હૈદરાબાદમાં ફિલ્મ નગરમાં નિર્માણધીન ઈમારત તૂટી પડતા 2ના મોત, 10 ઘાયલ
Date:2016-07-24 16:58:18
Published By:Jayesh
હૈદરાબાદ - જ્યુબિલી હીલ્સ વિસ્તારમાં નિર્માણધીન ઈમારત તૂટી પડતા 2 લોકોના મોત નિપજ્યાં છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે.
હૈદરાબાદના ફિલ્મ નગરમાં એક નિર્માણધીન ઈમારત આજે તૂટી પડતા કાટમાળ નીચે આઠથી દસ મજૂરો ફસાયા હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યાં અનુસાર બચાવકાર્ય ચાલુ છે અને 3 ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા છે.ત્રણ માળની જે ઈમારત તૂટી પડી તે ફિલ્મનગર કલ્ચર સેન્ટરની બાજુમાં બની રહી હતી.