સુરતમાં પોલીસના મારથી એક દલીતે જીવ ગુમાવ્યો, લોકોએ PSIને ફટકાર્યો

Date:2016-07-25 10:24:02

Published By:Jayesh

સુરત: મોટીવેડ નાયકા વાડમાં પીએસઆઈએ માર માર્યા બાદ દલીત યુવકનું મોત નિપજતા રાષે ભરાયેલા સ્થાનીકોએ પીએસઆઈને ઘેરી લીધા હતા અને ઢોર માર માર્યો હતો. બનાવની જાણ થતા ચોકબજાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા પીએસઆઈને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.કતારગામ આંબાતલાવડી ગીરનાર મહોલ્લામાં રહેતો મહેન્દ્ર ગમનભાઈ મકવાણા(25) મીનરલ વોટરના પ્લાન્ટમાં ડીલીવરીનું કામ કરતો હતો. રવિવારે સાંજે તે મોટી વેડ નાયકાવાડમાં દારૂ પીવા માટે ગયો હતો.


દારૂ પીને તે બહાર નિકળતો હતો ત્યારે ચોકબજાર પોલીસ મથકના પીએસઆઈ વી.એસ.પટેલ સ્ટાફ સાથે ત્યા પહોંચી ગયા હતા. દરમિયાન પીએસઆઈએ મહેન્દ્રને તમાચો માર્યા બાદ અચાનક તેને ખેંચ આવ્યા બાદ તેનુ મોત નિપજ્યુ હતુ. દરમિયાન પીએસઆઈએ માર મારતા મહેન્દ્રનુ મોત નિપજ્યુ હોવાની વાત વાયુ વેગે પ્રસરતા સ્થાનીક રહીશો ભેગા થઈ ગયા હતા.દરમિયાન પીએસઆઈ અને લોકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જેમાં લોકોનો રોષ વધી જતા લોકોએ પીએસઆઈ પટેલને ઘેરી લીધા હતા અને ધક્કે ચઢાવ્યા બાદ લાકડાના ફટકા તેમજ પથ્થર વડે માર માર્યો હતો. બનાવની જાણ થતા ચોક બજાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પીએસઆઈ પટેલને લોકોના મારથી બચાવીને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

 
લોકોના રોષનો ભોગ બનેલા પીએસઆઈ પટેલને મોડી રાત્રે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા સ્મીમેર હોસ્પિટલ ખાતે પોલીસના ધાડે ધાડા ધસી ગયા હતા જેને પગલે સ્મીમેર હોસ્પિટલ ખાતે પોલીસ છાવણી જેવુ વાતાવરણ થઈ ગયુ હતું.

Cricket Score

WhatsApp Registraltion

Close