અમદાવાદની સ્પાની આડમાં ચાલતું સેક્સરેકેટ, ચાર યુવતીઓ ઝડપાઈ

Date:2016-07-23 18:09:58

Published By:Jayesh

અમદાવાદ - ચાંદખેડા વિઠલમોલમાં આવેલા હર્બલકેર સ્પાની આડમાં સેકસરેકેટનો પર્દાફાશ ડીસીપી ઝોન-૨એ કર્યો છે.ડીસીપીએ જાતે દરોડો પાડીને સેકસરેકેટ ઝડપી પાડ્યું હતું, પોલીસે સ્પાના માલિક જયદેવ સોનીના વિરુધ્ધમાં ઇમોરલ ટ્રાફિકીંગનો ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી.સેકસરેકેટમાં મણીપુર, રાજસ્થાન અને અરૃણાચલની ચાર યુવતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાંથી એક યુવતિને પોલીસે સાક્ષી બનાવી લીધી છે.


ચાંદખેડાના વિઠલમોલમાં હર્બલકેર સ્પામાં સેકસરેકેટ ચાલતુ હોવાની માહીતીના આધારે ઝોન-૨ ના ડીસીપી ઉષા રાડાએ જાતે દરોડો પાડયો હતો. પોલીસે બનાવટી ગ્રાહક મોકલીને સેકસરેકેટનો પર્દાફાશ કર્યો હતો. હર્બલકેર સ્પાનો માલિક જયદેવ સોની (રહે. આઇઓસી રોડ, ચાંદખેડા) માં રહે છે અને સેકસરેકેટ માટે બીજા રાજયોમાંથી યુવતિઓ લાવતો હતો. પોલીસના દરોડામાં સ્પામાંથી રાજસ્થાન, મણીપુરની એક-એક જયારે અરૃણાચલપ્રદેશની બે મળીને કુલ ચાર યુવતિઓ મળી આવી છે. સ્પાના માલિક જયદેવ સોનીએ સ્પાની અંદર સેકસેરેકેટ ચલાવવા ગ્રાહકોને સાચવવા માટે ગાદલાંની પણ કરી હતી. બહારના ભાગમાં પુરુષો માટે હેર ડ્રેેસર કામ કરતો અને અંદરના ભાગમાં સેકસ રેકેટ ઘણા લાંબા સમયથી ચાલતુ હતું.

ડીસીપી ઉષા રાડાના જણાવ્યાનુસાર સ્પામાંથી સેકસેરેકેટમાં ઉપયોગમાં આવતી વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી છે. જે સ્પાના માલિક પુરો પાડતા હતાં. સેકસરેકેટ માટે ચાર યુવતિઓેને લાવ્યા હતાં તેમાંથી એક યુવતિને સાક્ષી બનાવવામાં આવશે.આરોપી સ્પાનો ટેકસ પણ ભરતો ન હતો અને સેકસરેકેટ ચલાવતો હતો. આરોપીના વિરુધ્ધમાં ઇમોરલ ટ્રાફિકીંગનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close