મધ્યપ્રદેશમાં બોરવેલમાં પડેલ બાળક મોતને ભેટ્યું,18 કલાકનું ઓપરેશન એળે ગયું

Date:2016-07-23 15:42:46

Published By:Jayesh

ગ્વાલિયર: ડબરામાં અઢી વર્ષનું એક બાળક 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. બાળક શુક્રવાર સાંજથી બોરવેલમાં પડી ગયું હતું. તંત્ર, પોલીસ અને BSFના જવાન છેલ્લા 18 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા હતા. અંતે છોકરાને બહાર કાઢવામાં તો આવ્યા પછી તેને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો છે.


ડબરાના ખેરી ગામમાં રહેતા હેમેશ પચૌરીનો અઢી વર્ષનો દીકરો અભિષેક શુક્રવારે સાંજે દાદી સાથે ખેતર ગયો હતો.ઘરે પરત ફરતી વખતે ઘાસના કારણે બોરવેલ દેખાયો ન હતો, અને તેના કારણે અભિષેક તેમાં પડી ગયો હતો.બોરવેલમાં તે 25 ફૂટ ઊંડાઈએ ફસાઈ ગયો હતો. ગભરાયેલી દાદીની બૂમો સાંભળીને ત્યાંના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા અને તેમણે તાત્કાલીક પોલીસ અને તંત્રને જાણ કરી હતી.

અભિષેક બોરવેલમાં પડ્યો હોવાની માહિતી મળતા ડબરાની પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.તાત્કાલિક એક મશીન બોલાવીને બોરવેલની પાસે બીજો ખાડો ખોદવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. તે સાથે જ BSF કેન્દ્રને પણ માહિતી આપવામાં આવી હતી.રાત સુધીમાં BSFએ તેમની કામગીરી ઝડપી કરીને બાજુમાં 25 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો.બોરવેલમાં જ્યાં બાળક ફસાયો હતો ત્યાં દોરડાની મદદથી પ્રકાશ, ખાવા-પીવાની અન્ય સામગ્રી પહોંચાડવામાં આવી હતી. તે ખાડામાં એક સીસીટીવી કેમેરો પણ નાખવામાં આવ્યો હતો જેથી અંદરની સમગ્ર હલચલ જાણી શકાય.

રાત્રે 12 વાગે ખાડો ખોદતી વખતે ખ્યાલ આવ્યો કે ખોદકામની દિશા બદલાઈ ગઈ છે.બે કલાક પછી મોડી રાત્રે 1.30 કલાકે ખાડાની પહોળાઈ વધારીને ફરીથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું.સીસીટીવી કેમેરામાં જે ફોટો સામે આવ્યો છે તેમાં બોરવેલમાં એક સાપ પણ જોવા મળ્યો હતો. તેના કારણે રેસ્કયૂમાં જોડાયેલા જવાનોની મુશ્કેલી વધી ગઈ હતી.સાપ પણ કોબરા અને ઘણો મોટો હતો. સાપના કારણે અભિષેકના જીવનું જોખમ હતું.

Cricket Score

WhatsApp Registraltion

Close