કર્ણાટકમાં ટોળાએ દલિત પરિવારને ઘરમાં ઘૂસી ફટકાર્યો,બલરાજનો હાથ તૂટી ગયો

Date:2016-07-24 17:48:41

Published By:Jayesh

બેંગ્લોરઃ ગૌહત્યાની આશંકામાં ગુજરાતમાં થયેલા દલિતોનો મારનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે કર્ણાટકમાં પણ એક દલિત પરિવારને નિર્દયતાથી ફટકારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિતોનો આરોપ છેકે બજરંગદળના કાર્યકરોએ ગત અઠવાડિયે તેમની ઉપર હુમલો કર્યો હતો. 

ગૌમાંસ વિવાદમાં દલિતોને ફટકારવાની ઘટના થોડા દિવસ પહેલા ચિકમંગલૂર જિલ્લાના કોપ્પા ગામમા બની હતી.પીડિત પરિવારનો આરોપ છે કે, તેમના પર બજરંગ દળના 30-40 લોકોએ હુમલો કર્યો છે.કર્ણાટક કોમી સંવાદિતા ફોરમના જનરલ સેક્રેટરી કે.એલ. અશોકે કહ્યું કે, એક ગ્રુપના લોકોએ બલરાજ અને તેમના પરિવાર પર હોકી-ડંડા વડે હુમલો કર્યો હતો. આ લોકોનો આરોપ હતો કે, બલરાજના ઘરમાં ગૌમાંસ રાખવામાં આવ્યું હતું.ટોળાએ એક કલાક સુધી પરિવારને બંધક બનાવી રાખ્યો હતો અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન 53 વર્ષના બલરાજનાં હાથમાં ફ્રેક્ચર થયું હતું.

ઘટનાની જાણકારી મળતા પોલીસે દલિત પરિવારના સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જ્યાંથી તેમને હાલ રજા આપી દેવામાં આવી છે.કિસ્સામાં પોલીસે લગભગ 40 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમના પર એસસી-એસટી એક્ટની ગંભીર કલમો લગાવી છે.મીડિયા અહેવાલો પ્રમાણે, પોલીસ કાર્યવાહીના વિરોધમાં બીજેપી ધારાસભ્ય જીવારાવ અને બજરંગ દળના કાર્યકરો પ્રદર્શન કરશે.બીજી તરફ, વિસ્તારમાં દલિત વેલફેર માટે કામ કરનારા ઓર્ગેનાઈઝેશન પણ પરિવાર પર થયેલા હુમલાનો વિરોધ કરવાની તૈયારીમાં છે.

Cricket Score

WhatsApp Registraltion

Close