PM બન્યા પછી મોદી ગુજરાત ભૂલ્યા, જનતાને આપેલો વાયદો વિસરી ગયા

Date:2016-07-23 19:18:21

Published By:Jayesh

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સાડા તેર વર્ષ શાસન કર્યા બાદ ગુજરાતમાંથી લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો. દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડોદરાની બેઠક પરથી ચૂંટાયા બાદ પ્રથમ જાહેર સભામાં ગુજરાતની જનતાને વિશ્વાસ આપ્યો હતો કે ગુજરાતને મુશ્કેલી હશે ત્યારે હું પડખે ઉભો રહીશ. ગુજરાતની તમામ હલચલો મને ખબર પડી જાય છે. આજે ગુજરાત દલિતો અને પાટીદારોના મુદ્દે સમગ્ર દેશમાં વિવાદનું કેન્દ્ર બન્યું છે, ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતની પડખે ઉભા રહેવાનું તો ઠીક સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને અપીલ કરવાનું પણ ટાળ્યું હતું. પરંતુ જર્મની અને મ્યુનીચમાં થયેલા હુમલા અંગે ટ્વિટ કરીને દિલસોજી વ્યક્ત કરી હતી. જેના ગંભીર પ્રત્યાઘાતો ગુજરાતની જનતા પર પડ્યાં છે. 


બે વર્ષ પહેલાં ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય થયા પછી આનંદીબેન પટેલના શાસનમાં અનેક વિવાદો ઉભા થયા હતા, જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં હતાં. ગુજરાતમાં ગતવર્ષે કુદરતી આપત્તિ પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. પાટીદારોના આંદોલનના કારણે તોફાનો પણ થયા હતા. હાલમાં ગુજરાતમાં દલિત અત્યાચારનો મામલો સમગ્ર દેશમાં વિવાદનો મુદ્દો બન્યો છે. વિવિધ રાજકીય પક્ષના આગેવાનો ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પીડિત જનતા માટે હરફ સુધ્ધા પણ ઉચ્ચાર્યો નથી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close