બીજેપીનું ડેમેજ કંટ્રોલ,પુરૂષોત્તમ રૂપાલાએ ઉના પીડિત પરિવારની મુલાકાત લીધી

Date:2016-07-24 14:23:23

Published By:Jayesh

ઉના: ઉનાનાં સમઢીયાળાની ઘટના બાદ એક પછી એક રાજકીય નેતાઓ પીડિત પરિવારની મુલાકાતે જાય છે. આજે પુરૂષોત્તમ રૂપાલા સહિત ભાજપના અગ્રણીઓ તેમજ ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયા પીડિત પરિવારને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે આજે માયાવતી પણ ઉનાની મુલાકાતે આવવાના હતા પરંતુ તેમની મુલાકાત મુલતવી રહી છે. પુરૂષોત્તમ રૂપાલાએ ઘરના મોભીઓ સાથે વાતચીત કરી હતી અને જાહેર સભા કરે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

ઉનામાં ચાર દલિત યુવકોને માર મારવાનો વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત સહિત દિલ્હી સંસદમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે એક પછી એક જુદી જુદી પાર્ટીઓનાં રાષ્ટ્રીય નેતાઓ ઉનામાં પીડિત દલિત પરિવારની મુલાકાતે આવી રહ્યાં છે. ગઈકાલે જેડીયુ નેતા શરદ યાદવ, સીપીઆઈના સાસંદ ડી. રાજા, ગુજરાતના ધારાસભ્ય છોટુ વસાવા સહિતના નેતાઓ સમઢીયાળા પહોચ્યાં હતા. ટીએમસીના ડેરેક ઓબ્રિયને જણાવ્યું હતું કે બંગાળમાં આવુ થતું નથી. અમે સોમવારે સંસદમાં આ મુદ્દો ઉભો કરવાના છીએ, જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે જવાબ નહીં આપે ત્યાં સુધી અમે સંસદને ચાલવા દઇશું નહીં.

Cricket Score

WhatsApp Registraltion

Close