ભારત પ્રથમ ટેસ્ટમાં વિજય તરફ અગ્રેસર,વિન્ડીઝને ફોલોઓન કર્યું

Date:2016-07-24 14:20:14

Published By:Jayesh

એન્ટિગુઆ: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે યજમાન ટીમે બીજી ઇનિંગમાં 1 વિકેટે 21 રન બનાવી લીધા છે. વેસ્ટ ઇન્ડઈઝની ટીમ હજુ પણ ભારતથી 302 રન પાછળ છે. આ પહેલા ભારતના પ્રથમ ઇનિંગમાં (566/8 રન)ના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 243 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પ્રથમ ઇનિંગના આધારે ભારતને 323 રનની લીડ મળી હતી. જે બાદ ઇન્ડીઝે ફોલોઓન રમવું પડયું હતું.

ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝે પોતાની પ્રથમ ઇનિંગમાં 1 વિકેટે 31 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝની આખી ટીમ 90.2 ઓવરમાં 243 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝ માટે ક્રેગ બ્રેથવેઇટ (74 રન), શેન ડોરિક (57* રન) અને કેપ્ટન જેસન હોલ્ડર (36 રન) હાઇએસ્ટ સ્કોરર રહ્યાં હતા.ભારત માટે પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે 4-4 વિકેટ ઝડપી હતી જ્યારે અમિત મિશ્રાને 2 સફળતા મળી હતી.

વેસ્ટ ઇન્ડીઝની બીજી ઇનિંગમાં ક્રેગ બ્રેથવેઇટ 2 રન બનાવી આઉટ થયો હતો.પ્રથમ ઇનિંગમાં એક પણ વિકેટ ન ઝડપનાર ઇશાંત શર્માએ બીજી ઇનિંગમાં બ્રેથવેઇટને આઉટ કર્યો હતો.વેસ્ટ ઇન્ડીઝની બીજી ઇનિંગના ત્રીજા દિવસની રમતના અંતે રાજેન્દ્ર ચંદ્રિકા (9 રન) અને ડેરેન બ્રાવો (10 રન) અણનમ રહ્યા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close