વિદેશમાં ગુજરાતી જોખમમાં,વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરાઈ

Date:2016-07-24 17:10:41

Published By:Jayesh

વડોદરા - વિદેશમાં વસતા ગુજરાતીઓ ઉપર હુમલાઓ થવાની ઘટનાઓ વધતી જાય છે. આવી જ એક ઘટના સાઉથ આફ્રિકામાં બની છે. મુળ વડોદરાના કરજણના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 

મળતી માહિતી પ્રમાણે કરજણના સાસરોદના વતની છેલ્લા દોઢથી બે વર્ષ પહેલા સાઉથ આફ્રિકામાં કમાવા માટે ગયા હતા. જ્યાં તેઓ નેલ્સપ્રીટ ટાઉમાં રહેતા હતા. 45 વર્ષીય અબ્દુલ હસન પઠાણ પોતાની દુકાનેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કોઇ અજાણ્યા શખસે તેમને ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ શું હતું એ હજી સુધી જાણવા મળ્યું નથી. 

Cricket Score

WhatsApp Registraltion

Close