ઓલિમ્પિક પહેલા ભારતને મોટો ફટકો,રેસલર નરસિંહ યાદવ ડોપ ટેસ્ટમાં ફેઇલ

Date:2016-07-24 14:32:29

Published By:Jayesh

નવી દિલ્હી: રિયો ઓલિમ્પિક પહેલા ભારતને ફટકો પડ્યો છે. ઓલિમ્પિક માટે રેસલિંગમાં એકમાત્ર કોટા મેળવનાર નરસિંહ યાદવ ડોપ ટેસ્ટમાં ફેઇલ થઇ ગયો છે. તેના બે સેમ્પલમાં તે ફેઇલ થયો હતો. યાદવને સુશીલ કુમારની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો હતો. તેને 74 Kg વેટમાં સુશીલ કુમારને બાઉટ માટે ચેલેન્જ પણ કરી હતી.

ડોપ ટેસ્ટમાં ફેઇલ થવા વિશે હજુ આઇઓએ (ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશન)  સાઇ (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) અને ડબલ્યૂએફઆઇ (રિસ્ટલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા) સહિત ખુદ નરસિંહે પણ કઇ નિવેદન આપ્યું નથી.નરસિંહે 2015માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતીને ઓલિમ્પિક કોટા મેળવ્યો હતો.

જેને કારણે તેને ઓલિમ્પિકમાં ઇન્ડિવિઝ્યુઅલ ગેમમાં સતત બે મેડલ (બેઇજિંગ-2008માં બ્રોન્ઝ, લંડન-2012માં સિલ્વર મેડલ) જીતનારા પ્રથમ ભારતીય સુશીલ કુમારની જગ્યાએ ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો.74 KG વેટમાં તેને સુશીલ કુમારની જગ્યાએ ઓલિમ્પિકમાં જવાની આશા હતી. પરંતુ ડોપ ટેસ્ટમાં ફ્લોપ થતા હવે તેની રિયો ડી જાનેરો જવાની આશા પૂર્ણ થઇ ગઇ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close