"ઉડતા પંજાબ "સર્જનાત્મકતા ઉપર કાતર કેમ?

                        'ઉડતા પંજાબ' અને સેન્સર બોર્ડ લડાઈએ વિવાદના મધપુડાને છેડી દીધો છે.  આગામી સોમવાર ૧૩ જુનના રોજ મુંબઈ હાઈકોર્ટ 'ઉડતા પંજાબ' અંગે   તેનો નિર્ણય આપશે. સેન્સર બોર્ડ અને ફિલ્મ દિગ્દર્શકોની લડાઈ સાપ અને નોળિયા જેવી છે. અગાઉ શેખર કપૂરની ફિલ્મ "બેન્ડીટ ક્વીન" હોય કે શો મેન સુભાષ ઘાઈની ફિલ્મ "ખલનાયક" હોય કે ફિલ્મ " દેલ્હી  બેલી " હોય , જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફની ફિલ્મ "બુમ" માટે સેન્સર બોર્ડ દ્વારા લાલ આંખ દેખાડવામાં આવી હતી. વિવાદ ઉભા થયા હતા. શો મેન સુભાષ ઘાઈને ફિલ્મ "ખલનાયક"માંથી ચોલી કે પીછે ક્યાં હે" ગીતના મુખડાને બદલી કાઢવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. 

                    ‘ઉડતા પંજાબ’નાં નિર્માતાઓએ શુક્રવારે ફિલ્મમાંથી એક દૃશ્ય કાઢી નાખવાની સંમતિ દર્શાવી છે. ફિલ્મનો હીરો જમા થયેલી ભીડની સામે પેશાબ કરે છે એ દૃશ્ય કાઢી નાંખવાનું સેન્સર બોર્ડે જણાવતા નિર્માતા તૈયાર થયા હતા. જોકે, સાથોસાથ હાઈ કોર્ટે ફિલ્મ ઉદ્યોગના સર્જનાત્મક વ્યક્તિઓની વધુ પડતી ટીકાત્મક આલોચના  ન કરવી, એવું  સેન્સર બોર્ડને સુચન આપ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા  ફિલ્મ 'ઉડતા પંજાબ'માંથી આ દૃશ્ય કાઢી નાખવાનું જણાવતા હાઈ કોર્ટે તેની સાથે સંમત થઈ હતી. જોકે, ડ્રગ આધારિત આ ફિલ્મમાંથી પંજાબ અંગેનો ઉલ્લેખ કાઢી નાખવા હાઈ કોર્ટે મંજૂરી આપી નહોતી.

            હાઈ કોર્ટે ફિલ્મ'ઉડતા પંજાબ'નાં બાલાજી ટેલીફિલ્મ્સના  નિર્માતાને બીભત્સ અને વલ્ગર દૃશ્યોની અસર ઓછી કરવા પણ જણાવતા કહ્યું કે આવાં દૃશ્યોથી કાંઈ ફિલ્મ ચાલતી નથી. ન્યાયમૂર્તિ એસ. સી. ધર્માધિકારી અને શાલિની ફણસાલકર - જોશીની ડિવિઝન બેન્ચે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ‘સીબીએફસીની રિવાઈઝિંગ સમિતિ’એ ફિલ્મમાં ૧૩ ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે, તે સામે ‘ઉડતા પંજાબ’ ફિલ્મનાં નિર્માતા ફેન્ટમ ફિલ્મ્સે દાખલ કરેલી અરજીની સુનાવણી પૂરી થયાં બાદ ૧૩મી જૂને સોમવારે આ કેસનો ચુકાદો આપવામાં આવશે. ચુકાદો ભલે ગમે એ આવે પણ અમુક ફિલ્મોમાં ખુલ્લેઆમ ગાળ અને બીભત્સ સંવાદ બોલવામાં આવતા હોય છે, ત્યારે સેન્સર બોર્ડ કેમ આંખ આડા કાન કરે છે. હાલમાં યશરાજ બેનરની આગામી ફિલ્મ "સુલતાન"માં અનુષ્કા શર્મા સંવાદ બોલી રહી છે ,કે "ઈંગ્લીશ કી માં-બહેન મત કર "શું પહલાજ નિહલાણી યશરાજના નિર્માતાઓને આ સંવાદ કાઢી નાખવાની સુચના આપશે?

                સેન્સર બોર્ડના પ્રમુખ પહલાજ નિહલાની આ ફિલ્મના વિવાદમાં આવ્યા છે , તેમણે એવી ચોખવટ  કરી હતી કે ફિલ્મમાંના દ્રશ્યોને  હટાવવામાં  નિયમોને આધારે સૂચન કરવામાં  આવ્યા છે, તેનાં પર મારો કોઈ અંગત ઉદ્દેશ  નથી. ઉલ્લેખનીય છે કે નિર્માતા - નિર્દેશક અને સેન્સર બોર્ડના પ્રમુખ પહેલાજ નિહલાણી તરફથી  બાલાજી ટેલિફિલ્મ્સના કો-પ્રોડ્યુસર સમીર નાયર માટે આક્ષેપ મુકવામાં આવ્યો હતો કે, તેમને આમ આદમી પક્ષ તરફથી નાણા આપવામાં આવ્યા છે.  આ તરફ દિગ્દર્શક અનુરાગ કશ્યપે તમામ રાજકીય પક્ષને આ લડાઈથી દુર રહેવાની સલાહ આપી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close