us cutting her role. It is a bound script, the scenes were exactly the same before starting the film and I had narrated Richa the same. So no scenes were cut of hers in the film."

Sarbjit has collected Rs 18.15 Crores so far and is getting a decent growth at the box-office.The word of mouth is a catalyst in the gradual growth the film and the audiences are going gaga over the outstanding performances.  ‘Sarbjit’ is directed by Omung Kumar and Produced by Vashu Bhagnani, Bhushan Kumar, Deepshikha Deshmukh, Sandeep Singh, Omung Kumar Jackky Bhagnani and Krishan Kumar

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

એશ હાલમાં ફિલ્મ "સરબજીત"ના ઇવેન્ટ પ્રમોશનમાં નિર્માતા જેકી ભાગનાની તરફથી ઇન્વાઇટ થઇ હતી.ત્યાં સલમાન સાથે રોમેન્ટિક ફિલ્મમાં કામ કરશો કે કેમ? એ સવાલ મુદ્દે ડીસ્ટર્બ થઇ ગઈ હતી? એણે મીડિયાને નજર અંદાજ કરવાની કોશિશ કરી હતી. વળી સલમાન અંગે પ્રશ્ન પૂછનાર પત્રકારને ફૂટેજ ડીલીટ કરવાની તાકીદ કરી હતી. નિર્માતા જેકી ભગનાનીને સલમાનના પ્રશ્ને ડીસ્ટર્બ એશને કુલ ડાઉન કરતા નાકે દમ આવ્યો હતો.

ફિલ્મ દિગ્દર્શક ઓમંગ કુમારે સલમાન ખાન તથા સલીમ ખાન પઠાણના પરિવારને ફિલ્મ "સરબજીત"ના સ્ક્રીનીંગમાં ઇન્વાઇટ કર્યા હતા પણ સલમાન તથા એની સાવકી માતા હેલન અને સગી માતા સલમા ખાન સહીત અરબાઝ, સોહેલ , એલ્વીરા સહીત આખા પરિવારે સ્ક્રીનીંગમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. ફક્ત સલમાનના પિતા સલીમ ખાન ફિલ્મ "સરબજીત"ના સ્ક્રીનીંગમાં પહોચ્યા હતા. એમણે મીડિયા સામે એશનું નામ ટાળી ફક્ત એટલુ જ કહ્યું હતું કે દરેક કલાકારોનો અભિનય સારો છે અને સ્ક્રીન પ્લે સારો છે. આટલું કહી સલીમ ખાન પઠાણ નીકળી ગયા હતા. એશની ફિલ્મ "સરબજીત" પહેલા આજથી ૧૫ વર્ષ પહેલા એશની ફિલ્મ "ઓર પ્યાર હો ગયા " મુદ્દે પણ વિવાદનો મુદ્દો સળગ્યો હતો. એશની પ્રથમ દક્ષિણ ભારતીય  ફિલ્મ "ઈરૂવર" બોક્સ ઓફીસ ઉપર પીટાઈ ગઈ હતી. ત્યાર બાદ એને દિગ્દર્શક રાહુલ રવેલની ફિલ્મ "ઓર પ્યાર હો ગયા" મળી હતી. મિસ વર્લ્ડ તરીકે એશ ખ્યાતનામ બની હતી એટલે ફિલ્મના પ્રમોશનમાં એશનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો. એશનો નબળો અભિનય અને પટકથા ચોટદાર ના હોવાને લીધે ફિલ્મનો દેખાવ બોક્સ ઓફીસ ઉપર કંગાળ રહ્યો હતો. ત્યારે ગોસીપ એવી ચાલતી હતી કે એશની અપોઝીટ કામ કરનાર બોબી દેઓલ દ્વારા એવો આરોપ લગાડવામાં આવ્યો હતો કે "ફિલ્મમાં ફક્ત એશને વધુ પડતું મહત્વ આપવામાં આવ્યું હોવાથી ફિલ્મને નુકસાન થયું છે. વિવાદ ઉભો થઇ ગયો હતો.
એશ અને દેઓલ પરિવારના વણસેલા સંબંધ સુધરતા બોબી સાથે ફિલ્મ "શહીદ ભગત સિંહ"માં કામ સાથે કર્યું હતું. બોબી બાદ ફરી સુલતાન સલ્લુની વાત કરીએ તો, સ્પોર્ટ્સ માટે સલ્લુને એન્ડોર્સમેન્ટ મળવાને મુદ્દે એશે ગુપચુપ સ્વરમાં સલમાનની ફેવર કરી હતી પણ નિર્માતા જેકી ભાગનાનીની ઇવેન્ટમાં સલમાન અંગેના સવાલે એશના ચહેરાના હાવભાવ બદલી નાખ્યા અને એશ ખુબ જ ચિડાઈને મિડીયાથી દુર નીકળી ગઈ હતી.

એક બોલીવુડ એવોર્ડ ઇવેન્ટમાં એશ્વર્યા આવી પહોચી હતી ત્યાં થોડી જ ક્ષણોમાં સલમાનના પરિવારના સભ્યોમાંથી અરબાઝ ખાન તેની ભૂતપૂર્વ પત્ની મલાયકા અરોરા ખાન અને અભિનેત્રી સોનાક્ષી સિન્હા આવી પહોચ્યા હતા. એશ્વર્યા પહેલી હરોળમાં બેઠી હતી અને સલમાનનો પરિવાર અને કો-સ્ટાર સોનાક્ષી બીજી હરોળમાં બેઠા હતા. એશ્વર્યાનું ધ્યાન અરબાઝ અને તેની પત્ની ઉપર જતા તેણે અભિવાદન કરવા પહેલા હાથ આગળ કર્યો. અરબાઝે શેક હેન્ડ કરી એશ સાથે લાંબી વાત કરવાનું ટાળ્યું હતું. એશ પોતાના ભૂતપૂર્વ પ્રેમીના પરિવારને જોઈ ડીસ્ટર્બ થઇ ગઈ હતી. આ તરફ અરબાઝ સોનાક્ષીના કાનમાં ફૂસ ફૂસ કરવા માંડ્યો. એશ વારે વારે પાછળ ફરી સોનાક્ષી -અરબાઝની વાતો સાંભળવાની કોશિશ કરી રહી હતી. એશને કદાચ ભય હશે કે તેના અને સલમાનના સંબંધ અંગે અરબાઝ અમુક ગુપ્ત વાતો સોનાક્ષી સમક્ષ ખોલી કાઢશે તો? ત્યાં જ પાછળની હરોળમાં  બેઠેલ ખાન પરિવાર સોનાક્ષી સાથે ઉભો થઇ નીકળી ગયો અને એશ ફરી ફરીને જોઈ રહી હતી.

ભૂતકાળના ગુપ્ત પ્રેમ -પ્રકરણ ઉપર ભલે પૂર્ણ વિરામ મૂકાઈ જાય, પણ એના અમુક અંશ ક્યારેક પડછાયો બની સામે આવી ચડતા હોય છે. એકવાર મહેબુબ સ્ટુડિયોમાં સલમાન તેની ફિલ્મના શૂટ માટે વેનીટીમાં બેઠો હતો થોડી વારમાં એશ પણ સામેની વેનિટીમાંથી બહાર નીકળી, એશ એક એડ ફિલ્મ્સના શૂટ માટે પહોચી હતી. બંને એકબીજાને જોઈ સ્તબ્ધ થઇ ગયા હતા. એશ ચુપચાપ વેનીતીમાં પાછી જતી રહી હતી અને સલમાન ચુપ ચાપ સ્ટુડીયોમાં નીકળી ગયો હતો.

બોબી દેઓલ હોય કે રીચા ચઢા એશની પ્રતિભા સામે સહ કલાકારોને કોમ્પ્લેક્સની લાગણી થાય એ સહજ બાબત છે. અમુક ફ્લોપ ફિલ્મોમાં એશના નબળા અભિનયની બાદબાકી કરીએ, તો હમ દિલ દે ચુકે સનમ, રેઇનકોટ કે દેવદાસ , તાલ , ગુરુ જેવી ફિલ્મોમાં લાજવાબ અભિનય ક્ષમતાનો પરચો એશ આપી ચુકી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close