જર્મનીના ઓલમ્પિયા શોપિંગ મોલમાં ગોળીબાર,10થી વધારેના મોતની આશંકા

Date:2016-07-23 09:22:50

Published By:Jayesh

બર્લિનઃ જર્મનીના મ્યુનિખ ખાતે આવેલા ઓલમ્પિયા શોપિંગ મોલમાં ગોળીબારને કારણે 6 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતા જ્યારે મીડિયાના અહેવાલ મુજબ મૃત્યુઆંક 15 હોવાની આશંકા છે અને કેટલાંય લોકો ઘવાયા છે તેમ જર્મન પોલીસે જણાવ્યું હતું.  જોકે, જર્મન મીડિયા દ્વારા પ્રાપ્ત અહેવાલો અનુસાર મૃતકાંક 15 કે તેના કરતાં વધારેનો થઈ શકે છે.


દક્ષિણ જર્મનીના મ્યુનિખ શહેર ખાતે આવેલા ઓલિમ્પિક સ્ટેડિયમની નજીક આવેલા ઓલમ્પિયા મોલની અંદર રહેલા મેકડોનાલ્ડ્ઝ રેસ્ટોરાંમાં ગોળીબારના ઘટના પછી મોલને પોલીસે કબજે લીધો છે. સત્તાધીશોના જણાવ્યાનુસાર ત્રણ આતંકી અલ્લાહુ અકબરના નારા સાથે મોલમાં ઘૂસ્યા હતાં. મ્યુનિખ પોલીસે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે આ મોલમાં હાલ સઘન પોલીસ તપાસ ચાલતી હોવાથી લોકોએ આ વિસ્તારમાં આવવું ટાળવું જોઇએ.

જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે અહીં અનેક ઇમરજન્સી વાહનો ખડકાયેલાં જોયાં હતાં. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ એક કિશોરે ટ્રેનમાં ચડીને આડેધડ ચાકુ અને કુહાડી ચલાવીને પાંચ લોકોને ઘાયલ કર્યા હતા તેના બાદ અહીં આવી બીજી ઘટના બની છે.

આંતરિક બાબતોના પ્રધાને જણાવ્યું હતું કે તે કિશોર આઈએસથી પ્રભાવિત હતો તેથી તેણે આ હુમલો કર્યો હતો. તે કોઈ જેહાદી જૂથનો સભ્ય નહોતો. તે અગાઉ ફ્રાન્સના નીસ શહેરમાં પણ એક આતંકવાદીએ બેફામ ટ્રક હંકારીને 84 લોકોને મોતને ઘાટ ઉતાર્યાં હતા. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં થયેલા હુમલાના કારણે સમગ્ર યુરોપમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ હુમલાનો હુમલાખોર એક જ હતો અને તે મેટ્રો સ્ટેશન તરફ નાસી છૂટ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close