ભાજપ વિરૂદ્ધ તૈયાર થાવ: હાર્દિક; બાધા પૂરી કરવા પાટીદારોએ સંઘ કાઢ્યો

Date:2016-07-24 17:30:16

Published By:Jayesh

વિસનગર: વિસનગરથી રવિવારે સમસ્ત પાટીદાર સમાજ પગપાળા સંઘ લઇ ઊંઝા ઉમિયા માતાના દર્શન કરવા આવ્યો હતો. પાટીદાર સમાજના યુવાનો જેલમુક્ત થતાં પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના ભાઇ-બહેનો જોડાયાં હતાં.રસ્તા પર ફરી એક વખત પાટીદાર પાવર દેખાયો હતો. બીજી બાજુ, હાર્દિક પટેલે અનામત આંદોલન ચાલુ હોવાની તથા સમાજના નેતાઓ જેલમુક્ત થતાં આંદોલનમાં નવા પ્રાણ ફૂંકાયા હોવાની વાત કહી છે. 

'કોણ કહે છે કે પાટીદાર આંદોલન બંધ થઈ ગયું છે. હાર્દિક પટેલની જેલમુક્તિ બાદ પાટીદારોમાં ફરી એક વખત રક્ત સંચાર શરૂ થયો છે. પાટીદારોની રાજધાની કહેવાતા મહેસાણા જિલ્લાના 60 હજારથી વધુ પાટીદારો આજે માતા કુળદેવીનાં દર્શને નીકળ્યા હોવાનો હાર્દિકે દાવો કર્યો છે. પાટીદારો ફરી એક વખત તૈયાર થઈ જાવ. ભાજપને આપણી તાકાત બતાવવાની છે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ'

ગુજરાતમાં પાટીદાર અનામતની આગને 23મી જુલાઈએ એક વર્ષ પૂરું થયું. પાટીદાર અનામત આંદોલનમાં 800થી વધુ સભાઓ, 14 હજાર ગામોમાં એકતાયાત્રા, 28 હજાર યુવાનો સામે પોલીસ કેસ થયા. 2400 જેટલા પાટીદાર યુવાનોને જેલ ભેગા કરવામાં આવ્યા. 6 પાટીદાર યુવાનો સામે રાજદ્રોહનો કેસ થયો. જ્યારે 10 યુવાનોએ પોલીસ ગોળીબારમાં જીવ ગુમાવ્યા અને 6 યુવાનોએ અનામતની માગ સાથે આત્મહત્યા કરી હતી. પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને વરૂણ પટેલ જેવા નેતાઓએ સમાજમાં અનામતની આગ ફેલાવી. સરકારે EBCના રૂપમાં પાટીદારોને આડકતરી અનામત તો આપી, પણ પાટીદારોને તે માફક ન આવી.

Cricket Score

WhatsApp Registraltion

Close