ટીન સ્ટાર રિકી પટેલના ફેવરીટ “પા”

         ગોરેગાવ વેસ્ટમાં રહેતા ૬ વર્ષના મૂળ મધ્યપ્રદેશના શ્યામગઢ પાસે મંદસોરના નિવાસી  બાળ કલાકાર રહેવાસી રિકી પટેલે નાનકડી વયમાં અભૂતપૂર્વ સફળતા હાસલ કરી છે. રિકીની સફળતાનું રહસ્ય છે એનો આત્મવિશ્વાસ અને બેખોફ મિજાજ.  નાનકડા રિકી પટેલે ૪૫ થી વધુ  ટીવી અને પ્રિન્ટ વિજ્ઞાપનમાં કામ કર્યું છે. એમાં રસના, નેરોલેક , સર્ફ એક્સેલ જેવા વિજ્ઞાપનનો સમાવેશ થાય છે.  નાનકડી વયમાં રીકીએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, નવાઝુદ્દીન સિદ્દકી, આયુષ્માન ખુરાના, પરીણીતી ચોપરા જેવા  કલાકારો સાથે કામ કર્યું છે. ડેલી સોપ જોધા અકબરમાં ૩ માસ માટે કામ કર્યું હતું. રિકીએ હાલમાં અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને નવાઝુદ્દીન સીદીકી અભિનીત ફિલ્મ ટીનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રિકી હવે દિગ્દર્શક કબીર ખાન આગામી ફિલ્મમાં સુપર સ્ટાર સલમાન ખાન અને કેટરીના સાથે કામ કરશે. બાળ કલાકાર રિકી સલમાન ખાન અને કબીર ખાન સાથે ફિલ્મ મળી એટલે ઘણો ખુશ છે.રીકીએ અગાઉ ફિલ્મ બજરંગી ભાઈજાનમાટે ઓડીશન પણ આપ્યું હતું.

ન્યુઝ ઓનલાઈને અમિતાભ બચ્ચન , વિદ્યા બાલન અને નવાઝુદ્દીન સીદીકી અભિનીત   ટીન ફિલ્મના ચાઈલ્ડ આર્ટીસ્ટ રિકી પટેલ સાથે ગોઠડી માંડી હતી. રિકીએ મંદસોરથી લઇ પોતાની સફર વિશે ન્યુઝ ઓનલાઈન સાથે પોતાની કાલી-ઘેલી ભાષામાં વાત કરી હતી.

-----------------------------------------------------------------------------------------------------------------------

 

: ) રિકી મંદસોરથી લઇ મુંબઈ સુધીની તારી સફર વિશે વાત કર. તારું પહેલું ઓડીશન કેવું ગયું હતું?

ન્યુઝ ઓનલાઈન ::  રિકી  પટેલ ) મધ્યપ્રદેશ , ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર અમારું ગામ આવ્યું છે. મારા દાદા ખેડૂત છે. મારા કુટુબના લોકો એગ્રીકલ્ચર બિઝનેસમાં છે. મારી મોમ હાઉસ વાઈફ અને પાપા લાલુ પટેલ પેથોલોજીસ્ટ છે. હું સાડા ૩ વર્ષનો હતો, ત્યારથી ટીવી ઉપર કોમર્શીયલ એડ અને બાળકોના રીયાલીટી શો જોતો હતો. કોમેડી નાઈટ્સ વિથ કપીલમાં અમિતાભ બચ્ચન ગેસ્ટ બનીને આવ્યા અને એમણે ગીત ગાયું હતું કે કભી કભી મેરે દિલ મે ખ્યાલ આતા હેતેરે ઝુલ્ફો કી છાવ મેબસ પત્યું. મને બીગ-બીની કવિતા પણ સાંભળી મજા આવી. મે પાપાને કહ્યું કે મને બીગ-બીની કવિતા શીખવાડો. હું કવિતા , ગીતો ગાતા શીખ્યો. ઇન્દોરમાં સમર કેમ્પ ચાલે ત્યાં જઈ હું એક્ટિંગ અને ડાન્સિંગ શીખ્યો. બાળકોના ફેશન શોમાં ભાગ લીધો.

એમ.પીના ન્યૂઝ પેપરમાં મારા ફોટા આવ્યા. ત્યાર બાદ મે પાપાને કહ્યું કે પાપા મને એક્ટિંગ કરવી છે. મારા પાપા મુંબઈમાં કોઈને ઓળખતા નહોતા. મારા પાપાએ ઈન્ટરનેટ ઉપર ઓડીશન અંગે સર્ચ કરવાનું શરુ કર્યું. એક વ્યક્તિને ઓડીશન માટે કોલ કર્યો, ને સદભાગ્યે એ વ્યક્તિ ઇન્દોરના નીકળ્યા એમણે મારા પાપાને એડ ફિલ્મ્સ અને ઓડીશન અંગે માહિતી આપી. મે ઓડીશન આપ્યા અને હું સિલેક્ટ થતો ગયો. મારું પહેલું ઓડીશન બાલાજીની જોધા અકબરમાટે હતું એમાં હું સિલેક્ટ થઇ ગયો. ત્યાર બાદ કબીર ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાટે ઓડીશન આપ્યું એમાં સિલેક્ટ થયો પણ ડેલી સોંપ જોધા અકબરમાં કર્જત કામ કરતો હોવાથી હું દિલ્હી બજરંગી ભાઈજાનના શૂટ માટે જઈ ના શક્યો. ત્યાર બાદ  આશરે ૪૫ થી વધુ એડ ફિલ્મ્સમાં કામ કર્યું. ખિલાડી અક્ષય કુમાર સાથે ૨૦૧૪માં રસના સરબતની એડમાં કામ કર્યું. કિંગ ખાન એસ.આર.કે સાથે નેરોલેક પેઈન્ટની એડમાં કામ કર્યું છે.

 

) રિકી એડ ફિલ્મ્સ અને ફિલ્માં કામ કરે છે તો તારો અભ્યાસ નથી બગડતો?

ન્યુઝ ઓનલાઈન : જવાબ : રિકી પટેલ ) ના , હું મલાડ (વેસ્ટ) રાયન ઈન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરું છું. વીકેન્ડમાં ફકત એડ ફિલ્મ્સ કે ફિલ્મનું શૂટ કરું છું જેથી મારા અભ્યાસમાં ખલેલ ના પડે. કદાચ સ્કુલમાં લીવ લેવી પડે તો હું એપ્લીકેશન આપી દઉં છું.

 

-) રિકી અમિતાભ બચ્ચન સાથે ૨૦ દિવસ સેટ ઉપર કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

ન્યુઝ ઓનલાઈન : જવાબ : રિકી પટેલ )  અમિત સર સાથે પહેલી વાર સેટ ઉપર મુલાકાત થઇ ત્યારે આખા યુનિટ સામે એમને ડો.હરિવંશ રાય બચ્ચનની કવિતા મે કંઠસ્ત કરી અને ગાઈ બતાવી. અમિત સહીત આખા યુનિટના સભ્યોએ ખુશ થઇ અને મને વધાવી લીધો. અમિત સરએ કહ્યું કે મારા પિતાજીની કવિતા તે ગાઈ મારું મન જીતી લીધું. બસ પછી મારી અને અમિત સરની દોસ્તી થઇ. કોલકાતામાં ક્યારેક સીન ઓકે  થાય એટલે  અડધો કલાકનો સમય મળે ત્યારે અમે ફૂટબોલ પણ રમતા હતા. અમિત સરે  મને એમનો પર્સનલ નંબર આપ્યો છે. જયારે વાત કરવી હોય ત્યારે કરી લઉં છું. વિદ્યા બાલન મારી ફેવરીટ આર્ટીસ્ટ છે. મારો મસ્તીખોર સ્વભાવ છે. મને બહુ ભય લાગતો હતો કે અમિત સર મને સેટ ઉપર વઢશે તો? પહેલા દિવસે એમને મળ્યો. ખુબ પ્રેમાળ છે અમિત સર. એમને બાળકોની કંપની ખુબ ગમે છે અને  મારો ડર ગાયબ થઇ ગયો.

-) રિકી યશરાજ બેનર સાથે અને ખાસ કરી પરીણીતી સાથે કામ કરવાનો અનુભવ જણાવ?

ન્યુઝ ઓનલાઈન :જવાબ :રિકી પટેલ ) પરિણીતી મેમ ગેઝેટ્સના શોખીન છે. મને પણ મોબાઈલમાં ગેમ્સ રમવાનું ગમે છે. ક્યારેક સેટ ઉપર ક્રિકેટ પણ રમી લેતા હતા. પરી મેમ મારી જેમ મસ્તી ખોર છે એટલે મજા પડી. એમને પણ ટેબ્લેટ , લેપટોપ અને અવનવા લેટેસ્ટ ટેકનોલોજીના મોબાઈલનો શોખ છે.

 

-) તારા ફેવરીટ એકટર કોણ છે?  તારે મોટા થઇ એકટર બનવું છે કે પાપાની જેબ પેથોલોજીસ્ટ બનવું છે?

ન્યુઝ ઓનલાઈન : જવાબ : રિકી પટેલ )  ના મને પેથોલોજીસ્ટ નથી બનવું અને ડોક્ટર પણ નથી બનવું. ડોક્ટર ઇન્જેક્શન આપે અને સર્જરી કરે. મને સર્જરી કરનાર ડોક્ટરને જોઈ બીક લાગે. મને એક્ટિંગ કરવી બહુ ગમે છે એટલે હું મોટો થઇ અમિતાભ બચ્ચનની જેમ સુપર સ્ટાર બનવા માંગુ છું. મારા સ્વ.નાનાજી પણ ઇન્દોરમાં  ઇવેન્ટ કરતા હતા. એમને પણ અભિનયમાં રસ હતો અને મારી મોમની પણ ઈચ્છા હતી કે હું બોલીવુડમાં કેરિયર આગળ વધારું. મારા દાદાજીનો પરિવાર એગ્રીકલ્ચર સેક્ટરમાં છે એટલે કોઈને બોલીવુડ અંગે બહુ માહિતી નથી.

 

-)  લાલુ પટેલ( રીકીના પિતા ) રૂઢિગત પરિવારમાંથી આવો છો? દીકરાને અભિનય ક્ષેત્રે લઇ આવ્યા?

જ :ન્યુઝ ઓનલાઈન : લાલુ પટેલ )  જુઓ હું મંદસોર જેવા નાનકડા ટાઉનથી  છું, જ્યાં એગ્રીકલ્ચર સેક્ટરમાં વધુ લોકો કાર્યરત છે. મારો પરિવાર જાગીરદારી વાળો છે. ઘરમાં શિક્ષણ ઓછુ રહ્યું છે. મારા ઘરમાં ફક્ત હું અભ્યાસ માટે ઇન્દોર ગયો અને પેથોલોજીસ્ટ બન્યો. મે રાજપૂત કન્યા સાથે પ્રેમ લગ્ન કર્યા, જે મારા પરિવારને પસંદ નહોતું. ત્યાર બાદ સામાજિક રૂઢિઓ સામે સંગર્ષ પણ ઘણો કર્યો છે. મારા સ્વ. સસરા ઇન્દોરમાં ઇવેન્ટ કરતા હતા. મારા દીકરાને પહેલે થી જ અભિનયમાં રસ હતો. વળી મારા દીકરાને કારકિર્દી માટે કોઈ દબાણ નથી. બોલીવુડમાં સ્પર્ધા બહુ છે પણ મારો દીકરો રસ ધરાવે છે એટલે અભિનય કરે છે. સ્પર્ધા કરવા માટે અભિનય કરતો નથી. મારી પત્નીની ઈચ્છા હતી કે દીકરો ટી.વી ઉપર દેખાય અને તેનું સપનું પૂરું થયું છે. મુંબઈમાં મારા દીકરાનો કોઈ ગોડ ફાધર નહોતો. અમિતજી સાથે મારા દીકરાને ઓન-સ્ક્રીન કામ કરતા જોઈ સંતુષ્ટ છું.

 

સ-૭ ) શરૂઆતમાં મુંબઈમાં કેવી તકલીફ પડી?

જ : ન્યુઝ ઓનલાઈન : લાલુ પટેલ ) મુંબઈમાં ફ્રોડ થશે તો એવો ભય અમને હતો. અહી ચિલ્ડ્રન પોર્ટફોલીઓને નામે તગડી કમાણી કરી, બકરા બનાવવાનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે. અમે તમારા દીકરાને કાસ્ટ કરી આપીશું અમને આટલા રૂપિયા આપો. એવું કહેનારા કેટલાય ઠગ ફરતા હોય છે. અમુક કાસ્ટિંગ એજન્સી વિશ્વાસપાત્ર હોય છે. સદભાગ્યે અમને વિશ્વાસપાત્ર અને સાચું માર્ગદર્શન આપનારા લોકો મળ્યા.

 

સ – ૮ )   ઓડીશન માટે બાળકોને લઇને આવતા વાલીઓને શું માર્ગદર્શન આપવા માંગો છો?

જ – ન્યુઝ ઓનલાઇન : લાલુ પટેલ ) ઓડીશનમાં બાળક સિલેક્ટ થશે કે નહિ ? એ વિચારવાનું છોડો. બાળકને દબાણ આપવાનું બંધ કરો. બોગસ કાસ્ટિંગ એજન્સીના ચક્કરમાં પડવું નહિ. મોઘા મોઘા પોર્ટફોલીઓ પાછળ રૂપિયાનું આંધણ કરવાનું છોડો. તમારા દીકરા કે દીકરીની અભિનય ક્ષમતાને આધારે કામ મળે છે. પોર્ટ ફોલીઓ ગમે એટલો આર્કષક હોય પણ પરફોર્મન્સ નબળો હોય તો આગળ વધવાના ચાન્સ ઘટે છે.  

 ----------------------------------------------------------------------------------------------------------------------------

છેલ્લે રિકીનું સપનું બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જેવી સફળતા મેળવવાનું છે અને એનું સપનું પૂરું થાય એવી શુભેચ્છા આપી અમે રજા લીધી.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close