એરસેલે લોચ કર્યો ૮૪ દિવસ સુધી ૨ જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગનો પ્લાન

Date:2017-08-14 14:29:35

Published By:Jay

નવી દિલ્હી-રિલાયન્સજીઓના 399 રૂપિયામાં 84 જીબી ડેટા વાળા પ્લાને લોન્ચ કર્યા બાદ તમામ ટેલીકોમ કંપનીઓ પણ 84 દિવસોનો પ્લાન લોન્ચ કરી રહી છે. આ કડીમાં એરસેલે 84 દિવસોની સમય મર્યાદાની સાથે 168જીબી ડેટા વાળા પ્લાન લોન્ચ કરી દીધો છે. કંપની 229 રૂપિયાનો પણ એક પ્લાન લોન્ચ કર્યો છે.

આ પ્લાન પૂર્વોત્તર ભારત અને જમ્મુ કાશ્મીર માટે છે.  આ પ્લાનની કિંમત નોર્થ ઇસ્ટમાં જ્યાં 419 રૂપિયા છે. ત્યા જમ્મુ કાશ્મીર સર્કલમાં 449 રૂપિયા છે. 449 રૂપિયા વાળા પ્લાનમાં 84 દિવસો માટે 168 જીબી ડેટા મળી રહ્યો છે. એટલે કે 84 દિવસો સુધી રોજ 2 જીબી ડેટા મળશે. ડેટાની સ્પીડ 3જી કે 2જી હશે.

તે સિવાય કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની  સુવિધા પણ મળશે. જેમા લોકલ અને એસટીડી કોલિંગ સામેલ છે. તે સિવાય કંપનીએ જમ્મુ કાશ્મીર માટે 229 રૂપિયાનો પણ પ્લાન છે. જેમા 84 દિવસો માટે ડેટા અને એરસેલની નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. 

Cricket Score

WhatsApp Registraltion

Close