સાપુતારા ફરવા જવા નીકળેલા ૫ મિત્રોને કાળ ભેટ્યો,પરિવાર શોકમાં ગરકાવ

Date:2016-07-24 15:12:06

Published By:Jayesh

સુરતઃ આજે (રવિવાર) સુરતથી સાપુતારા ફરવા જવા નીકળેલા મિત્રોની એસયુવી કાર કામરેજના કોસમાડી ગામ નજીકની નહેરમાં ખાબકતા પાંચના કરૂણ મોત નિપજ્યાં હતા. મૃતક પરીવારોને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા. 

કોસમાડી પાસે નહેરમાં કાર ખાબકી હોવાની ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. જોકે કોઇ મદદ મળે તે પહેલાં પાંચેય મિત્રો નહેરના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ક્રેઇન વડે તમામના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ બાદ મૃતકના પરિવારજનો અને સંબંધીઓ દોડી આવ્યાં હતાં.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, "રવિવારે વહેલી સવારે એસયુવી કારમાં પાંચ મિત્રો વરાછાથી સાપુતારા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેમની કાર(નંબરઃ GJ-5-JK-8089) કોસમાડી ગામ નજીક આવેલી નહેરમાં ખાબકી હતી."

નહેરમાં કાર ખાબકતાં પાંચ મિત્રોના મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પાંચમાંથી ચાર મિત્રો એમ્બ્રોડરીના કારખાનેદાર છે અને એક રત્નકલાકાર છે. હાલ કામરેજ પોલીસે તમામ મૃતહેદના પોસ્ટમોર્ટમ કરવવા કામગીરી શરૂ કરી છે. જ્યારે પોલીસ જણાવ્યું હતું કે, અકસ્માત જોતા લાગે છે કે કોઇ અજાણ્યા વાહને કારને અડફેટે લીધા બાદ કાર રોડ બાજુએ ઉતરીને નહેરમાં ખાબકી હોવી જોઇએ.
કાર નહેરમાં ખાબકતા મોતને ભેટેલા સંજય ગોળકિયા મૂળ બોટાદ જિલ્લાના અડતાળા ગામના રહેવાસી હતા. અને સુરતમાં ઘણા વર્ષોથી વરાછામાં હિરાબાગ ખાતે પત્ની અને બે પુત્રો સાથે રહેતા હતા. પરિવારને સંજયભાઈના મોતની જાણ થતાં શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close