સુરત મહાનગર પાલિકાનુ ડ્રાફ્ટ બજેટ રજૂ

Date:2015-01-07 18:30:33

Published By:Nirav panchal

અમદાવાદનુ ડ્રાફ્ટ બજેટ થોડા દિવસ પહેલાં રજૂ કરવામાં આવ્યું હતું અને હવે આજે સુરત મહાનગર પાલિકાના કમિશનરે વર્ષ ૨૦૧૫-૧૬નુ બજેટ રજૂ કર્યું હતું. જે બજેટ આગામી વર્ષ માટે ૪૪૭૦ કરોડનુ રજૂ કરવામાં આવ્યું હતું. સુરતની મહૂર્ત બદલવા માટે કોર્પોરેશન દ્વારા ૨૫૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં સુરતને સ્માર્ટ સીટી બનાવવા માટે ૫૩૧ જેટલાં વિકાસના કામોને મહત્વ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે. બજેટમાં સુરતને સમાર્ટ સીટી બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં મોબાઈલ એપ્લીકેશન અને ઓનલાઈન સેવા પર વધુ ભાર મુકવામાં આવશે.

Cricket Score

WhatsApp Registraltion

Close