મોહેંજો દડો ૩૦૦ ઓડીશનની વણઝાર

કચ્છ જીલ્લા સાથે ફિલ્મ દિગ્દર્શક આશુતોષ ગોવારીકરને જબરી  આત્મિયતા છે. આશુતોષની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ "લગાન"નું  સંપૂર્ણ શૂટ કચ્છ -ભુજમાં કરવામાં આવ્યું હતું. આશુતોષનું પણ માનવું છે કે ભુજ તેમની ફેવરીટ પ્લેસ છે. જ્યાં એમને શૂટ કરવું  ગમતું  હોય  છે.  કચ્છના મહારાવ અને ભુજના રાજવી પ્રાગમલજીના શહેર ભુજમાં શૂટ કરવું આશુતોષ ગોવારીકરને કાયમ પસંદ પડતું હોય છે. તેમના મતે ભુજ અને કચ્છમાં સિક્વન્સને રીલેટેડ લોકેશન મળતા હોવાથી અહી પ્રથમ પ્રેફરન્સ આપવામાં આવે છે.

આગામી પ્રદર્શિત થનારી ફિલ્મ "મોહેંજો દરો"નું પણ શૂટ ભુજ અને આસપાસના અંતરિયાળ વિસ્તારમાં કરવામાં આવ્યું છે.  આશુતોષ ગોવારીકરે "લગાન" માટે  ભુજોડી , નખત્રાણા સહીત માંડવીના પેલેસમાં પણ શૂટ કર્યું હતું.

નિર્માતા નિર્દેશક આશુતોષ ગોવારીકરના મહત્વપૂર્ણ અને અતિભવ્ય બજેટના ફિલ્મ પ્રોજેક્ટ "મોહેંજો દરો" આગામી ૧૨ ઓગસ્ટે સમગ્ર ભારત અને ઓવરસીઝમાં રીલીઝ થશે. આ ફિલ્મ સિંધુ ખીણની હડપ્પા સંસ્કૃતિ ઉપર આધારિત છે. આ ફિલ્મમાં ફાઈટ દ્રશ્યનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે એમાં બે દ્રશ્ય એવા છે, જેમાં વી.એફ.એક્સની મદદ વિના રિતિકે ઓરીજનલ સ્ટંટ સીન આપ્યા છે. બકર અને જોકર જેવા બે મહાકાય યોદ્ધા સાથે લડવા માટે વી.એફ.એક્સની મદદ લેવાની દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે નાં પાડી હતી. ફાઈટ માસ્તરે અને રિતિકે ઓરીજીનલ ટચ આપવા અહી ખુબ જ મહેનત કરી હતી. બકર અને જોકરની નાનકડી ભૂમિકા માટે  મહાકાય શરીર ધરાવતા અને ૭ ફૂટ ઉચા વ્યક્તિઓની જરૂર હતી. આ માટે ૩૦૦ જેટલી વ્યક્તિઓના ઓડીશન લેવામાં આવ્યા હતા. કચ્છના  ભુજમાં  આકરા ઉનાળાની કાગઝાળ ગરમીમાં રિતિકે આ ફાઈટ સિક્વન્સ શૂટ કરી હતી. કચ્છના લોથલ નજીક સિંધુ -ખીણની હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા.

આ ફિલ્મના નિર્માતા છે સુનીતા ગોવારીકર અને સિદ્ધાર્થ રોય કપૂર. રિતિકની અપોઝીટ આ ફિલ્મમાં અભિનેત્રી પૂજા હેગડે કામ કરી રહી છે. આ ફિલ્મમાં સુહાસિની મૂળે અને અભિનેતા કબીર બેદી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Cricket Score

WhatsApp Registraltion

Close