દલિત અત્યાચાર-કેજરીવાલના આકરા પ્રહારો, કહ્યું-'સરકાર BJPના ગુંડાઓને બચાવી રહી છે'

Date:2016-07-22 15:54:46

Published By:Jayesh

ઉના - ગુજરાતના જૂનાગઢમાં આવેલું ઊના અત્યારે રાષ્ટ્રીય પક્ષો માટે રાજકીય એજન્ડાઓના અખાડા સમાન બની ગયું છે. ગુજરાતમાં દલિત યુવાનોને ઢોર માર મારવાનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ગુંજ્યો અને હોબાળો પણ થયો. જાણે ઊનામાં રાજકીય દાવપેચ ખેલાઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. ત્રણેક દિવસ અગાઉ ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે દલિત પીડિતોની મુલાકાત લીધી હતી અને પીડિતોને ન્યાય તેમ જ સારવારના ખર્ચનું આશ્વાસન આપ્યું હતું. તેના બીજા જ દિવસે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પીડિતોની મુલાકાતે પહોંચ્યાં હતાં જે પછી સાંજની સભામાં કોંગ્રેસ દ્વારા પીડિતોને રૂ. 5 લાખની સહાયની ઘોષણા કરવામાં આવી હતી.રાજ્યમાં હાલ કુલ 33 લોકોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે.


અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે "અમે જોયું કે લોકો કેવી રીતે દલિતોને મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ ગયા. મારતી વખતે જે ડંડા વપરાયા તે પોલીસના ડંડા હતાં. જેના પરથી કહી શકાય કે પોલીસ આ સમગ્ર મામલે મળેલી હતી. ઉપરથી જો સંકેત હોય તો જો આવું બને. પીડિતોને હું રાજકોટમાં મળ્યો તેમણે કહ્યું કે શિવસેનાના લોકોએ કર્યું. ભાજપની સરકાર પોતાના લોકોને મોકલીને માર ખવડાવે છે, અને પોલીસ જોયા કરે છે, દલિત સમાજ અવાજ ઉઠાવે ત્યારે પોલીસ તેમના ઉપર અત્યાચાર કરે, ખોટા કેસ કરે. દલિતો પર અત્યાચારની આ ઘટનામાં 40થી 50 લોકો સામેલ છે જ્યારે અત્યાર સુધી 16-17 જ પકડાયા છે. કેમ બીજા પકડાયા નથી. સરકાર ભાજપના ગુંડાઓને બચાવવાની કોશિશ કરી રહી છે. 

તેમણે એમ પણ કહ્યું કે અહીં એટલી ઘટનાઓ ઘટી છે પરંતુ કોઈને કઈ ફરક પડતો નથી. કોઈના ઉપર કઈ કાર્યવાહી થતી નથી, જેલ થતી નથી. જેટલા પણ લોકો સામેલ છે તે પકડાય અને એવી સજા મળે કે બીજા કોઈ ભવિષ્યમાં કરે તો તેમનો આત્મા તડપી ઉઠે. આત્મહત્યાનો પ્રયત્ન કરનારા લોકોને મારી વિનંતી છે કે આત્મહત્યા ન કરવી, આપણે મળીને લડીશું. અત્યાચારી ગુંડાઓને મળીને જેલ પહોંચાડીશું. આ લોકોને સખત સજા મળવી જોઈએ, દલિતોને ન્યાય મળવો જોઈએ. સરકારે આ ઘટના અંગે સીઆઈડીને તપાસ સોંપી છે પંરતુ સીઆઈડી કઈ કરતી નથી. જે કેસ યુવકો પર લગાવ્યાં છે તે પાછા ખેંચાવા જોઈએ. આંદોલનમાં સામેલ લોકો પર ખોટા કેસો પાછા ખેંચાવા જોઈએ. અમે રાજનીતિ કરીએ છીએ.. હા હા કરીએ છીએ, દલિતોને ન્યાય અપાવવાની રાજનીતિ કરીએ છીએ. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close