રાજકારણ માટે નહીં સમાજના પીડિતોને મળવા આવ્યો છું: નરેશ કનોડિયા

Date:2016-07-24 17:27:27

Published By:Jayesh

રાજકોટ: ઉનાના સમઢીયાળા ગામમાં દલિતો પર આચરવામાં આવેલા અત્યાચારના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. રોજે રોજ ગાડીઓના કાફલા સાથે રાજકારણીઓ પીડિતોની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતી ફિલ્મના કલાકાર નરેશ કનોડિયાએ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લીધી હતી અને સાંત્વના આપી હતી. ત્યારે તેણે જણાવ્યું હતું કે, હું કોઇ રાજકારણ માટે નહીં મારા સમાજના પીડિતોને મળવા આવ્યો છું.

નરેશ કનોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીડિતોને મળવા અાવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, શાંતિ રાખો બધાને ન્યાય મળશે. તો હું મારા સમાજને અપીલ કરૂ છે કે, કોઇ અઘટિત પગલાં ન ભરે. શાંતિ રાખો ન્યાય મળી જશે. કોઇ આપઘાતનો પ્રયાસ પણ ન કરે. આ ઘટના બહુ દર્દનાક છે. આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું. 

અત્યાચારનો ભોગ બનેલા ઉનાના દલિત પીડિતોને નરેશ કનોડિયા મળવા આવ્યા હતા. ત્યારે દરેક પીડિતો માટે તે ફ્રૂટ લાવ્યા હતા. પીડિતો સાથે હાથ મિલાવી ખબરઅંતર પૂછ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા આજે સમઢીયાળામાં પીડિતોના પરિવારને મળ્યા હતા

Cricket Score

WhatsApp Registraltion

Close