કાબુલમાં કીડનેપ કરાયેલી જુડિથ ડીસૂઝાને બચાવી લેવાઈ,વિદેશમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી

Date:2016-07-23 09:29:00

Published By:Jayesh

નવી દિલ્હી -ગત મહિને અફઘાનિસ્તાનના કાબુલમાંથી કિડનેપ કરાયેલી ભારતીય મહિલા જૂડિથ ડિસૂઝાને રેસ્ક્યુ કરી લેવાઈ છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે સવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. 


વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે સવારે ટ્વિટ કરતા કહ્યું કે મને જણાવતા ખુશી થાય છે કે જૂડિથ ડિસૂઝાને રેસ્ક્યુ કરી લેવાઈ છે. અત્રે જણાવવાનું કે 40 વર્ષની જૂડિત આગા ખાન ફાઉન્ડેશનમાં સિનિયર ટેક્નિકલ એડ્વાઈઝર તરીકે કાર્ય કરે છે. 9મી જૂનના રોજ કાબુલના હાર્દ સમાન વિસ્તારમાં આવેલી તેની ઓફિસમાંથી શંકાસ્પદ આતંકીઓએ તેનું અપહરણ કર્યુ હતું.

જૂડિત છેલ્લા એક વર્ષથી કાબુલમાં છે. 15મી જૂને તે તેના કોલકતા ખાતે ઘરે આવવાની હતી. પરંતુ તે પહેલા જ તેનું અપહરણ થઈ ગયું હતું. જૂડિતના ભાઈ જેરોમ ડીસૂઝાએ ગઈ કાલે ટ્વિટ કરીને સુષમા સ્વરાજને મદદ માટે આશ્વાસન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વિદેશમંત્રીએ જૂડિતના પરિવાર સાથે વાત કરીને જણાવ્યું હતું કે જૂડિતના છૂટકારા માટે સરકાર બનતા બધા પ્રયત્નો કરશે. 

મે મહિનામાં ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તાનમાં રહેતા અને પ્રવાસી તરીકે આવતા ભારતીયો માટે સિક્યુરિટી એડ્વાઈઝરી પણ જારી કરી હતી.  જેમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં વિદેશીઓને ટારગેટ કરી રહ્યાં છે. આ ઉપરાંત અપહરણ અને બંધકો બનાવવાની ઘટનાઓ પણ ઘટી રહી હોવાથી સાવધાન રહેવા જણાવ્યું હતું. 

Cricket Score

WhatsApp Registraltion

Close