રિલીઝ થઈ ઇરફાનની 'મદારી',ઈરફાનનો શાનદાર લુક જોવા મળશે

Date:2016-07-22 18:24:56

Published By:Jayesh

રેટિંગ : 3/5

કલાકારો : ઇરફાન ખાન, વિશેષ બંસલ, જિમી શેરગિલ, નિતેશ પાંડે, તુષાર દલવી, સાધિલ કપૂર
ડિરેક્ટર : નિશિકાંત કામત
પ્રોડ્યુસર : શૈલેષ સિંહ, ઇરફાન ખાન, મદન થાલીપાલ , સુતાપા સિકદર, શૈલજા કેજરીવાલ

વાર્તા  - 
આ વાર્તા એક આમ આદમીની જીદની છે જે પોતાની લાઇફમાં બનેલી દુર્ઘટનાના પગલે સમગ્ર સરકારી તંત્રને હલાવી નાખે છે. આ આમ આદમી છે નિર્મલ કુમાર (ઇરફાન ખાન). તે મુખ્યપ્રધાનના દીકરાને કિડનેપ કરી લે છે અને તેને છોડવા માટે કેટલીક શરતો મૂકે છે. પછી તો વાર્તામાં અલગઅલગ પાત્રોની એન્ટ્રી થાય છે અને ફિલ્મનો ચોંકાવનારો અંત આવે છે જે જાણવા માટે થિયેટર સુધી લાંબુ થવું જ પડશે.

ડિરેક્શન - 

ફિલ્મનું ડિરેક્શન સારું છે અને લોકેશન પણ કમાલના છે. આ ફિલ્મની વાર્તાનો મુદ્દો પણ સારો છે જે આમ આદમીના હકને દર્શાવવાનો પ્રયાસ કરે છે. જોકે ફિલ્મ સાથે સમસ્યા એ છે કે ફિલ્મ થોડી ધીમી છે. જોકે ઇરફાન દર્શકોને ફિલ્મ સાથે બાંધી રાખે છે.

પર્ફોમન્સ -
ઇરફાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે બહુ ઉમદા એક્ટર છે. ફિલ્મ ગમે તેવી હોય પણ ઇરફાન ફિલ્મને તમારી સાથે જોડી રાખે છે. તેણે દરેક સીનમાં સારું પર્ફોમન્સ આપ્યું છે. આ સિવાય જિમી શેરગિલનું કામ પણ પોતાના પાત્રમાં સારું છે. ઇરફાન સિવાય વિશેષ બંસલ, જિમી શેરગિલ, નિતેશ પાંડે, તુષાર દલવી તેમજ સાધિલ કપૂરે સારી એક્ટિંગ કરી છે. ફિલ્મનું મ્યુઝિક તેમજ બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. જો તમે ઇરફાનના પ્રસંશક હો તો એકવાર આ ફિલ્મ જોઈ શકાય.

Cricket Score

WhatsApp Registraltion

Close