અમે રાજનીતિ કરવા જ આવ્યા છીએ,દલિતોનો અવાજ બનીશું:શરદ યાદવ

Date:2016-07-23 14:47:33

Published By:Jayesh

ઉના - ઉનાના પીડિત દલિત પરિવાર પર થયેલા અત્યાચાર મુદ્દે રાજકારણ ગરમાયું છે. ઉનાના દલિત પરિવારની મુલાકાત અત્યાર સુધીમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ,રાહુલ ગાંધી અને કેજરીવાલ લઈ ચૂક્યા છે.જેડીયુના અધ્યક્ષ શરદ યાદવે પીડિત દલિત પરિવારની મુલાકાત લીધી અને તેમને સાંત્વના પાઠવી હતી.


શરદ યાદવે વાત કરતાં જણાવ્યું હતું કે, 'અમે દલિતોને મદદ કરવા આવ્યા છીએ.અમે દલિતોનો અવાજ બનવા આવ્યા છીએ. અમે રાજનીતિ કરવા જ આવ્યા છીએ.આવનારા દિવસોમાં બધા વર્ગ એક થશે'

આજે વૃંદા કરાત, કેરળના સાંસદ ડી.કે. રાજાએ પણ ઉનાના પીડિત દલિતોની મુલાકાત લીધી હતી. આવતી કાલે બસપાના અધ્યક્ષ માયાવતી ઉનાની મુલાકાત લેવાના હતાં પરંતુ હવે તેમની મુલાકાત સુરક્ષાના કારણે મુલતવી રાખી છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close