એર ઈન્ડિયા 15 ઓગસ્ટથી અમદાવાદથી નેવાર્કની ફલાઈટ સર્વિસ શરૂ કરશે

Date:2016-07-24 17:52:46

Published By:Jayesh

મુંબઈ: એર ઈન્ડિયા અમદાવાદથી ન્યુયોર્કના નેવાર્કની ફલાઈટ સર્વિસ 15 ઓગસ્ટથી શરૂ કરશે. આ માટે એરલાઈન 787 ડ્રીમલાઈનર(એઆઈ 171) વિમાનનો ઉપયોગ કરશે. આ ફલાઈટ લંડનના એરપોર્ટ પર પણ ઉતરશે..   

એર ઈન્ડિયાના વેસ્ટર્ન ઝોનના ડાયરેકટ મુકેશ ભાટિયાએ જણાવ્યું છે કે, આ ફલાઈટના કારણે એ છ લાખ જેટલા ભારતીયને ભારતીયને સુવિધા મળશે. તેઓ લગભગ દસ વર્ષથી નેવાર્ક અને લંડન માટે ફલાઈટની માંગ કરી રહ્યાં છે.આ ફલાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે હશે. ભાટિયાએ કહ્યું છે કે જો તેની માંગ રહેશે તો એર ઈન્ડિયા આ ફલાઈટને સપ્તાહમાં પાંચ દિવસ કરાશે.  

Cricket Score

WhatsApp Registraltion

Close