વડોદરામાં કોમી તોફાન - ફટાકડાં ફોડી પથ્થરમારો, ટિયરગેસના 15 શેલ છોડાયા

Date:2016-07-24 14:11:48

Published By:Jayesh

વડોદરા: ગૌરીવ્રતની જાગરણે ભાંડવાડા -મંગલેશ્વર ઝાંપા પાસે લારી પર બેસવા તેમજ વાહન અકસ્માતના મુદ્દે થયેલી જૂથ અથડામણ બાદ શનિવારે રાત્રે પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે ફતેપુરાના કુંભારવાડા તેમજ હાથીખાના પાસે એક જૂથે ઉશ્કેરણી કરતા ફરીવાર તોફાનો ફાટી નીકળ્યા હતાં. બે કોમના જૂથો વચ્ચે પથ્થરમારો અને લારીઓની તોડફોડ થતાં પોલીસે ટીયરગેસના 15 શેલ છોડ્યા હતાં. મોડીરાત્રે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ફતેપુરા ભાંડવાડા અને મંગલેશ્વર ઝાંપા પાસે ગૌરીવ્રતની જાગરણે આમલેટની લારી પર બેસવાના મામલે બે કોમના ટોળા સામ સામે આવી જઇ પથ્થરમારો કર્યો હતો. 
 
પોલીસે બંને કોમના 40 થી 50ના ટોળા સામે ગુનો નોંધી 5 તોફાનીની ધરપકડ કરી હતી. આ ઘટનાના પડઘા શનિવારે રાત્રે કુંભારવાડા અને હાથીખાના વિસ્તારમાં પડ્યા હતાં. હાથીખાના તરફથી ધસી ગયેલા એક જૂથે  ફટાકડાં ફોડી ઉશ્કેરણી કરી લારીઓ ઉંધી કરી દેતાં તોફાનો શરૂ થયા હતાં. બંને કોમના ટોળાઓ સામ સામે અાવી જઇ પથ્થરમારો તેમજ કાચની બોટલોનો મારો ચલાવતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. દરમિયાન પાંજરીગર મહોલ્લા તરફ પણ બે જૂથો આમને સામને આવી ગયા હતાં. તોફાની ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના 15 શેલ છોડ્યા હતાં. સ્થિતિ વણસે નહિ તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં. પોલીસે હાથીખાના અને કુંભારવાડામાં કોમ્બિંગ હાથ ધરી તોફાનીઓને રાઉન્ડઅપ કરવાનું શરૂ કર્યું હતું

Cricket Score

WhatsApp Registraltion

Close