મરાઠવાડામાં 100થી વધુ ગુમ થયેલા મુસ્લિમ યુવકો જોડાયા ISISમાં- શિવસેના

Date:2016-07-23 12:02:42

Published By:Jayesh

મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં 100થી વધુ મુસ્લિમ યુવકો ગુમ થયાના અહેવાલો મળી રહ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ યુવકો આતંકી સંગઠન આઈએસઆઈએસમાં સામેલ થઈ ગયા છે. આ દાવો શિવસેનાના ધારાસભ્ય રાહુલ પાટિલે શુક્રવારે વિધાનસભામાં કર્યો હતો.પાટિલનો આરોપ છે કે અસદુદ્દીન ઓવૈસીની આગેવાનીવાળી એઆઈએમઆઈએમ આઈએસઆઈએસને સમર્થન આપી રહી છે. પાટિલે ઓવૈસીની પાર્ટીની માન્યતા રદ કરવાની માંગ પણ કરી હતી.

તેઓએ મરાઠવાડામાં પરભની ખાતેથી હાલમાં જ એક યુવકની ધરપકડનો હવાલો આપ્યો હતો.આ યુવકનો સંપર્ક આઈએસઆઈએસ સાથે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.પાટિલે જણાવ્યું હતું કે, પોલીસને પણ એમ લાગી રહ્યું છે કે ગુમ થયેલા આ યુવકો આઈએસઆઈએસમાં સામેલ થવા માટે રવાના થયા છે.

એઆઈએમઆઈએમના ધારાસભ્ય વારિસ પઠાણે પાટિલના આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.પઠાણે કહ્યું હતું કે, તેમની પાર્ટી આઈએસઆઈએસનું સમર્થન કરે છે તે વાતમાં કોઈ તથ્ય નથી.અમે હંમેશા આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનોનો વિરોધ કર્યો છે.

 

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા એક અઠવાડિયા પહેલા એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.ધરપકડ કરાયેલા 31 વર્ષીય નાસીર બિન યફી ચાઉસ કથિત રીતે ઈસ્લામિક સ્ટેટ સાથે સંપર્કમાં હતો.એટીએસના જણાવ્યા મુજબ, નાસીર આઈએસમાં જોડાવા માટે સિરીયા જવાનું આયોજન કરી રહ્યો હતો.એટીએસે એવો પણ દાવો કર્યો હતો કે, નાસીર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી મોટી સંખ્યામાં યુવકોને પ્રભાવિત કરી રહ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close