ભારતનો પહેલી ટેસ્ટમાં વિરાટ વિજય,અશ્વિનનું શાનદાર પ્રદર્શન

Date:2016-07-25 09:19:01

Published By:Jayesh

એન્ટીગુઆ - ભારતીય ક્રિકેટ ટીમે પોતાના સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિન(83/7)ના શાનદાર પ્રદર્શનની મદદથી અન્ટિગાના સર વિવિયન રિચર્ડસન સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમને એક ઈનિંગ્સ અને 92 રનોથી હરાવી દીધી  હતી. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં કેપ્ટન વિરાટે 200 અને અશ્વિને 113 રનની મદદથી પહેલી ઈનિંગ્સમાં 8 વિકેટે 566 રન ફટકારી દીધા હતા.


કોહલીએ કેપ્ટનના રૂપમાં વિદેશમાં બેવડી સદી બનાવનાર પહેલા ભારતીય છે. તેની સાથે વેસ્ટ ઈન્ડિઝ સામે શતક ફટકારનાર વિશ્વના ત્રીજા ખેલાડી છે. ત્યાર બાદ શમી અને ઉમેશ યાદવ અમે મોહમ્મદ શમીની ચાર-ચાર વિકેટની મદદથી પહેલી ઈનિંગ્સમાં 243 રન પર ઓલઆઉટ કરતા ફોલોઓન ઉપર રમવા માટે મજબૂર કરી હતી.

ફોલોઓન બાદ મેજબાન ટીમ અશ્વિનની ફિરકીમાં ફસાતા 78 ઓવરમાં 231 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. અશ્વિને આ ઈનિંગ્સમાં સાત વિકેટ ઝડપી હતી. અશ્વિનને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.બીજી ઈનિંગ્સમાં વેસ્ટ ઈન્ડિઝે કાર્લોસ બ્રાથવેટે સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. બ્રાથવેટ અને દેવેન્દ્ર બિશુ 45 રન દશમી વિકેટ માટે 95 રન બનાવતાં ભારતને જીત માટે રાહ જોવી પડી હતી.

ભારતીય ટીમે પહેલા 132 રન પર વેસ્ટ ઈન્ડિઝની 8 વિકેટ પાડી દીધી હતી. પરંતુ બ્રાથવેટે શાંતિથી બેટિંગ શરૂ કરી દીધી હતી, જો કે અશ્વિને એક જ ઓવરમાં બીશૂ અને બ્રેથવેટને આઉટ કરીને ભારતને જીત અપાવી દીધી હતી.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી સેમ્યુએલ્સે 50 અને રાજેન્દ્રએ 31 રનની ઈનિંગ્સ રમી હતી. ભારત તરફથી અમિત મિશ્રા, ઉમેશ યાદવ અને ઈશાંત શર્માએ એક એક વિકેટ મેળવી હતી.

કેરેબિયન ધરતી ઉપર કેપ્ટનના રૂપમાં કોહલીના ચહેરા ઉપર સાફ ખુશી દેખાઈ રહી હતી. તેમના હાથમાં એક સ્ટમ્પ હતું અને એક અશ્વિનના હાથમાં હતું સાથે જ કોચના રૂપમાં જોડાયેલા અનિલ કુંબલેના હાથમાં કેમેરો હતો જેઓ આ યાદગાર ક્ષણોને કેદ કરી રહ્યાં હતા. ચાર મેચોની સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ થઈ ગઈ છે. બીજી ટેસ્ટ મેચ 30 જુલાઈ થી ત્રણ ઓગસ્ટ સુધી કિંગ્સટન (જમેકા)માં રમાશે.

Cricket Score

WhatsApp Registraltion

Close