આદર્શ સોસાયટીના `ધ્વંસ’ સામે સુપ્રીમ કોર્ટનો `સ્ટે’,કેન્દ્રને સુરક્ષાની જવાબદારી

Date:2016-07-22 16:21:13

Published By:Jayesh

નવી દિલ્હી - મુંબઈની આદર્શ સોસાયટીને તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સાથે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને નોટિસ પણ પાઠવીને આગામી પાંચ ઓગસ્ટે વધુ સુનાવણી નિર્ધારિત કરી છે. આ તારીખ પહેલાં કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોને જવાબ રજૂ કરવા તાકીદ કરી છે.

સુપ્રીમ કોર્ટે આ સાથે કેન્દ્ર સરકારેને એક અઠવાડિયામાં આદર્શ સોસાયટીને પોતાના કબજામાં લેવાનો પણ આદેશ આપ્યો છે. ઉપરાંત ગાર્ડસને દૂર કરવા તથા સોસાયટીની સુરક્ષા જાળવી રાખવાનો પણ કેન્દ્રને હુકમ કર્યો છે.

અગાઉ મુંબઈ હાઈકોર્ટે 29 એપ્રિલ 2016એ આદર્શ સોસાયટી તોડી પાડવાનો મહારાષ્ટ્ર સરકારને હુકમ કર્યો હતો. હાઈકોર્ટે આ સાથે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈ શકે તે માટે આ આદેશનો અમલ 12 અઠવાડિયા સુધી મુલત્વી રાખ્યો હતો. મુંબઈ હાઈકોર્ટે આ સાથે આદર્શ સોસાયટી બનાવવા બદલ અમલદારશાહી તેમજ રાજકીય નેતાઓ સામે ફોજદારી કેસ નોંધવાનો પણ હુકમ કર્યો હતો. 31 માળની આદર્શ સોસાયટી કોલાબામાં છે. તેની પાસે  જ સરંક્ષણ સંસ્થાન હોવાથી તેને જોખમી માનવામાં આવે છે. આદર્શ સોસાયટીના નિર્માણમાં નિયમો તથા કાયદાને ધોળીને પી જવાનું જાહેર થતાં તે વિવાદમાં આવી હતી. ત્યારબાદ આ સોસાયટીમાં વગદાર અધિકારીઓ, સેના અધિકારીઓ તથા નેતાઓના સગાઓને ફલેટની લ્હાણી કરાઈ હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. આ વિવાદને કારણે મહારાષ્ટ્રના તે સમયના કોંગ્રેસ-એનસીપીના મુખ્યપ્રધાન અશોક ચૌહાણને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close