સુરેન્દ્રનગર અને ભચાઉમાં ભૂકંપનાં હળવાથી ભારે આંચકા, 3.2ની તીવ્રતા નોંધાઈ

Date:2016-07-24 15:57:32

Published By:Jayesh

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર અને ભચાઉમાં 1.5થી લઈને 3.2ની તીવ્રતાનાં આંચકા આવ્યા હતા. ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં છે તે હજુ જાણી શકાયું નથી. પરંતુ સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ આંચકો ગંભીર નથી તથા ચિંતાનું કોઈ કારણ નથી.
સુરત,ભાવનગર, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા અને અડાજણમાં ચાર દિવસ પહેલાં જ ભૂકંપના આંચકા આવતા અનેક વિસ્તારમાં લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. 

આ ભૂકંપની અસર ભાવનગર, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા અને અડાજણ સુધી અનુભવાઈ હતી. સવારે 10 વાગ્યે 4.7ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. માત્ર 5 થી 7 સેકન્ડ પુરતા ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની થઈ ન હતી, હાઇરાઇઝ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટોમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી.

ભૂકંપના થોડા જ સમયમાં કોલ્સ અને મેસેજનો મારો શરૂ થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકોને 15 વર્ષ જૂના ભૂકંપની યાદો તાજી થઈ ગઈ હતી. 2001માં પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close