ભારત-ચીનના સંબંધો વધુ બગડશે,ચીનના ૩ પત્રકારોને દેશ છોડવા કહ્યું

Date:2016-07-24 15:06:58

Published By:Jayesh

નવી દિલ્હીઃ ભારતે ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના 3 જર્નાલિસ્ટને 31 જુલાઈ સુધીમાં દેશ છોડવા જણાવ્યું છે. સરકારે તેમના વીઝાની મર્યાદા આગળ વધારવાનો ઇન્કાર કરી દીધો છે. આ માટે સરકારે કોઈ કારણ નથી જણાવ્યું. ભારતે ચીન મામલે પ્રથમવાર આવી કાર્યવાહી કરી છે. આરોપ છે કે આ લોકો શંકાસ્પદ એક્ટિવિટીઝમાં સામેલ હતા. ભારતની આ કાર્યવાહી બાદ બંને દેશોના સંબંધો વધુ બગડી શકે છે.

મીડિયા અહેવાલ પ્રમાણે, આ 3 જર્નાલિસ્ટમાં વાઉ કિયાંગ, લુ તાંગ અને યોગાંગ સામેલ છે.વાઉ અને લુ, શિન્હુઆના દિલ્હી બ્યૂરોમાં કામ કરે છે. યોગાંગ મુંબઈમાં રિપોર્ટર છે.સૂત્રોએ જણાવ્યું કે, આ કાર્યવાહીનો અર્થ એમ નથી કે શિન્હુઆના જર્નાલિસ્ટ ભારતમાં કામ નથી કરી શકતા. એજન્સી આ જર્નાલિસ્ટ્સના સ્થાને નવા જર્નાલિસ્ટને એપોઈન્ટ કરી શકે છે.

મીડિયા અહેવાલ અનુસાર ઈન્ટેલિજન્સ એજન્સીઓનું એલર્ટ હતું કે, આ 3 જર્નાલિસ્ટ ઓળખ બદલી એવા સ્થળોની મુલાકાત લઈ રહ્યાં હતા જ્યાં સામાન્ય લોકો તથા મીડિયાના લોકો માટે એન્ટ્રી પર પ્રતિબંધ છે.તેમની એક્ટિવિટીઝ પર એજન્સીઓને શંકા હોવાથી તેમના વિઝા આગળ ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો.આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે ભારત અને ચીનના સંબંધો તનાવપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે ચીને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના દાવાનો વિરોધ કર્યો હતો.ભારતે 'નામજોગ' ચીનનો ઉલ્લેખ કરી, NSG માં ભારતના પ્રવેશ સામે અડચણરૂપ બનવાનો આરોપ મૂક્યો હતો. 

Cricket Score

WhatsApp Registraltion

Close