નેપાળમાં રાજકીય સંકટ,પીએમ કે.પી.ઓલીએ અવિશ્વાસના પ્રસ્તાવ પહેલા રાજીનામું આપ્યું

Date:2016-07-24 23:43:40

Published By:Jayesh

કાઠમંડુ - નેપાળમાં નવા બંધારણના નિર્માણ પછી સતત રાજકીય ભૂકંપની સ્થિતિ પેદા થઇ રહી છે. જેમાં આજે નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કર્યા વિના તેમણે રાષ્ટ્રપતિને રાજીનામું આપી દીધું છે. કેપી ઓલી સરકાર વિરૂદ્ધ સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર રવિવારે મતદાન યોજાવવાનું હતું, પરંતુ તે પહેલા જ વડાપ્રધાન કે પી ઓલીએ રાજીનામું આપી દીધું છે.  

 નેપાળ સંસદમાં અવિશ્વાસ પર જવાબ આવતા પહેલા જ વડાપ્રધાન ઓલીએ રાષ્ટ્રપતિ ભવન જઇને પોતાનું રાજીનામું આપી દીધું હતું. સંસદમાં ગત ત્રણ દિવસથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી હતી અને રવિવારે વડાપ્રધાન ઓલી પાસે તેના પર જવાબ માંગ્યો હતો. સત્તારૂઢ ગઠબંધનના પ્રમુખ માઓવાદી સહિત કેટલાક પક્ષો દ્વારા સરકાર પાસેથી સમર્થન પરત લેવા અને અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય કર્યા બાદ ઓલીએ પદ છોડવાનો નિર્ણય કર્યો છે. 

જે પછી પોતાના નિવેદનમાં ઓલીએ કહ્યું કે, નેપાળી કોંગ્રેસ અને માઓવાદી તેમના વિરૂધ્ધ ષડયંત્રમાં કામ કર્યું હતું. તેમજ તેમણે કહ્યું કે, ભારત અને ચીન સાથે સંબંધ સુધારવા માટે કરેલ પહેલના પગલે તેમને સજા આપવામાં આવી છે. ઓલીએ ગત વર્ષે ઓક્ટોબરમાં નેપાળમાં સત્તા સંભાળી હતી. નેપાળમાં છેલ્લા 10 વર્ષમાં 8મી સરકારનું પતન થયું છે. પોતાનું રાજીનામું આપવા પહેલા કોલીએ કહ્યું કે, તેમને તે સમયે દેશનો કાર્યભાર સંભાળ્યો હતો જ્યારે દેશ ભયંકર મુશ્કેલીઓમાં હતો. તેમજ તેમને એવા સમયે રાજીનામું આપ્યું જ્યારે દેશ ગત વર્ષે આવેલા ભૂકંપના સદમામાંથી બહાર આવવના પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાં મારું રાજીનામું આપવું પડ્યું છે. જે દુ:ખદ છે. 

આ ઉપરાંત પહેલી વખત ઓલીએ ભારત અને નેપાળના સંબંધો અંગે વાત કરી હતી, તેમણે કહ્યું કે, જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે ભારત સાથેના સંબંધ બગડી રહ્યા હતા અને તેને સુધારવા માટેના ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જે પછી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થયા છે. આ કામોની જ મને સજા આપવામાં આવી રહી છે. 

રાષ્ટ્રપતિ સમક્ષ રાજીનામું આપ્યા બાદ કે પી ઓલી સીધા સંસદ ભવન પહોંચ્યા ત્યાં સદનને સંબોધન આપ્યું હતું. આ સંબોધન બાદ તે પદ છોડવાની ઔપચારિક જાહેરાત કરવાના હતા.પરંતુ તે પહેલા જ તેમને પદ છોડી દેતા ફરી એક વખત નેપાળમાં રાજકીય ખેંચતાણ શરૂ થયું છે.

Cricket Score

WhatsApp Registraltion

Close