રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક,દલિત પીડિતની નકલી માતા બનીને મળી મહિલા

Date:2016-07-23 14:20:56

Published By:Jayesh

રાજકોટ - ઉનાના બહુચર્ચિત દલિત અત્યાચાર કેસમાં જે રીતે રાજકારણ ગરમાયુ છે તેમાં વધુ વધારો થાય તેવો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તા.21ના ગુરુવારે રાજકોટની સિવીલ હોસ્પીટલમાં એક મહીલા સાથે કેટલોક સમય વિતાવ્યો હતો અને ભાવવિભોર બન્યા હતાં.

 
રાહુલ ગાંધીએ જે મહીલા સાથે સમય ગાળ્યો હતો તેમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલામાં રાહુલ ગાંધી જે મહીલાને મળ્યા હતા તે મહીલા કોઇપણ પીડિત પરિવાર સાથે કોઈ પણ સંબંધ ધરાવતી ન હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હવે ભાજપે ઉનાની ઘટનાને રાજકીય રંગ આપવા કોંગ્રેસે જ સમગ્ર ગોઠવણ કરી હોવાના આરોપ લગાવ્યા છે. તો સામે કોંગ્રેસે વળતો પ્રહાર કરી ભાજપ આ મુદ્દાને ચગાવીને મૂળ ઘટનાને ભૂલવાના પ્રયત્નો કરી રહ્યો હોવાનું કહ્યુ છે.

આ મહિલા પોતાને પીડિતની માતા ગણાવતી હતી.  આ મહિલા રાજકોટની છે અને તેનું નામ રમા મુછડિયા છે. આ મહિલા પીડિતની સંબંધી થતી નથી. એવી પણ માહિતી મળી રહી છે. રાહુલ ગાંધી પીડિતોને મળવા આવ્યા ત્યારે મહિલાએ ચાલાકીથી દર્દીના સગાની ઓળખ આપીને રમા સરવૈયાના નામનો પાસ કઢાવી લીધો હતો. રાહુલ ગાંધી આ દલિત મહિલાને મળ્યા પછી તેની તસવીરોએ ભારે ચર્ચા જગાવી હતી.

મહિલાએ રાહુલને કહ્યુ હતુ કે હવે અમે આ ગામમાં નહીં રહીએ.તેના પર રાહુલે તેમને ગળે લગાડ્યા હતા.રાહુલ લગભગ 35 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.ઝેડ પ્લસ સિક્યુરિટી છતાં રાહુલની સુરક્ષામાં છીંડા માટે અનેક સવાલ ઉઠી રહ્યા છેકે રાજકોટમાં દર્દીઓ સાથે રહેનારા લોકો વિશે પોલીસે કોઈ તપાસ કરી નહોતી.પોતાને દલિત બતાવનારી રમાને બદલે કોઈ અસામાજિક તત્વ કે આતંકી પણ રાહુલની આસપાસ આવીને હુમલો કરી શકે તેમ હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close