દેશમાં શું "FOGG" ચલ રહા હૈ ? :શિવસેનાનો કેન્દ્ર સરકાર પર ફરી પ્રહાર

Date:2016-07-24 23:56:12

Published By:Jayesh

મુંબઈ - કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર શિવસેના દ્વારા ફરી એક વખત હુમલો બોલવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની સહયોગી શિવસેના સરકાર સાથે હોવા છતાં પણ ઘણી વખત ટીકા કરતી રહે છે. કાશ્મીર મુદ્દે ફરી એક વખત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર વાર કર્યો અને કહ્યું કે, ભાજપ સરકાર હિન્દુઓની અપેક્ષા પુરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશની છબિ સાફ નથી. 

26 જુલાઇના પોતાના વર્ષગાંઠના એક દિવસ અગાઉ પોતાના મુખપત્ર સામના એક મુલકાતમાં કહ્યું કે, અમરનાથ યાત્રા અટકાવી પડી તેના માટે જવાબદાર કોણ છે? હિંદુઓને મારવામાં આવી રહ્યા છે, જવાનો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. દરેકને નવી સરકારથી ઘણી આશઓ હતી, જે પુરી થઇ શકી નથી. ઉદ્ધવે દાવો કર્યો કે, કેન્દ્ર અને રાજ્ય,(કાશ્મીર)માં સત્તા પર રહેલા ભાજપે હિન્દુઓને નિશાનો બનાવવામાં ન આવે તે બાબતો પર ધ્યાન આપ્યું જ નથી. ઘાટીમાં હિન્દુઓ મુશ્કેલીમાં છે. આ ઉપરાંત તેમણે ટીવી પર આવતી એક જાહેરાતની સાથે કેન્દ્ર સરકારની સરખામણી કરી કહ્યું કે, શું ચાલી રહ્યું છે? ફોગ ચલ રહા હૈ...  દેશમાં પણ એ પ્રકારની જ સ્થિતિ છે. 

અત્રે નોંધનીય છે કે શિવસેના ભાજપની સૌથી જુની સહયોગી પાર્ટી છે. તે મહારાષ્ટ્ર અને કેન્દ્ર બંને સત્તામાં ભાજપ સાથે રહેલું છે. ઠાકરેએ વધુમાં કહ્યું કે, કોઇ સમજી નથી રહ્યું કે શું થઇ રહ્યું છે અને કોણ કરી રહ્યું છે. શાસનમાં પરિવર્તન આવ્યું પરંતુ સામાન્ય લોકોના જીવનમાં કોઇ પરિવર્તન આવ્યું? તેમણે પૂછવામાં આવ્યું કે, શું તેઓ મોદી અંગે ટિપ્પણી કરી રહ્યા છે. જેમાં ઠાકરે કહ્યું કે, હું સમગ્ર દેશના રાજનીતિની વાત કરી રહ્યો છું. આપણાં વડાપ્રધાન કાશ્મીર સહિત દેશના તમામ રાજ્યોમાં પ્રવાસ કરે છે, પરંતુ કેમ તેઓ આ સમયે કાશ્મીરના હિંદુઓ સાથે નથી.

આ સાથે જ દેશમાં વધી રહેલા ISISના ખતરા અંગે તેમણે કહ્યું કે, આતંકવાદ માટે ભારત પાસે એક જ વિકલ્પ છે, આપણે ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષણા કરવી જોઇએ.

Cricket Score

WhatsApp Registraltion

Close